AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan: રાજકીય સંકટ વચ્ચે PM ઇમરાનને યાદ આવ્યા ગરીબો, કહ્યું “મારું સપનું છે કે લોકોને ફ્રી મેડિકલ સુવિધા મળે”

પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ સરકારે અસંતુષ્ટ સાંસદોને ગેરલાયક ઠેરવવા અંગે બંધારણીય મુદ્દાઓ પર સ્પષ્ટતા માંગતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી છે.

Pakistan: રાજકીય સંકટ વચ્ચે PM ઇમરાનને યાદ આવ્યા ગરીબો, કહ્યું મારું સપનું છે કે લોકોને ફ્રી મેડિકલ સુવિધા મળે
PM Imran Khan (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 22, 2022 | 11:21 AM
Share

Pakistan: પાકિસ્તાનમાં ફરી એકવાર રાજકીય સંકટ (Political Crisis) ઘેરાયુ છે અને આ વખતે વડાપ્રધાન ઈમરાન ખાનની ખુરશી ખતરામાં છે. રાજકીય કટોકટી વચ્ચે, વડા પ્રધાન ઇમરાન ખાન(PM Imran Khan)  સોમવારે તેના સમર્થકો તરફ વળ્યા, ગરીબોની હિમાયત કરી અને દર્દીઓ માટે વધુ સારી હોસ્પિટલોનું વચન આપ્યું કારણ કે તેઓ હાલ સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવનો(No Confidence Motion)  સામનો કરી રહ્યા છે. ઓગસ્ટ 2018માં સત્તામાં આવ્યા બાદ ભૂતપૂર્વ ક્રિકેટ સ્ટારમાંથી ઈસ્લામિક નેતા બનેલા ઈમરાન ખાન માટે આ પડકાર અત્યાર સુધીનો સૌથી મોટો પડકાર હોઈ શકે છે. વિપક્ષે ઈમરાનને દેશની અર્થવ્યવસ્થાને સુધારવામાં તેમની કથિત નિષ્ફળતાના કારણે પદ છોડવાની માગ કરી છે.

ગરીબોને મફત તબીબી સુવિધા:PM ઈમરાન

પાકિસ્તાનના મુખ્ય વિરોધ પક્ષોએ આ મહિનાની શરૂઆતમાં ઈમરાન ખાન માટે ઔપચારિક અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો.ઈમરાન ખાનને હજુ પણ ગૃહમાં બહુમતીનું સમર્થન છે કે કેમ તે અંગે ચર્ચા કરવા નેશનલ એસેમ્બલીના(National Assembly)  અધ્યક્ષ અસદ કૈસરે શુક્રવારે વિશેષ સત્ર બોલાવ્યું છે. બંધારણ હેઠળ, સંસદ પાસે ચર્ચા કરવા માટે ત્રણ દિવસનો સમય છે જે પછી સાંસદો મતદાન કરશે.

બીજી તરફ PM ઈમરાન ખાને દાવો કર્યો છે કે 342 સીટવાળા ગૃહમાં હજુ પણ તેમની પાસે મોટાભાગના સાંસદોનું સમર્થન છે. ઈમરાને સોમવારે ઈસ્લામાબાદની એક હોસ્પિટલમાં(Hospital)  એક સભાને સંબોધિત કરી હતી. PM ઈમરાનને કહ્યું, “જ્યારથી હું રાજનીતિમાં જોડાયો છું ત્યારથી મારું સપનું હતું કે ગરીબોને મફત સુવિધાઓ અને મફત તબીબી સુવિધાઓ મળે.” તેમણે કહ્યું કે તેમની સરકાર લગભગ દરેક ગરીબ પાકિસ્તાની નાગરિકને આ પ્રદાન કરવામાં સફળ રહી છે. તેમણે તેમની સરકારની કામગીરીનો બચાવ કરતા કહ્યું કે તમામ આર્થિક સૂચકાંકો પાકિસ્તાનની અર્થવ્યવસ્થામાં સુધારો દર્શાવે છે.

 પાર્ટીના નેતાઓએ છોડ્યો ઈમરાનનો સાથ

પરંતુ ઈમરાન ખાનની પોતાની પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) પાર્ટીના ઓછામાં ઓછા 13 ધારાસભ્યોએ સંકેત આપ્યો છે કે તેઓ તેમની વિરુદ્ધ મતદાન કરી શકે છે.ઉલ્લેખનીય છે કે, 2018ની ચૂંટણી બાદ ઈમરાન ખાને સંસદમાં 176 વોટ મેળવીને વડાપ્રધાન બન્યા હતા.

આ પણ વાંચો : Pakistan : ઈમરાનની ખુરશીના પાયા હચમચ્યા તો, પક્ષપલટાથી નારાજ PM ઈમરાન ખાને સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો

g clip-path="url(#clip0_868_265)">