300 વર્ષના ઈતિહાસનો સૌથી અજીબોગરીબ ઈન્સ્યોરન્સ ક્લેમ, ગ્રાહકના આ ક્લેમથી ઈન્સ્યોરન્સ કંપની પણ ચોંકી ઉઠી
વિશ્વની જાણીતી વીમા કંપનીએ અત્યાર સુધીના સૌથી વિચિત્ર વીમા ક્લેમ વિશે રસપ્રદ કિસ્સાઓ યાદ કર્યા છે અને તેને તેના ગ્રાહકો સાથે શેર કર્યા છે. આમાં એક એવો કિસ્સો છે કે તમે વિચારવા મજબૂર થઈ જશો.. શું ખરેખર આવું થઈ શકે?
વિશ્વની જાણીતી વીમા કંપનીએ (insurance company) અત્યાર સુધીના સૌથી વિચિત્ર વીમા ક્લેમ વિશે રસપ્રદ કિસ્સાઓ યાદ (Strange Insurance Claim) કર્યા છે અને તેને તેના ગ્રાહકો સાથે શેર કર્યા છે. આમાં એક એવો કિસ્સો છે કે તમે વિચારવા મજબૂર થઈ જશો.. શું ખરેખર આવું થઈ શકે? ‘ધ મિરર’ના રિપોર્ટ અનુસાર બ્રિટિશ ઈન્સ્યોરન્સ કંપનીએ બિઝનેસના 325 વર્ષ પૂરા થવા પર આ વિચિત્ર કિસ્સાઓ વિશે જણાવ્યું છે. આ કિસ્સાઓમાંથી સૌથી વિચિત્ર શેમ્પેનના કોર્ક વિશે છે. આ 1878 ની વાત છે. લંડનની એક હોટલમાં કામ કરતા એક વ્યક્તિએ શેમ્પેનની બોટલના કોર્કથી પોતાને ઈજાગ્રસ્ત કરી લીધો. શેમ્પેનની બોટલ ખોલતી વખતે તેની આંખમાં કોર્ક વાગ્યું હતું.
કંપનીએ ક્લેમ તરીકે અઢી મહિનાનો પગાર આપ્યો
વીમા કંપની દ્વારા વ્યક્તિને £25 10s (અંદાજે 2550 રૂપીયા) ચૂકવવામાં આવ્યા હતા. જે લગભગ અઢી મહિનાના પગારની સમકક્ષ હતી. બીજો કિસ્સો વર્ષ 1960નો છે જેમાં ઘેટાંએ શોરૂમની બારી તોડી નાખ્યા બાદ શોરૂમના માલિકે વીમા કંપની પાસે દાવો માંગ્યો હતો. કંપનીએ આ કેસમાં ગ્રાહકને વીમાનો ક્લેમ પણ આપ્યો હતો.
ડેન્ટિસ્ટનો વિચિત્ર દાવો
કંપની દ્વારા દાવાની આવી જ એક અન્ય ફની ટુચકાઓ શેર કરવામાં આવી છે. એક ડેન્ટિસ્ટે તેના દર્દીને એનેસ્થેસિયા આપીને તેની સારવાર કરી રહ્યો હતો. દરમિયાન, દર્દીને હોશ આવ્યો અને તેણે દંત ચિકિત્સક સાથે ઝપાઝપી કરી અને તેને બારીમાંથી બહાર ફેંકી દીધો. આ કેસમાં પણ કંપનીએ ડેન્ટિસ્ટને ક્લેમ કર્યો હતો. કંપનીએ કહ્યું કે, આ 325 વર્ષ જૂના કારોબારના સમયગાળામાં તેઓએ દાવા તરીકે 11 અબજથી વધુ ચૂકવ્યા છે.
આ પણ વાંચો: BECIL Recruitment 2022: સુપરવાઈઝર સહિત અનેક જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ, 500 જગ્યાઓ પર થશે ભરતી
આ પણ વાંચો: UPSC Success Story: ઘરે રહીને પણ કરી શકાય છે UPSCની તૈયારી, જાણો IAS અંશુમન રાજ પાસેથી સફળતાનો મંત્ર