AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ધમકીઓ વચ્ચે શાંતિની આશા જીવંત ! ઈરાને ભારત દ્વારા અમેરિકાને મોકલ્યો શાંતિનો પ્રસ્તાવ, અમેરિકા સાથે ફરી મંત્રણાના સંકેત

ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલો વિવાદ હવે વધુ ગંભીર વળાંક લઈ રહ્યો છે. ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે, ઈરાન સાથેનો યુદ્ધવિરામ ગમે ત્યારે પૂરો થઈ શકે છે. નેતન્યાહુએ બીજા વિશ્વયુદ્ધના ભયાનક ઈતિહાસનો ઉલ્લેખ કરીને જણાવ્યું છે કે, જો ઈઝરાયેલ સૈન્ય કાર્યવાહી નહીં કરે, તો ઈરાન મોટું જોખમ ઊભું કરી શકે છે.

Breaking News: ધમકીઓ વચ્ચે શાંતિની આશા જીવંત ! ઈરાને ભારત દ્વારા અમેરિકાને મોકલ્યો શાંતિનો પ્રસ્તાવ, અમેરિકા સાથે ફરી મંત્રણાના સંકેત
| Updated on: Apr 13, 2026 | 7:06 PM
Share

ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુએ મોટી ચેતવણી આપી છે. નેતન્યાહુએ જણાવ્યું છે કે, ઈરાન સાથેનો સીઝફાયર (યુદ્ધવિરામ) ટૂંક સમયમાં જ ખતમ થઈ શકે છે. તેમણે કહ્યું કે, જો અમે સૈન્ય કાર્યવાહી ન કરી હોત, તો નતાન્ઝ, ફોર્ડો અને બુશહર જેવા સ્થળોને ઓશવિટ્ઝ, માઝદા નેક અને સોબીબોરની જેમ યાદ કરવામાં આવ્યા હોત.

ઈરાને નિયમોનું ઉલ્લંઘન કર્યું

પીએમ નેતન્યાહુએ કહ્યું કે, ઈઝરાયેલ અત્યારે પોતાની શક્તિના શિખરે છે. તેમણે ઉમેર્યું કે, “ઈરાને નિયમોનું ઉલ્લંઘન કર્યું હોવાથી ટ્રમ્પે નાકાબંધી અને નૌકાદળ ઘેરાબંધી લાદવાનો નિર્ણય કર્યો છે. જો કે, અમે ચોક્કસપણે આ મજબૂત વલણનું સમર્થન કરીએ છીએ.”

નેતન્યાહુ અને વેન્સ વચ્ચે વાતચીત

ઈઝરાયેલના વડાપ્રધાને જણાવ્યું કે, તેમણે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ સાથે વાત કરી છે, જેમણે મુસાફરીથી પરત ફરતી વખતે પોતાના વિમાનમાંથી ફોન કર્યો હતો. નેતન્યાહુએ કહ્યું, ”તેમણે મને વાતચીતમાં થઈ રહેલી ઘટનાઓ વિશે વિગતવાર માહિતી આપી. તેમણે મને જણાવ્યું કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને યુનાઈટેડ સ્ટેટ્સ માટે મુખ્ય મુદ્દો તમામ સંવર્ધિત સામગ્રીને હટાવવાનો તેમજ એ સુનિશ્ચિત કરવાનો છે કે, આગામી વર્ષો કે દાયકાઓ સુધી ઈરાનમાં કોઈ સંવર્ધન ન થાય.”

ઓશવિટ્ઝ, માઝદા નેક અને સોબીબોર વિશે જાણો

માઝદા નેક, સોબીબોર અને ઓશવિટ્ઝ યુરોપમાં નાઝીઓ દ્વારા સ્થાપિત કરવામાં આવેલા યાતના કેન્દ્રો હતા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન નાઝી જર્મની દ્વારા પોલેન્ડમાં સ્થાપિત આ કુખ્યાત મૃત્યુ શિબિરો હતા. અહીં લાખો યહૂદીઓ અને અન્ય લોકોની સુનિયોજિત હત્યા કરવામાં આવી હતી. સોબીબોર મુખ્યત્વે ગેસ ચેમ્બર દ્વારા હત્યા કરવા માટે બનાવવામાં આવ્યું હતું, જ્યારે માઝદા નેક શ્રમ અને મૃત્યુ શિબિર બંને હતું. ઈઝરાયેલના પીએમએ પોતાની વાતમાં આ કેન્દ્રોનો ઉલ્લેખ કર્યો હતો.

વાતચીત માટે તૈયાર છે ‘ઈરાન’

આ દરમિયાન ભારતમાં ઈરાનના રાજદૂત મોહમ્મદ ફથાલીએ કહ્યું છે કે, જો અમેરિકા કોઈ ગેરકાયદેસર માંગણી ન કરે અને તેહરાનની શરતો માને, તો ઈરાન અમેરિકા સાથે શાંતિ વાર્તાના વધુ એક રાઉન્ડ માટે તૈયાર છે. ફથાલીનું આ નિવેદન ઈસ્લામાબાદમાં ઈરાન અને અમેરિકા વચ્ચે થયેલી વાતચીતના એક દિવસ બાદ આવ્યું છે. ઈસ્લામાબાદમાં થયેલી આ વાર્તા કોઈ નક્કર પરિણામ વગર પૂરી થઈ હતી. પશ્ચિમ એશિયા સંકટ અંગે વાત કરતા દૂતએ કહ્યું કે, આ ક્ષેત્રમાં ઈરાન અને ભારતનું ભવિષ્ય એકબીજા સાથે જોડાયેલું છે.

Breaking News: ચીનનો ખતરનાક ઈરાદો… PoK સરહદ પાસે ડ્રેગને તો એવું શું કર્યું કે, દુનિયા આખી ચોંકી ઊઠી?

Follow Us
કોંગ્રેસની એક ભૂલથી ગણદેવીમાં ભાજપનું કમળ ખીલ્યું
કોંગ્રેસની એક ભૂલથી ગણદેવીમાં ભાજપનું કમળ ખીલ્યું
ખુશખબર... કેસર કેરીના રસિયાઓ માટે; ટૂંક સમયમાં શરૂ થશે હરાજી
ખુશખબર... કેસર કેરીના રસિયાઓ માટે; ટૂંક સમયમાં શરૂ થશે હરાજી
'વિસનગરમાં વિકાસના નામે માત્ર મીંડું', BJPના કાર્યકર્તાએ સ્વીકાર્યું
'વિસનગરમાં વિકાસના નામે માત્ર મીંડું', BJPના કાર્યકર્તાએ સ્વીકાર્યું
ગોતામાં ખાડામાં ખાબકી AMTS; ચૂંટણી ટાણે તંત્રની પોલ ખુલી
ગોતામાં ખાડામાં ખાબકી AMTS; ચૂંટણી ટાણે તંત્રની પોલ ખુલી
સુરતમાં વિકાસના ફળથી વંચિત મતદારોએ ચૂંટણી બહિષ્કારની કરી જાહેરાત
સુરતમાં વિકાસના ફળથી વંચિત મતદારોએ ચૂંટણી બહિષ્કારની કરી જાહેરાત
સુરતમાં પ્રસાદના નામે આખા પરિવારને ખતમ કરવાનો પ્રયાસ
સુરતમાં પ્રસાદના નામે આખા પરિવારને ખતમ કરવાનો પ્રયાસ
છેલ્લી ઘડીએ ઉમેદવાર બદલી નાંખ્યા, જુઓ વીડિયો
છેલ્લી ઘડીએ ઉમેદવાર બદલી નાંખ્યા, જુઓ વીડિયો
અમરેલી ચૂંટણીમાં ઝેરી રાજનીતિ! નિવેદને મચાવ્યો ખળભળાટ, કોણ છે ટાર્ગેટ?
અમરેલી ચૂંટણીમાં ઝેરી રાજનીતિ! નિવેદને મચાવ્યો ખળભળાટ, કોણ છે ટાર્ગેટ?
Breaking News: વાપીમાં દુર્ઘટના, લિફ્ટના સાફટમાં પટકાતા વૃદ્ધનું મોત
Breaking News: વાપીમાં દુર્ઘટના, લિફ્ટના સાફટમાં પટકાતા વૃદ્ધનું મોત
Breaking News : ટ્રકની અડફેટે 7 પદયાત્રીના ઘટના સ્થળે મોત
Breaking News : ટ્રકની અડફેટે 7 પદયાત્રીના ઘટના સ્થળે મોત
g clip-path="url(#clip0_868_265)">