ટ્ર્મ્પના ટેરિફને પડકારનારા ભારતીય મૂળના વકીલ નીલ કાત્યાલ કોણ છે ? વાંચો
નીલ કત્યાલ જ એ વ્યક્તિ છે જેમણે ટ્રમ્પે લગાવેલા રેસિપ્રોકલ ટેરિફને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો. નીલ કત્યાલ ભારતીય મૂળના છે. તેમના માતાપિતા ભારતથી અમેરિકા ગયા હતા. તેમના માતા ડૉક્ટર છે અને પિતા એન્જીનિયર છે. તેમનો જન્મ શિકાગોમાં થયો હતો. કત્યાલે ડાર્ટમાઉથ કોલેજ અને યેલ લૉ સ્કૂલ થી ગ્રેજ્યુએશન કર્યુ અને US સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સ્ટીફન બ્રેયર માટે ક્લર્કનું કામ કર્યુ.

અમેરિકાની સુપ્રીમ કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પને ઝટકો આપતા દુનિયાભરના દેશો પર લગાવવામાં આવેલા ટેરિફને ખતમ કરવાનો આદેશ આપ્યો છે. યુએસ સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે કોંગ્રેસની મંજૂરી લીધા વિના ટેરિફ લગાવીન પોતાના કાનુની અધિકારોનો ભંગ કર્યો છે. આ ઐતિહાસિક નિર્ણય પાછળ યુનાઈટેડ સ્ટેટ્સના પૂર્વ એક્ટીંગ સોલિસિટર જનરલ નીલ કત્યાલના હાથમાં છે જે ભારતીય મૂળના છે. તેમની દલીલોએ સુપ્રીમ કોર્ટમાં ટ્રમ્પના ટેરિફની હવા કાઢી નાખી છે.
નીલ કત્યાલે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા 1977ના ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ (IEEPA) ના ઉપયોગ સામે દલીલો કરી. તેમણે જણાવ્યું હતું કે ટ્રમ્પે લગભગ દરેક ટ્રેડિંગ પાર્ટનરના સામાન પર “અન્યાયી, ગેરબંધારણીય કર” લાદ્યા હતા. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ, નીલ કાત્યાલે કહ્યું, “આજે, યુનાઇટેડ સ્ટેટ્સ સુપ્રીમ કોર્ટ કાયદાના શાસન અને દરેક જગ્યાએ અમેરિકનોના હિતો માટે આગળ આવી છે. કોર્ટનો સંદેશ સ્પષ્ટ હતો: રાષ્ટ્રપતિ શક્તિશાળી છે, પરંતુ આપણું બંધારણ તેનાથી પણ વધુ શક્તિશાળી છે. અમેરિકામાં, ફક્ત કોંગ્રેસ જ અમેરિકન લોકો પર કર લાદી શકે છે.”
સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી નીલ કાત્યાલે શું કહ્યું?
સુપ્રીમ કોર્ટના નિર્ણયને બંધારણીય સીમાચિહ્ન રૂપ ગણાવતા તેમણે કહ્યું, “યુએસ સુપ્રીમ કોર્ટે અમને અમારા કાનૂની કેસમાં અમે જે માંગ્યું તે બધું આપ્યું. બધું.” તેમણે કહ્યું, “સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય હંમેશા રાષ્ટ્રપતિની સત્તાઓ વિશે હતો, ના કે ખુદ રાષ્ટ્રપતિને લઈને હતો. તે હંમેશા સત્તાઓના વિભાજન વિશે રહ્યો છે, વર્તમાન રાજનીતિ વિશે નહીં. મને એ જોઈને આનંદ થાય છે કે આપણી સુપ્રીમ કોર્ટ, જે 250 વર્ષથી આપણી સરકારનો પાયો રહી છે, તે આપણા સૌથી મૂળભૂત મૂલ્યોનું રક્ષણ કરી રહી છે.”
કોણ છે ભારતીય મૂળના નીલ કાત્યાલ?
નીલ કાત્યાલ ભારતીય મૂળના છે, તેમના માતાપિતા ભારતથી યુનાઇટેડ સ્ટેટ્સમાં સ્થળાંતરિત થયા હતા. તેમની માતા ડૉક્ટર છે અને તેમના પિતા એન્જિનિયર છે. તેમનો જન્મ શિકાગોમાં થયો હતો. કાત્યાલે ડાર્ટમાઉથ કોલેજ અને યેલ લો સ્કૂલમાંથી સ્નાતક થયા હતા અને યુએસ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સ્ટીફન બ્રેયર માટે ક્લાર્ક તરીકે કામ કર્યું હતું. 2010 માં, ભૂતપૂર્વ યુએસ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ તેમને તેમના કાર્યકારી સોલિસિટર જનરલ તરીકે નિયુક્ત કર્યા હતા. તેમણે યુએસ સુપ્રીમ કોર્ટમાં 50 થી વધુ મુખ્ય કેસોમાં દલીલો કરી છે, જે કોઈપણ લઘુમતી વકીલ(minority attorney) માટે એક રેકોર્ડ છે.
કાત્યાલના અગાઉના કેસોમાં 1965 ના મતદાન અધિકાર કાયદાનો બંધારણીય રીતે બચાવ કરવો અને ડોનાલ્ડ ટ્રમ્પના 2017 ના ટ્રાવેલ બેન ને પડકારવાનો સમાવેશ થાય છે. કાત્યાલ “ઇમ્પીચ: ધ કેસ અગેઇન્સ્ટ ડોનાલ્ડ ટ્રમ્પ” પુસ્તકના લેખક છે અને તેમને ઘણીવાર “ડોનાલ્ડ ટ્રમ્પનો કાનૂની માથાનો દુખાવો” તરીકે પણ ઓળખવામાં આવે છે. યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટના સર્વોચ્ચ નાગરિક સન્માન – એડમંડ રેન્ડોલ્ફ એવોર્ડ – ના પ્રાપ્તકર્તા – તેમની 2017 અને 2023 માં ધ અમેરિકન લોયર દ્વારા લિટિગેટર ઓફ ધ યર તરીકે પણ પસંદગી કરવામાં આવી હતી.
નીલ કાત્યાલે કોર્ટમાં ટેરિફ સામે કઈ દલીલો કરી હતી?
કાત્યાલે સુપ્રીમ કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે ટ્રમ્પે 1977 ના International Emergency Economic Powers Act (IEEPA) નો ઉપયોગ કરીને આ ટેરિફ લાદ્યા હતા. તેમણે દલીલ કરી હતી કે આ કાયદામાં ક્યાંય ‘ટેરિફ’ અથવા ‘ટેક્સ’ શબ્દોનો ઉલ્લેખ નથી. કાત્યાલે વધુમાં દલીલ કરી હતી કે યુએસ બંધારણ હેઠળ, વેપાર પર કર અને નિયમન કરવાની સત્તા રાષ્ટ્રપતિ પાસે નથી, કોંગ્રેસ (સંસદ) પાસે છે. રાષ્ટ્રપતિ મનસ્વી કર લાદી શકતા નથી.
રસપ્રદ વાત એ છે કે, આ મુખ્ય કેસની દલીલ કરવા માટે વકીલો વચ્ચે એક સિક્કો ઉછાળવામાં આવ્યો હતો. નીલ કાત્યાલ જીત્યા, કેસમાં મુખ્ય વકીલ બન્યા.
સુપ્રીમ કોર્ટે કાત્યાલની દલીલોને માન્ય રાખી અને ટ્રમ્પના ટેરિફને ગેરબંધારણીય જાહેર કર્યા. કોર્ટે જણાવ્યું કે રાષ્ટ્રપતિ એકપક્ષીય રીતે ટેક્સમાં ફેરફાર કરી શકતા નથી.
યુએસ સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ એજન્ડા માટે મોટો ફટકો છે. યુએસ રાષ્ટ્રપતિએ કોર્ટના નિર્ણયની ટીકા કરતા તેને “મૂર્ખતાપૂર્ણ” ગણાવ્યો. ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે “સુપ્રીમ કોર્ટના તે સભ્યો જેમણે ટેરિફ પ્રત્યેના અમારા ખૂબ જ વાજબી અને સ્વીકાર્ય અભિગમ સામે મતદાન કર્યું હતું, તેમને પોતાને શરમ આવવી જોઈએ. તેમનો નિર્ણય વિચિત્ર હતો, પરંતુ હવે એડજસ્ટમેન્ટ પ્રોસેસ શરૂ થઈ ગઈ છે અને અમે પહેલા કરતાં પણ વધુ પૈસા એકત્રિત કરવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશું!”
