માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુને ભારતનો વિરોધ કરવા બદલ પોતાના જ દેશમાં વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. વિપક્ષી પાર્ટીના નેતાઓ સતત તેમની ટીકા કરી રહ્યા છે. માલદીવની જમ્હૂરી પાર્ટી (જેપી)ના નેતા કાસિમ ઈબ્રાહિમે રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુને ભારતીય પીએમ મોદી અને ભારતના લોકોની માફી માંગવા કહ્યું છે.
માલદીવના વિપક્ષી નેતા કાસિમ ઈબ્રાહિમનું કહેવું છે કે કોઈ પણ દેશ, ખાસ કરીને તમારા પાડોશી દેશો વિશે આવા નિવેદનો ન કરવા જોઈએ. તેમણે કહ્યું કે આવી બાબતોથી બંને દેશો વચ્ચે તણાવ વધે છે અને સંબંધો બગડે છે. તેમણે કહ્યું કે તેઓ રાષ્ટ્રપતિ મુઈઝુને ભારતના લોકો અને ત્યાંના વડાપ્રધાનની ઔપચારિક રીતે માફી માંગવી માંગવી જોઈએ.
બીજી તરફ રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ સામે મહાભિયોગ ચલાવવાની યોજના પણ બનાવવામાં આવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે માલદીવની સંસદમાં સૌથી મોટી મુખ્ય વિપક્ષી પાર્ટી એમડીપી રાષ્ટ્રપતિ મુઇઝુ સામે મહાભિયોગ પ્રસ્તાવ રજૂ કરવાની યોજના બનાવી રહી છે. આવી સ્થિતિમાં મુઈઝુની સરકાર પડવાની સંભાવના છે, તેમની સરકાર જોખમમાં છે.
It is indeed concerning to witness derogatory language being used against the Prime Minister of India @narendramodi by 3 junior officials of the Maldivian government on social media.
This kind of behavior not only goes against the principles of diplomacy and mutual respect,… pic.twitter.com/HIlM1e06TU
— Qasim Ibrahim (@qasimibrahim) January 7, 2024
થોડા દિવસો પહેલા પત્રકારોને સંબોધિત કરતી વખતે વિપક્ષી નેતાઓએ કહ્યું હતું કે દેશની સરકારોએ માલદીવના નાગરિકોની ભલાઈ અને કલ્યાણ માટે કામ કરવું જોઈએ. સરકારે તમામ વિકાસ ભાગીદારો સાથે મળીને કામ કરવું જોઈએ. અત્યાર સુધી માલદીવ આવું જ કરી રહ્યું છે.
તમને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે ડિસેમ્બરમાં લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી. આ દરમિયાન પીએમએ લક્ષદ્વીપને માલદીવ જેવું સુંદર સ્થળ ગણાવ્યું હતું અને પ્રવાસીઓને લક્ષદ્વીપની મુલાકાત લેવાની અપીલ કરી હતી.
પીએમએ તેમના સોશિયલ મીડિયા પર સી આઇલેન્ડની કેટલીક તસવીરો પણ શેર કરી હતી. પીએમના આ ટ્વીટ બાદ માલદીવ સરકારના મંત્રીઓએ પીએમ અને ભારત વિશે વાંધાજનક ટિપ્પણી કરી હતી. જે બાદ ભારે હોબાળો થયો હતો.
આ પછી ભારત અને માલદીવ વચ્ચેના સંબંધો સતત બગડતા ગયા. મંત્રીઓ સામે કાર્યવાહી કરતા માલદીવ સરકારે ત્રણેય મંત્રીઓને સસ્પેન્ડ કરી દીધા હતા. અહીં ભારતમાં લોકોએ સોશિયલ મીડિયા પર બોયકોટ ઓફ માલદીવ્સનું હેશટેગ શરૂ કર્યું.
ત્યારથી રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ સતત વિપક્ષી નેતાઓના નિશાના પર છે. થોડા દિવસ પહેલા જ રાષ્ટ્રપતિએ માલદીવમાં હાજર ભારતીય સૈનિકોને હટાવવાનું કહ્યું છે, આ માટે તેમણે ભારતને માર્ચ સુધીનો સમય આપ્યો છે.
આ પણ વાંચો: ભારત માટે ગુડ ન્યૂઝ, માલદીવ અને ચીનના માર્ગમાં આ દેશ બન્યો અડચણ