શું છે પુતિનની Sarmat મિસાઈલ જે રશિયાના દુશ્મનોને વિચારવા પર કરી દેશે મજબૂર? જાણો કેમ છે આટલી ખાસ

Sarmat Intercontinental Ballistic Missile: સરમત ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઈલનું સફળ પરીક્ષણ રશિયાના સંરક્ષણ માટે એક મોટી અને મહત્વપૂર્ણ ઘટના માનવામાં આવે છે. આ પરીક્ષણ બાદ રાષ્ટ્રપતિ પુતિને મિસાઈલની પ્રશંસા કરી હતી

શું છે પુતિનની Sarmat મિસાઈલ જે રશિયાના દુશ્મનોને વિચારવા પર કરી દેશે મજબૂર? જાણો કેમ છે આટલી ખાસ
Sarmat Intercontinental Ballistic MissileImage Credit source: AFP
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 21, 2022 | 10:55 AM

રશિયા અને યુક્રેન (russia-ukraine war) વચ્ચે લગભગ બે મહિનાથી ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને બુધવારે કહ્યું કે રશિયાએ સરમત ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલનું (Sarmat Intercontinental Ballistic Missile) સફળ પરીક્ષણ કર્યું છે. તે વિશ્વની સૌથી શક્તિશાળી મિસાઈલ છે, જેના વિશે કહેવામાં આવે છે કે તે કોઈપણ મિસાઈલ ડિફેન્સને ભેદવામાં સક્ષમ છે. તેને બોલચાલની ભાષામાં સતન (satan) તરીકે પણ ઓળખવામાં આવે છે.

સરમત ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઈલનું સફળ પરીક્ષણ રશિયાના સંરક્ષણ માટે એક મોટી અને મહત્વપૂર્ણ ઘટના માનવામાં આવે છે. આ પરીક્ષણ બાદ રાષ્ટ્રપતિ પુતિને મિસાઈલની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે રશિયાના દુશ્મનો તેના વિશે બે વાર વિચારશે. સરમત ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઈલ વિશે શું ખાસ છે અને પુતિન શા માટે તેના વખાણ કરી રહ્યા છે તે વિશે તમારે કંઈક જાણવાની જરૂર છે.

  1. સંરક્ષણ મંત્રાલયે માહિતી આપતાં કહ્યું કે સરમત ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઈલને પ્લેસેટ્સક કોસ્મોડ્રોમથી છોડવામાં આવી હતી, જે રાજધાની મોસ્કોથી લગભગ 800 કિમી ઉત્તરીય અર્ખાંગેલ્સ્ક ક્ષેત્રમાં (northern Arkhangelsk region) સ્થિત છે.
  2. પ્રથમ પરીક્ષણ પ્રક્ષેપણમાં મિસાઈલે રશિયાના પૂર્વમાં લગભગ 6,000 કિમી દુર (3,700 માઈલ) કામચાટકા દ્વીપકલ્પમાં (Kamchatka peninsula) લક્ષ્ય પર પ્રહાર કર્યો.
  3. હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
    કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
    ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
    હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
    ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
    રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
  4. માનવામાં આવે છે કે આ મિસાઈલનું વજન 200 ટનથી વધુ છે અને તે 10થી વધુ શસ્ત્રો લઈ જવા માટે સક્ષમ છે.
  5. રશિયન મીડિયા અનુસાર સરમત ત્રણ તબક્કાની પ્રવાહી-ઈંધણવાળી મિસાઈલ (liquid-fueled missile) છે, જેની રેન્જ 18,000 કિમી છે અને તેનું વજન 208.1 મેટ્રિક ટન છે. આ મિસાઈલ 35.3 મીટર લાંબી અને 3 મીટર વ્યાસની છે.
  6. મિસાઈલ વિશે માનવામાં આવે છે તે જે 10 મોટા શસ્ત્રો ઉપરાંત 16 નાના શસ્ત્રોને લઈ જઈ શકે છે . જે કાઉન્ટરમેઝર્સ અથવા હાઈપરસોનિક બુસ્ટ-ગ્લાઈડ વાહનોનું સંયોજન છે.
  7. ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઈલ ઘણા વર્ષોથી વિકસાવવામાં આવી રહી હતી અને પશ્ચિમી દેશો માટે આ પરીક્ષણ અણધાર્યું નથી.
  8. પેન્ટાગોને જણાવ્યું હતું કે પરીક્ષણો નિયમિત છે અને તેનાથી યુએસ અને તેના સહયોગી દેશો માટે કોઈ ખતરો નથી. યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટે કહ્યું કે મોસ્કોએ સરમતનું પરીક્ષણ શરૂ કરતા પહેલા યુએસને યોગ્ય રીતે જાણ કરી હતી. જ્યારે યુ.એસ.એ રશિયા સાથે વધતા તણાવને ટાળવા માટે 2 માર્ચના રોજ તેનું Minuteman III ICBM પરીક્ષણ મુલતવી રાખ્યું હતું.
  9. સ્થાનિક મીડિયાના અહેવાલ કહેવામાં આવ્યું કે એકવાર પરીક્ષણો પૂર્ણ થયા પછી રશિયાના પરમાણુ દળો “આ વર્ષની પાનખર ઋતુમાં” નવી મિસાઈલની ડિલિવરી લેવાનું શરૂ કરશે.

આ પણ વાંચો:  અક્ષર પટેલે કુલદીપ યાદવ કરતા સારી બોલિંગ કરી, સિક્સર ફટકારનારને આઉટ કર્યો, છતા શા માટે ના બન્યો પ્લેયર ઓફ ધ મેચ ?

આ પણ વાંચો: વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રમાં કડાકા-ભડાકા સાથે વરસાદ, જાણો રાજ્યના ક્યા વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">