ગાઝા-લેબનોનની હાલત જોઈ ઈરાનની નીકળી ગઈ હવા, ઈઝરાયેલ સાથે નહીં કરે યુદ્ધ

23 સપ્ટેમ્બરે લેબનોનમાં હિઝબુલ્લાહના 1600 ઠેકાણાઓ પર ઈઝરાયેલે હવાઈ હુમલા કર્યા હતા. આ હુમલામાં અત્યાર સુધીમાં 492 લોકોના મોત થયા છે અને 1600થી વધુ લોકો ઘાયલ થયા છે. ત્યારે ઈઝરાયેલ દ્વારા લેબનોન પર સતત કરવામાં આવી રહેલા હુમલાઓના કારણે ઇરાનના સૂર હવે બદલાયા છે.

ગાઝા-લેબનોનની હાલત જોઈ ઈરાનની નીકળી ગઈ હવા, ઈઝરાયેલ સાથે નહીં કરે યુદ્ધ
Iran
Follow Us:
| Updated on: Sep 24, 2024 | 7:50 PM

ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સે 23 સપ્ટેમ્બરે લેબનોનમાં હિઝબુલ્લાહના 1600 ઠેકાણાઓને નિશાન બનાવીને હવાઈ હુમલા કર્યા હતા. ઈઝરાયેલ દ્વારા 10 હજાર રોકેટને નષ્ટ કરવાનો દાવો કરવામાં આવ્યો છે. તો લેબનોનના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે આ હુમલામાં અત્યાર સુધીમાં 492 લોકોના મોત થયા છે અને 1600થી વધુ લોકો ઘાયલ થયા છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, 2006માં ઇઝરાયેલ-લેબનોન યુદ્ધ બાદ લેબનોન પર આ સૌથી મોટો હુમલો છે. 2006માં એક મહિના સુધી ચાલેલી લડાઈમાં 1,000 લેબનીઝ લોકો માર્યા ગયા હતા. હાલમાં લેબનોનમાં 25 સપ્ટેમ્બર બુધવાર સુધી શાળાઓ અને કોલેજો બંધ રાખવામાં આવી છે. લોકોને સલામત સ્થળે મોકલવામાં આવ્યા છે.

આ પહેલા 17 અને 18 સપ્ટેમ્બરના રોજ લેબનોનમાં હજારો પેજર્સ અને વોકી-ટોકી બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા, એવું માનવામાં આવે છે કે આ વિસ્ફોટો દ્વારા ઇઝરાયેલે હિઝબુલ્લાહની સમગ્ર સંચાર વ્યવસ્થાને નિશાન બનાવી છે. હવે જો આપણે આ સમગ્ર ઘટના પર નજર કરીએ તો, આ બધી ઘટનાઓ હિઝબુલ્લાહને નબળી પાડે છે. લેબનોન બોર્ડર પર હજારો ઇઝરાયલી સૈનિકો પહેલેથી જ તૈનાત છે, જેના કારણે લેબનોનમાં ઇઝરાયેલના ગ્રાઉન્ડ એટેકનો ભય વધી રહ્યો છે.

લગ્નના 3 વર્ષ બાદ અભિનેત્રીએ જોડિયા બાળકોને જન્મ આપ્યો , જુઓ ફોટો
Coconut Water benifits : શિયાળામાં નારિયેળ પાણી પીવાના છે અઢળક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 03-12-2024
કયા વિટામિનની ઉણપથી શ્વાસમાં આવે છે દુર્ગંધ ? જાણો
રાતે સૂતા પહેલા ચહેરા પર લગાવો આ વસ્તુ, શિયાળામાં પણ ચમકવા લાગશે ત્વચા
અંબાણી પરિવારની નાની વહુ 23 હજારનુ જીન્સ પહેરી પતિ સંગ ડિનર પર ગઈ

ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સ (IDF)નો દાવો છે કે હિઝબુલ્લાહે દક્ષિણ લેબનોનના ઘરોમાં મિસાઈલો છુપાવી છે, જે લગભગ એક વર્ષથી ઈઝરાયેલ પર છોડવામાં આવી રહી છે.

યુએન ચીફ એન્ટોનિયો ગુટેરેસે કહ્યું છે કે તેઓ નથી ઈચ્છતા કે લેબનોન બીજું ગાઝા બને. બીજી તરફ લેબનોન તરફથી વળતા હુમલાની આશંકા વચ્ચે ઈઝરાયેલમાં એક સપ્તાહની ઈમરજન્સી લાદવામાં આવી છે. સંરક્ષણ પ્રધાન યોવ ગાલાંટના આદેશ પર કેબિનેટ પ્રધાનોએ કટોકટીનો નિર્ણય લેવા માટે ફોન દ્વારા પોતાનો મત આપ્યો હતો.

ઈઝરાયેલના હુમલા બાદ નેતન્યાહુએ લેબેનોનના લોકોને તેમના મિશનમાં દખલ ન કરવા જણાવ્યું છે. ઇઝરાયેલ હિઝબુલ્લાહ સાથે લડી રહ્યું છે. સામાન્ય જનતા સાથે કોઈ દુશ્મની નથી.

ઈઝરાયેલે પહેલા મેસેજ મોકલ્યો, પછી હુમલો કર્યો

ઈઝરાયેલની સેનાએ હુમલો કરતા પહેલા હિઝબુલ્લાના ઠેકાણાઓ પાસે રહેતા લોકોના ઘરો પર લેટર ફેંકીને તાત્કાલિક ઘર છોડી દેવાની ચેતવણી આપી હતી. આ ઉપરાંત IDFના પ્રવક્તા રિયર એડમિરલ ડેનિયલ હગારીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો જાહેર કર્યો છે. હગારીએ લેબનીઝ નાગરિકોને જોખમી વિસ્તારથી દૂર ખસી જવા કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ઈઝરાયેલી સેના હિઝબુલ્લાહ સામે વધુ ઘાતક હુમલાઓ કરવા જઈ રહી છે. હિઝબુલ્લાએ ઘરો અને ઈમારતોમાં શસ્ત્રોનો સંગ્રહ કર્યો છે. જો તમે એવી ઈમારતમાં રહો છો જ્યાં શસ્ત્રો છે, તો તેને જલદીથી છોડી દો. આ મેસેજ લેબનોનના તમામ નેટવર્ક અને પ્લેટફોર્મ પર અરબીમાં મોકલવામાં આવી રહ્યો છે.

રેડિયો સ્ટેશન હેક, ઘર છોડવા માટે કહેવામાં આવ્યું

મીડિયા રિપોર્ટ અનુસાર, લેબનીઝ રેડિયો સ્ટેશન હેક કરવામાં આવ્યું હતું. આ પછી સાઉથ લેબનોનથી લોકોને સુરક્ષિત સ્થાનો પર જવા માટે કહેવામાં આવ્યું હતું. આ સિવાય બેરૂત સહિત ઘણા વિસ્તારોના લોકોને લેન્ડલાઈન કોલ મેસેજ દ્વારા ચેતવણી આપવામાં આવી હતી. જેમાં હવાઈ હુમલાથી બચવા માટે ઈમારતોને ખાલી કરવાનું કહેવામાં આવ્યું હતું. થોડા કલાકો પછી ઇઝરાયેલી સેનાએ હવાઈ હુમલાઓ વડે લેબનોનના દક્ષિણ અને ઉત્તર-પૂર્વીય વિસ્તારોમાં હિઝબુલ્લાહના સ્થાનોને નિશાન બનાવ્યા હતા.

આઈડીએફએ હિઝબુલ્લાહ કમાન્ડરના ઠેકાણા પર હુમલો કર્યો

આઈડીએફએ લેબેનોનમાં હિઝબુલ્લાહના કમાન્ડર અલી કરાકીના ઠેકાણા પર પણ હુમલો કર્યો છે. કરાકી દક્ષિણ લેબનોન વિસ્તારનો કમાન્ડર છે. આ હુમલામાં તેનું મોત થયું છે કે નહીં તેની પુષ્ટિ થઈ નથી. અલી કરાકી હિઝબુલ્લાના ચીફ નસરુલ્લાહ પછી બીજા નેતા હોવાનું કહેવાય છે. IDF પહેલા જ હિઝબુલ્લાહના 2 ટોચના નેતાઓને મારી ચૂક્યું છે. ટોપ કમાન્ડર ઈબ્રાહિમ અકીલ શુક્રવારે એર સ્ટ્રાઈકમાં માર્યો ગયો હતો. હિઝબુલ્લાહનો મુખ્ય કમાન્ડર ફુઆદ શુકર પણ ઓગસ્ટમાં માર્યો ગયો હતો.

ઈઝરાયેલ રહેણાંક વિસ્તારોને કેમ નિશાન બનાવી રહ્યું છે, ઈઝરાયેલની સેનાનું કહેવું છે કે હિઝબુલ્લાએ લોકોના એપાર્ટમેન્ટમાં મિસાઈલ લોન્ચર છુપાવ્યા છે. ત્યાંથી તેઓ ઈઝરાયેલ પર હુમલો કરે છે. ઈઝરાયેલ આ ઈમારતોને નષ્ટ કરવા માંગે છે. તેથી ઈઝરાયેલે અહીં રહેતા સામાન્ય લોકોને તેમના ઘર છોડવા માટે કહ્યું છે.

લેબનોનની હાલત જોઈ ડરી ગયું ઈરાન

ગાઝામાં જેમ હમાસને ઈરાન સમર્થન આપી રહ્યું હતું, તેમ અત્યાર સુધી હિઝબુલ્લાહને પણ ઈરાન સમર્થન આપી રહ્યું હતું, જોકે, ત્યાંના રાષ્ટ્રપતિ બદલાયા બાદ અને લેબનોનની હાલત જોયા બાદ ઈરાનના સૂર બદલાયા છે અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયાને કહ્યું છે કે જો ઈઝરાયેલ તેના હથિયારો સાઈડમાં રાખવા તૈયાર છે, તો ઈરાન પણ આવું કરવા તૈયાર છે. એટલે કે જો ઈઝરાયેલ જ્યાં સુધી હુમલો નહીં, કરે ત્યાં સુધી અમે સામેથી હુમલો નહીં કરીએ. ઈરાનના રાષ્ટ્રપતિએ નિવેદન આપ્યું હતું કે ઈરાન શાંતિથી જીવવા માંગે છે, અમે યુદ્ધ નથી ઈચ્છતા.

ફ્રાન્સે યુએનએસસીની ઈમરજન્સી બેઠક બોલાવવા વિનંતી કરી

ફ્રાન્સના વિદેશ મંત્રી જીન-નોએલ બેરોટે લેબનોનમાં ઈઝરાયેલના હુમલા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. સોમવારે બેરોટે યુએન જનરલ એસેમ્બલીને જણાવ્યું હતું કે ફ્રાન્સે લેબનોનમાં હુમલાઓને સંબોધવા માટે યુએન સુરક્ષા પરિષદની તાકીદની બેઠક બોલાવવાની વિનંતી કરી હતી. બેરોટે ડિ-એસ્કેલેશન અને સમગ્ર પ્રદેશમાં હુમલાઓ અટકાવવા આહ્વાન કર્યું હતું.

તો યુએન જનરલ એસેમ્બલીમાં લેબનોનના પ્રતિનિધિએ ઇઝરાયેલના હુમલાનો મુદ્દો ઉઠાવ્યો હતો. લેબનીઝ સંસદ સભ્ય બાહિયા અલ હરીરીએ સોમવારે લેબનીઝ પીએમ નજીબ મિકાતી વતી ન્યૂયોર્કમાં યુએનને સંબોધિત કર્યું. તેમણે કહ્યું કે આ હુમલાથી લેબનોનની અર્થવ્યવસ્થાને નુકસાન થયું છે અને અમારી સામાજિક વ્યવસ્થા માટે ખતરો ઉભો કર્યો છે.

શું લેબનોન બની જશે ગાઝા ?

23 સપ્ટેમ્બરની સવારે ઇઝરાયેલે હિઝબુલ્લાહના તમામ મિસાઇલ પ્રક્ષેપણ સ્થળોને નષ્ટ કરી દીધા જ્યાંથી તે હુમલા કરવા જઇ રહ્યું હતું. આ સિવાય ઇઝરાયેલ દક્ષિણ લેબેનોનમાં હિઝબુલ્લાહને નબળું પાડવા અને ત્યાં સંરક્ષણ રેખા બનાવવાની યોજના બનાવી રહ્યું છે. આ ઉપરાંત લોકોને અલગ વિસ્તારમાં સ્થાયી કરી ત્યાં હિઝબુલ્લાહનું નિયંત્રણ સંપૂર્ણપણે સમાપ્ત કરવા અને ઉત્તરીય સરહદ પર યહૂદી વસાહત ફરીથી સ્થાપિત કરવા પ્રયાસ કરી રહ્યું છે.

જો આ સ્તરે ઇઝરાયેલના હુમલાઓની તીવ્રતા ચાલુ રહેશે તો મધ્ય પૂર્વમાં ઓલ આઉટ યુદ્ધની પ્રબળ શક્યતા છે. આ દરમિયાન યુનાઈટેડ નેશન્સે પણ આશંકા વ્યક્ત કરી છે કે આ યુદ્ધ જે દિશામાં જઈ રહ્યું છે તે પરથી લાગી રહ્યું છે કે લેબનોન ગાઝા બનવા તરફ આગળ વધી રહ્યું છે.

રાજ્યની 40,000 પ્રિ-સ્કૂલના સંચાલકો હડતાળ પર, પાળ્યો રાજ્યવ્યાપી બંધ
રાજ્યની 40,000 પ્રિ-સ્કૂલના સંચાલકો હડતાળ પર, પાળ્યો રાજ્યવ્યાપી બંધ
ખારીકટ કેનાલમાં ઠલવાતા પ્રદૂષિત પાણીથી ખેડાના ખેડૂતોને પારાવાર નુકસાની
ખારીકટ કેનાલમાં ઠલવાતા પ્રદૂષિત પાણીથી ખેડાના ખેડૂતોને પારાવાર નુકસાની
અમદાવાદની વીએસ હોસ્પિટલમાં દર્દીઓની દુર્દશા, નથી મળતી યોગ્ય સારવાર
અમદાવાદની વીએસ હોસ્પિટલમાં દર્દીઓની દુર્દશા, નથી મળતી યોગ્ય સારવાર
IPL ઓક્શનમાં કોઈએ ન ખરીદ્યો, હવે બે સદી ફટકારી આપ્યો જડબાતોડ જવાબ
IPL ઓક્શનમાં કોઈએ ન ખરીદ્યો, હવે બે સદી ફટકારી આપ્યો જડબાતોડ જવાબ
રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ શક્તિસિંહે ઉઠાવ્યો ખ્યાતિકાંડનો મુદ્દો
રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ શક્તિસિંહે ઉઠાવ્યો ખ્યાતિકાંડનો મુદ્દો
લાંભા વોર્ડમાં દૂષિત પાણી આવતા કમોડ ગામના સ્થાનિકોમાં ભારે રોષ- Video
લાંભા વોર્ડમાં દૂષિત પાણી આવતા કમોડ ગામના સ્થાનિકોમાં ભારે રોષ- Video
ઊર્મિ સ્કૂલમાં ક્રિકેટ રમવાની વાતે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી
ઊર્મિ સ્કૂલમાં ક્રિકેટ રમવાની વાતે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી
ઓલપાડના કિમ ગામે પતંગની દોરી આવી જતા યુવકનું મોત
ઓલપાડના કિમ ગામે પતંગની દોરી આવી જતા યુવકનું મોત
અંલેશ્વર GIDCની ડેટોક્સ ઈન્ડીયા કંપનીમાં બ્લાસ્ટ, 4 લોકોના મોત
અંલેશ્વર GIDCની ડેટોક્સ ઈન્ડીયા કંપનીમાં બ્લાસ્ટ, 4 લોકોના મોત
ભરૂચમાં પિતા - પુત્રએ લાખો રુપિયાની જમીન નકલી દસ્તાવેજો બનાવી વેચી
ભરૂચમાં પિતા - પુત્રએ લાખો રુપિયાની જમીન નકલી દસ્તાવેજો બનાવી વેચી
g clip-path="url(#clip0_868_265)">