Breaking News: હોર્મુઝની ખાડીમાં મોતનું તાંડવ નક્કી ! ટ્રમ્પના નાકાબંધીના નિર્ણયથી ઈરાન પાગલ થયું, મચશે હાહાકાર
અમેરિકા-ઈરાન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી શાંતિ વાર્તા કોઈપણ પરિણામ વગર પૂરી થતા હવે પરિસ્થિતિ ગંભીર બની છે. ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝની ખાડીમાં નાકાબંધી કરવાનો આદેશ આપ્યો છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય જળસીમામાં તણાવ વધી ગયો છે.

અમેરિકા અને ઈરાન વચ્ચેની શાંતિ વાર્તા નિષ્ફળ ગયા બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ (Strait of Hormuz) પર નાકાબંધી કરવાનો નિર્ણય લીધો છે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે (CENTCOM) સોમવારે સવારે 10 વાગ્યાથી (ET) ઈરાની બંદરોની નાકાબંધી શરૂ કરવાનો સમય નક્કી કર્યો છે. ટ્રમ્પે આ પગલાને “હોર્મુઝને મુક્ત કરાવવા” તરીકે ઓળખાવ્યું છે. અમેરિકાના આ નિર્ણય પર ઈરાને વળતો જવાબ આપ્યો છે.
The spokesperson for Khatam al-Anbiya Central Headquarters said security in the Persian Gulf and Gulf of Oman must be collective, warning that threats to Iranian ports would have wider regional consequences.
He warned that if the security of Iranian ports is threatened, no port… pic.twitter.com/3taxRljcLe
— Mehr News Agency (@MehrnewsCom) April 13, 2026
ઈરાને શું કહ્યું?
ઈરાને ચેતવણી આપી છે કે, જો અમેરિકા હોર્મુઝની ખાડીમાં તેની નાકાબંધીની યોજના સાથે આગળ વધશે, તો “ખાડીનું એક પણ બંદર સુરક્ષિત રહેશે નહીં.” ઈરાની સૈન્ય અધિકારીઓએ એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે, તેઓ પોતાની દરિયાઈ સરહદો અને વ્યાપારી હિતોની રક્ષા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે. ઈરાનનું કહેવું છે કે, જો તેને તેલની નિકાસ કરતા અટકાવવામાં આવશે, તો તે ખાડીના અન્ય દેશોના બંદરો અને ત્યાં આવેલા અમેરિકી ઠેકાણાઓને નિશાન બનાવશે.
ટ્રમ્પે દુનિયાને શું કહ્યું?
ટ્રમ્પે કહ્યું છે કે, અમેરિકી સેના આંતરરાષ્ટ્રીય જળસીમામાં એવા કોઈપણ જહાજને રોકશે, જે ઈરાનને ‘ટોલ’ (ટેક્સ) ચૂકવતા ઝડપાશે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર લખ્યું, “જે કોઈ પણ ગેરકાયદે ટોલ ચૂકવશે, તેને ખુલ્લા સમુદ્રમાં સુરક્ષિત મુસાફરી કરવા દેવામાં આવશે નહીં.” તેમણે ચેતવણી આપતા ઉમેર્યું કે, “કોઈપણ ઈરાની જે અમારા પર અથવા શાંતિપૂર્ણ જહાજો પર ગોળીબાર કરશે, તેને નરકમાં મોકલી દેવામાં આવશે!” તેમણે એમ પણ જણાવ્યું કે, અમેરિકી નૌસેના હોર્મુઝની ખાડીમાં ઈરાન દ્વારા બિછાવવામાં આવેલી સુરંગો (Mines) સાફ કરવાનું શરૂ કરી દેશે.
