Good News : શું ડેન્ગ્યુ ખતમ થઈ જશે ? ઈન્ડોનેશિયાના વૈજ્ઞાનિકોએ એક અનોખી પદ્ધતિની કરી શોધ

|

Nov 26, 2021 | 7:17 AM

એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે જો Good Mosquito વ્યક્તિને કરડે તો પણ તેને ડેન્ગ્યુ થતો નથી. વિશ્વમાંથી ડેન્ગ્યુને ખતમ કરવા માટે હાલ World Mosquito Program ચલાવવામાં આવી રહ્યો છે.

Good News : શું ડેન્ગ્યુ ખતમ થઈ જશે ? ઈન્ડોનેશિયાના વૈજ્ઞાનિકોએ એક અનોખી પદ્ધતિની કરી શોધ
Dengue

Follow us on

Dengue : તમે એક કહેવત તો સાંભળી જ હશે કે ‘લોખંડ જ લોખંડને કાપે’. હાલ ડેન્ગ્યુને નાબુદ કરવા માટે ઈન્ડોનેશિયાના (Indonesia) વૈજ્ઞાનિકોએ પણ કંઈક આવી જ અનોખી રીત શોધી કાઢી છે. જેના દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે, દુનિયામાંથી ડેન્ગ્યુ ખતમ થઈ જશે.

આ વૈજ્ઞાનિકોએ લેબમાં Good Mosquito તૈયાર કર્યો છે. જે ડેન્ગ્યુ ફેલાવતા મચ્છરોને મારી નાખે છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે જો આ Good Mosquito વ્યક્તિને કરડે તો પણ તેને ડેન્ગ્યુ થતો નથી. ઉલ્લેખનીય છે કે, કોરોના બાદ હાલ ડેન્ગ્યુએ હાહાકાર મચાવ્યો છે, ત્યારે વિશ્વમાંથી ડેન્ગ્યુને નાબૂદ કરવા માટે World Mosquito Program ચલાવવામાં આવી રહ્યો છે.

ડેન્ગ્યુના કેસમાં 77 ટકાનો ઘટાડો નોંધાયો

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ઓસ્ટ્રેલિયાની મોનાશ યુનિવર્સિટી અને ઈન્ડોનેશિયાની ગડજાશ યુનિવર્સિટીના (Gadjah Mada University) વૈજ્ઞાનિકો આ રિચર્સમાં સામેલ છે. આ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, તેઓએ Good Mosquito ને ઈન્ડોનેશિયાના રેડ ઝોનમાં ટ્રાયલ માટે છોડ્યા હતા. જે બાદ ડેન્ગ્યુના કેસમાં 77 ટકાનો ઘટાડો થયો છે.

દિલ્હીમાં ડેન્ગ્યુના કેસ ઘટી રહ્યા છે

બીજી તરફ દિલ્હીમાં (Delhi) પણ ડેન્ગ્યુના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. મળતી માહિતી મુજબ હોસ્પિટલોમાં આવનારા નવા દર્દીઓની સંખ્યામાં 50 ટકાનો ઘટાડો થયો છે. આ સાથે ડેન્ગ્યુના ગંભીર લક્ષણો (Dengue Symptoms) ધરાવતા દર્દીઓમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. નિષ્ણાંતોનું કહેવું છે કે, હવામાનમાં વધતી ઠંડીને કારણે ડેન્ગ્યુના મચ્છરોની ઉત્પત્તિ થઈ રહી નથી. જેના કારણે કેસમાં ઘટાડો થઈ રહ્યો છે.

ડેન્ગ્યુના લક્ષણો

તબીબોના મતે ડેન્ગ્યુ મચ્છરના કરડવાથી થાય છે, જે મોટાભાગે દિવસ દરમિયાન કરડે છે. આ મચ્છર સ્વચ્છ પાણીમાં પેદા થાય છે. જેથી મહત્વનું છે કે લોકો તેમની આસપાસ પાણી એકઠું ન થવા દે. તેનાથી બચવા માટે હંમેશા ફુલ સ્લીવના કપડા પહેરો. ઉપરાંત જો તમને બે દિવસથી વધુ તાવ હોય તો તરત જ ડોક્ટરની સલાહ લો. આ સાથે નબળાઈ લાગવી, માથાનો દુખાવો થવો, આંખોમાં દુખાવો થવો, થાક લાગવો, ઉલ્ટી થવી અને ઝાડા પણ ડેન્ગ્યુના લક્ષણો છે.

 

આ પણ વાંચો: Health Tips : શરીરના દુઃખાવાથી છુટકારો મેળવવા પેઈનકિલર ન ખાઓ, આ 8 કુદરતી વસ્તુઓથી મળશે છુટકારો

આ પણ વાંચો: Health : કાનના દુખાવાને આ ઘરગથ્થુ ઈલાજથી કરો દૂર

Next Article