AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UK: PM બોરિસ જોન્સન ફરી વિવાદમાં, લોકડાઉન દરમિયાન જન્મદિવસની પાર્ટી કરી, ખુલાસા બાદ રાજીનામું આપવાનું દબાણ વધ્યું

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સનના જન્મદિવસ પર લોકડાઉન દરમિયાન ડાઉનિંગ સ્ટ્રીટ પાર્ટી કરવાના મામલામાં દરરોજ અલગ-અલગ ખુલાસા થઈ રહ્યા છે.

UK: PM બોરિસ જોન્સન ફરી વિવાદમાં, લોકડાઉન દરમિયાન જન્મદિવસની પાર્ટી કરી, ખુલાસા બાદ રાજીનામું આપવાનું દબાણ વધ્યું
pressure to resign mounts on UK PM Boris Johnson after celebrating Birthday party during lockdown
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 25, 2022 | 4:58 PM
Share

બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોન્સન તેમની ડાઉનિંગ સ્ટ્રીટ (Downing Street) ઓફિસમાં યોજાયેલી બીજી પાર્ટીને લઈને મુશ્કેલીમાં હોવાનું જણાય છે.ખરેખર, જે સમયે 2020માં કોરોના ચરમસીમા પર હતો, તે સમયે તે પોતાની બર્થડે પાર્ટી કરી રહ્યા હતા. ITV ન્યૂઝના અહેવાલ મુજબ, જન્મદિવસની ઉજવણી (Birthday celebration) 19 જૂને બપોરે થઈ હતી અને તેનું આયોજન જોન્સનની પત્ની દ્વારા કરવામાં આવ્યું હતું. તે કેક લઇને આવી હતી.

બ્રોડકાસ્ટરે અહેવાલ આપ્યો હતો કે ઇવેન્ટમાં લગભગ 30 લોકો હતા, જેમાં ઇન્ટિરિયર ડિઝાઇનર લુલુ લિટલનો સમાવેશ થાય છે, જેઓ જોન્સનના ફ્લેટના વિવાદાસ્પદ નવીનીકરણની દેખરેખ રાખતા હતા. આ કાર્યક્રમ લગભગ 20 થી 30 મિનિટ સુધી ચાલ્યો હતો. અત્રે નોંધનીય છે કે આ દરમિયાન બ્રિટનમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. આ વિવાદને લઇને હવે વિપક્ષ તેમના રાજીનામાની માંગ કરી રહ્યો છે.

ડાઉનિંગ સ્ટ્રીટે એવા અહેવાલોના જવાબમાં નિવેદન આપ્યું હતું કે તે દિવસે વડા પ્રધાનને જન્મદિવસની શુભેચ્છા પાઠવવા માટે એક મીટિંગ પછી ઓફિસ કર્મચારીઓનું એક જૂથ કેબિનેટ રૂમમાં એકત્ર થયું હતું. તે દસ મિનિટથી પણ ઓછા સમય માટે ત્યાં હતા. આઇટીવી અને ધ ઇન્ડિપેન્ડન્ટે એ પણ અહેવાલ આપ્યો હતો કે પરિવાર અને મિત્રોના જૂથે તે સાંજે પછીથી જોન્સનના ફ્લેટમાં ઉજવણી કરી હતી, તેમ છતાં વડા પ્રધાન કાર્યાલયે તેને સંપૂર્ણપણે અસત્ય ગણાવ્યું હતું.

જોન્સન પહેલાથી જ લોકડાઉન દરમિયાન રોગચાળાના નિયમોનું ઉલ્લંઘન કરવા અને પાર્ટીઓ યોજવાના આરોપોનો સામનો કરી રહ્યા છે. નિક ટિમોથીએ ડેઈલી ટેલિગ્રાફમાં લખ્યું છે કે ‘જોન્સન સંપૂર્ણપણે પોતાનો અધિકાર ગુમાવી ચૂક્યા છે. થેરેસા મેની અગાઉની સરકારમાં ટીમોથી ડાઉનિંગ સ્ટ્રીટના ચીફ ઓફ સ્ટાફ હતા. તેણે કહ્યું, ‘જોન્સન હવે લોકપ્રિય નથી, તે હવે શક્તિશાળી નથી’.

આ પણ વાંચો –

સૌથી ઝડપી સુપર કોમ્પ્યુટર: મેટાવર્સ દુનિયાનું પહેલુ કોમ્પ્યુટર RSC થયું લોન્ચ, ઝકરબર્ગે ટીમને અભિનંદન પાઠવ્યા

આ પણ વાંચો –

લોકેશન શેરિંગ બંધ કર્યા પછી પણ Google યુઝર્સના લોકેશન કરે છે શેર ! કંપની સામે લાગ્યા આરોપ

આ પણ વાંચો –

300 વર્ષના ઈતિહાસનો સૌથી અજીબોગરીબ ઈન્સ્યોરન્સ ક્લેમ, ગ્રાહકના આ ક્લેમથી ઈન્સ્યોરન્સ કંપની પણ ચોંકી ઉઠી

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">