ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) ઇચ્છે છે કે અલ સાલ્વાડોર (El Salvador) બિટકોઇનને (Bitcoin) આપવામાં આવેલા કાનૂની ટેન્ડરની નોંધણીને સમાપ્ત કરે. IMFએ અલ સાલ્વાડોરને ઈલેક્ટ્રોનિક વોલેટનું કડક નિયમન કરવા કહ્યું છે, જે સમગ્ર દેશમાં વ્યવહારો માટે લાગુ કરવામાં આવ્યા છે.
અલ સાલ્વાડોર વિશ્વનો પહેલો દેશ છે જેણે બિટકોઈનને ફિયાટ કરન્સી (રૂપિયો, ડોલર, પાઉન્ડ, યુરો) જેવી સત્તાવાર ચલણ તરીકે રજીસ્ટર કરાવ્યું છે. એટલે કે અલ સાલ્વાડોરમાં સરકારી પગારથી લઇને એટીએમ દ્વારા બિટકોઈનની આપ લે કરી શકે છે. એટલું જ નહીં લોટ-કઠોળ અને સાબુ-તેલ પણ બજારમાં બિટકોઈન દ્વારા ખરીદી શકાશે.
વિશ્વની તમામ બેંકોના બોર્ડ અને IMFએ અલ સાલ્વાડોરના આ પગલાની ટીકા કરી અને તેના નુકસાન વિશે ચેતવણી આપી. IMFએ કહ્યું છે કે બિટકોઈનનો ઉપયોગ બંધ કરીને તેનો દરજ્જો નાબૂદ કરવો જોઈએ.
IMF લાંબા સમયથી બિટકોઈન અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યું છે. આ સંસ્થા બિટકોઈન, ઈથર જેવી ક્રિપ્ટોકરન્સી માટે કોઈ ભવિષ્ય જોતી નથી. નાણાકીય વ્યવસ્થાની સુરક્ષા હોય કે બજારમાં જોખમ વિના વેપાર, નાણાકીય સ્થિરતા હોય કે પછી ગ્રાહકોના અધિકારોનું રક્ષણ હોય, IMFનું માનવું છે કે ક્રિપ્ટોકરન્સી ખૂબ જોખમ લાવી શકે છે.
અલ સાલ્વાડોરના રાષ્ટ્રપતિ, નાયબ બુકેલે, બિટકોઇનને કાનૂની ચલણનો દરજ્જો આપ્યો છે. આ સાથે યુએસ ડોલરને પણ પોતાના દેશની કરન્સીનો દરજ્જો આપવામાં આવ્યો છે. એટલે કે ડોલર સાથે બિટકોઈનમાં પણ ટ્રાન્ઝેક્શન થઈ શકે છે. અલ સાલ્વાડોરમાં ગયા વર્ષે, બિટકોઈન એ મોટી છલાંગ લગાવી અને તેનું મૂલ્ય બમણું થઈ ગયું.
જોકે સૌથી મોટો ઘટાડો મંગળવારે જોવા મળ્યો હતો અને તેની કિંમત ગયા વર્ષના 9 જૂનના સ્તરે આવી ગઈ હતી. 9 જૂનના રોજ, અલ સાલ્વાડોરની કોંગ્રેસે બિટકોઈનને કાનૂની ટેન્ડર બનાવવા માટે કાયદો પસાર કર્યો હતો. જોકે, બિટકોઈનનો કાયદો સપ્ટેમ્બર 2021માં અમલમાં આવ્યો હતો.
વિશ્વમાં એવો અભિપ્રાય હતો કે સરકારી હસ્તક્ષેપ વિના કે સરકારના નિયંત્રણ વિના કોઈ પણ ડિજીટલ કરન્સી શરૂ કરવામાં આવે તો તે ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ થશે. દરમિયાન, અલ સાલ્વાડોરે બિટકોઈનને ચલણનો દરજ્જો આપ્યો. તેણે લાખો અલ સાલ્વાડોરના નાગરિકોને મની ટ્રાન્સફર ફીમાંથી મુક્ત કર્યા, જે અન્ય દેશોમાંથી આવતા પૈસા માટે ચૂકવવી પડતી હતી. બિટકોઈન આ બધી ઝંઝટમાંથી મુક્તિ આપે છે. અલ સાલ્વાડોરમાં ચુકવણી માટે બિટકોઈનનો વ્યાપક ઉપયોગ થાય છે.
આ પણ વાંચો –
આ પણ વાંચો –