Melbourne News : હલ્લામના ઘરમાં હથિયારો સાથે ઘૂસણખોરો ઘૂસ્યા, છોકરાએ છરી મારી કરી હત્યા
Melbourne News : હલ્લામના એક ઘરમાં મર્ડરની ઘટના બની છે. નાના 16 વર્ષના કિશોરની છરી મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસે પણ આ ઘટનાની નોંધ લીધી છે.

12 વર્ષના છોકરા સહિત સાત રહેવાસીઓએ જૂથનો સામનો કર્યો હતો. હુમલો કરનારા લોકો હથિયારો લઈને આવ્યા હતા. તેઓની પાસે લાકડીઓ અને છરીઓ હતી. મેલબોર્નના દક્ષિણપૂર્વમાં સશસ્ત્ર ઘૂસણખોરોનું એક જૂથ કિશોરવયના છોકરાના ઘરમાં ઘૂસી આવ્યું હતું. જે લોકો ઘરમાં ઘુસી ગયા હતા તેને આ કિશોર પર હુમલો કર્યો હતો અને તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો
સોમવારના રોજ લગભગ 10.45 વાગ્યે હલ્લામમાં આર્કેડિયા એવન્યુ પરના તેમના ઘરે રહેવાસીઓ લાકડીઓ અને છરીઓથી સજ્જ જૂથ દ્વારા સામનો કરવામાં આવ્યા હતા. આ ઘટના દરમિયાન 16 વર્ષના છોકરાને તેના પગ અને પીઠ પર છરીના ઘા વાગ્યા હતા અને તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
ઘૂસણખોરો ઘટનાસ્થળેથી ભાગી ગયા
ચાકુ મારતી વખતે ઘરની અંદર બે અન્ય 16 વર્ષના છોકરાઓ, બે 15 વર્ષના છોકરાઓ, એક 13 વર્ષનો છોકરો અને એક 12 વર્ષનો છોકરો આટલા લોકો ઘરમાં હાજર હતા. જો કે તેમાંથી કોઈને ઈજા થઈ ન હતી. ઘૂસણખોરો ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા, પરંતુ તેઓ કઈ દિશામાં ભાગ્યા હતા તે જાણી શકાયું નથી.
પોલીસે જણાવી વાત
પોલીસે જણાવ્યું હતું કે, આ ઘટનાને નિશાન બનાવી હતી. કોઈપણ સાક્ષી અથવા કોઈને માહિતી હોય તો પોલીસનો સંપર્ક કરવા વિનંતી કરી છે. કેમ કે ઘુસણખોરો ક્રાઈમ કરીને નાસી છુટ્યા છે. તેથી કોઈને હત્યારા વિશે જાણ થાય તો પોલીસને નોટીસ કરાવવા વિનંતી કરી છે.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો