AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ચીનનો ખતરનાક ઈરાદો… PoK સરહદ પાસે ડ્રેગને તો એવું શું કર્યું કે, દુનિયા આખી ચોંકી ઊઠી?

સરહદના નકશા પર રાતોરાત કંઈક એવું બદલાયું છે કે, જેણે આખી દુનિયાની ઊંઘ ઉડાવી દીધી છે. PoK અને અફઘાનિસ્તાનની સરહદ પાસે ચીને એક એવી ગુપ્ત ચાલ ચાલી છે કે, જેની કોઈને કલ્પના પણ નહોતી.

Breaking News: ચીનનો ખતરનાક ઈરાદો... PoK સરહદ પાસે ડ્રેગને તો એવું શું કર્યું કે, દુનિયા આખી ચોંકી ઊઠી?
| Updated on: Apr 12, 2026 | 8:37 PM
Share

ચીનથી અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ચીને તેના અશાંત શિંજિયાંગ (Xinjiang) પ્રાંતમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) અને અફઘાનિસ્તાન સરહદ પાસે એક નવો કાઉન્ટી (જિલ્લો) સ્થાપિત કર્યો છે, જેને સુરક્ષા વધારવાના પગલા તરીકે જોવામાં આવી રહ્યો છે. આ નવા કાઉન્ટીનું નામ ‘સેનલિંગ’ (Cenling) રાખવામાં આવ્યું છે અને તે કારાકોરમ (Karakoram) પર્વતમાળા પાસે સ્થિત છે, જે ‘PoK’ અને ‘અફઘાનિસ્તાન’ સરહદની અત્યંત નજીક છે.

વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વનું

વાખાન કોરિડોર (Wakhan Corridor) ને કારણે, આ વિસ્તાર ચીન માટે વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. છેલ્લા એક વર્ષથી થોડા વધુ સમયમાં શિંજિયાંગમાં બનાવવામાં આવેલો આ ત્રીજો નવો કાઉન્ટી છે.

ભારતે વ્યક્ત કર્યો હતો ‘વાંધો’

ભારતે અગાઉ પણ ચીનના આવા પગલાઓ સામે વાંધો ઉઠાવ્યો હતો, ખાસ કરીને ‘હિઆન’ (Hean) અને ‘હેકાંગ’ (Hekang) કાઉન્ટીને લઈને, જેનો કેટલોક હિસ્સો ભારતના લદ્દાખ ક્ષેત્રમાં હોવાનું જણાવાયું હતું. હિઆન કાઉન્ટીમાં અક્સાઈ ચીનનો મોટો હિસ્સો સામેલ હોવાનું કહેવાય છે, જે વર્ષ 1962ના યુદ્ધ પછી ચીનના કબજામાં છે.

26 માર્ચે થઈ હતી સેનલિંગ કાઉન્ટીની રચના

સેનલિંગ કાઉન્ટીની રચનાની જાહેરાત 26 માર્ચે કરવામાં આવી હતી. જો કે, તેની સરહદો અને વહીવટી વિગતો હજુ સંપૂર્ણ સ્પષ્ટ કરવામાં આવી નથી. આ કાઉન્ટી કાશગર (Kashgar) પ્રાંત હેઠળ વહીવટી રીતે સંચાલિત થશે. કાશગર એક ઐતિહાસિક શહેર છે, જે પ્રાચીન સિલ્ક રોડનું મહત્વનું કેન્દ્ર રહ્યું છે અને તે દક્ષિણ તેમજ મધ્ય એશિયાને જોડે છે.

સીમા સુરક્ષા અને નિયંત્રણ મજબૂત કરવાની વ્યૂહરચના

આ એ જ વિસ્તાર છે, જ્યાંથી ચાઇના-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર (CPEC) શરૂ થાય છે, જે PoK માંથી પસાર થાય છે અને ભારત તેનો વિરોધ કરતું રહ્યું છે. નિષ્ણાતોનું કહેવું છે કે, આ પગલું ચીનની સીમા સુરક્ષા અને નિયંત્રણ મજબૂત કરવાની વ્યૂહરચનાનો એક ભાગ છે. ફુદાન યુનિવર્સિટીના પ્રોફેસર લિન મિનવાંગે જણાવ્યું હતું કે, આ પગલું આ ક્ષેત્રના વ્યૂહાત્મક મહત્વને દર્શાવે છે. તેમણે કહ્યું કે, ચીન હવે તેના સરહદી વિસ્તારો પર વધુ ધ્યાન આપી રહ્યું છે.

અફઘાનિસ્તાન સાથે શું કનેક્શન?

તેમણે એમ પણ જણાવ્યું કે, આ વિસ્તાર અફઘાનિસ્તાનના વાખાન કોરિડોર સાથે જોડાયેલો છે, જે 74 કિલોમીટરનો સાંકડો વિસ્તાર છે. આ વિસ્તાર તાજિકિસ્તાન અને PoK ને અલગ કરે છે અને સુરક્ષાની દૃષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. નિષ્ણાતોના મતે ચીનને ચિંતા છે કે, ઉઇઘર (Uyghur) આતંકવાદીઓ આ રસ્તેથી શિંજિયાંગમાં પ્રવેશી શકે છે.

સ્ટિમસન સેન્ટરના યુન સને જણાવ્યું હતું કે, આ પગલું સ્થાનિક સ્તરે શાસન અને નિયંત્રણ મજબૂત કરવા માટે છે. તેમણે કહ્યું કે, આ વિસ્તાર પરંપરાગત રીતે અસ્થિર રહ્યો છે અને અહીં વિદેશી આતંકવાદીઓની ઘૂસણખોરીનો ખતરો રહે છે.

Breaking News: અમેરિકી વિમાનોના આકાશમાં જ ચિથરા ઉડશે, ચીનની એન્ટ્રીએ ઈરાનને આપ્યો ‘બુસ્ટર ડોઝ’

Follow Us
ઓનલાઈન વસતી ગણતરી શરૂ, હર્ષ સંઘવીની ખાસ અપીલ
ઓનલાઈન વસતી ગણતરી શરૂ, હર્ષ સંઘવીની ખાસ અપીલ
પેટ્રોલ ડીઝલના ભાવ વધતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો
પેટ્રોલ ડીઝલના ભાવ વધતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો
પંટ્રોલ પંપ પર જથ્થો ખૂટ્યો હોવાની ચર્ચા, જુઓ વીડિયો
પંટ્રોલ પંપ પર જથ્થો ખૂટ્યો હોવાની ચર્ચા, જુઓ વીડિયો
ગાંધીનગરના જાણીતા પિત્ઝા રેસ્ટોરેન્ટમાં પિત્ઝામાંથી નીકળી જીવાત
ગાંધીનગરના જાણીતા પિત્ઝા રેસ્ટોરેન્ટમાં પિત્ઝામાંથી નીકળી જીવાત
વડોદરામાં ફ્લાઈટમાં મુસાફરો ગૂંગળામણમાં ફસાયા, જુઓ Video
વડોદરામાં ફ્લાઈટમાં મુસાફરો ગૂંગળામણમાં ફસાયા, જુઓ Video
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
g clip-path="url(#clip0_868_265)">