સૌથી ઝડપી સુપર કોમ્પ્યુટર: મેટાવર્સ દુનિયાનું પહેલુ કોમ્પ્યુટર RSC થયું લોન્ચ, ઝકરબર્ગે ટીમને અભિનંદન પાઠવ્યા

RSC વિશે એવો દાવો કરવામાં આવ્યો છે કે 2022ના મધ્ય સુધીમાં તે વિશ્વનું સૌથી ઝડપી કમ્પ્યુટર બની જશે. RSC ની રચના મશીન લર્નિંગને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે.

સૌથી ઝડપી સુપર કોમ્પ્યુટર: મેટાવર્સ દુનિયાનું પહેલુ કોમ્પ્યુટર RSC થયું લોન્ચ, ઝકરબર્ગે ટીમને અભિનંદન પાઠવ્યા
Meta RSC (PC: Meta)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 25, 2022 | 4:12 PM

છેલ્લા 14 વર્ષથી સતત વિવાદમાં રહ્યા બાદ ફેસબુક(Facebook)નું નામ બદલીને મેટા (Meta) કરવામાં આવ્યું છે. ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગે કહ્યું છે કે તેઓ એક મેટાવર્સ બનાવી રહ્યા છે જે એક અલગ દુનિયા છે. મેટાવર્સમાં, લોકો ભૌતિક રીતે ઉપલબ્ધ હોવાને બદલે વર્ચ્યુઅલ સ્વરૂપમાં હાજર રહેશે. કંપનીએ ગયા વર્ષે તેના નવા નામની જાહેરાત કરી હતી. હવે ઝકરબર્ગની કંપની Meta એ વિશ્વનું સૌથી ઝડપી AI (Artificial intelligence) સુપર કોમ્પ્યુટર રજૂ કર્યું છે. ઝકરબર્ગ મેટાના પ્રથમ AI કમ્પ્યુટરને AI રિસર્ચ સુપરક્લસ્ટર (RSC) કહે છે. માર્ક ઝકરબર્ગે RSCના નિર્માણ પર ફેસબુક પોસ્ટમાં સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા છે.

Mark Zuckerberg Facebook Post

RSC વિશે એવો દાવો કરવામાં આવ્યો છે કે 2022ના મધ્ય સુધીમાં તે વિશ્વનું સૌથી ઝડપી કમ્પ્યુટર બની જશે. RSC ની રચના મશીન લર્નિંગને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. આરએસસીનો બીજો તબક્કો 2022ના અંત પહેલા પૂર્ણ થઈ જશે. તે સમયે તેમાં કુલ 16,000 GPU હશે.

આ સુપર કોમ્પ્યુટરનો ક્યાં ઉપયોગ કરવામાં આવશે

મેટાના પ્રથમ સુપર કોમ્પ્યુટરનો ઉપયોગ કન્ટેન્ટ મોરેશનથી લઈને મેટા બિઝનેસ સુધીની દરેક વસ્તુ માટે કરવામાં આવશે. આ સિવાય ફેસબુક તેના પ્લેટફોર્મ પર હેટ સ્પીચને રોકવા માટે પણ તેનો ઉપયોગ કરશે. RSC નો ઉપયોગ ઓગમેન્ટેડ રિયાલિટીમાં પણ થશે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

આરએસસી અંગે ઝકરબર્ગે કહ્યું છે કે તે સેકન્ડોમાં એક ક્વિન્ટલ ઓપરેશન કરવા સક્ષમ છે. આ કોમ્પ્યુટરની મદદથી લાખો યુઝર્સ રિયલ ટાઈમમાં વિવિધ ભાષાઓમાં વાત કરી શકશે. આ કોમ્પ્યુટર એકસાથે ટેક્સ્ટ, ઈમેજીસ અને વીડિયોનું સચોટ વિશ્લેષણ કરી શકશે. ત્યારે ફેસબુકે હજુ સુધી તેના સુપર કોમ્પ્યુટરના સ્થાનની પુષ્ટિ કરી નથી, જેમાં AFPએ આ માહિતી ગોપનીય હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચો: વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં આ વખતે 1.5 લાખ કિલો મરચાંના અથાણાનો પ્રસાદ બનાવાશેઃ જાણો, શા માટે બનાવાય છે આવો પ્રસાદ

આ પણ વાંચો: Republic Day 2022 : ગણતંત્ર દિવસ સમારોહ માટે દિલ્લી પોલીસે ગોઠવી ખાસ સુરક્ષા વ્યવસ્થા, હોટસ્પોટ ઉપર લગાવ્યા FRS કેમેરા

આ પણ વાંચો: વધુ એક ભારતીયને મળી મોટી જવાબદારી, કોણ છે Shivakumar Venkataraman? જે સંભાળશે ગૂગલ બ્લોક ચેઈન ડિવીઝન

g clip-path="url(#clip0_868_265)">