AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સૌથી મોટી AI સમિટમાં ગલગોટિયા યુનિવર્સિટીના ચાઈનિઝ રોબોટે દેશની કરાવી ફજેતી, વિશ્વભરમાં ખરડાઈ ભારતની છબી

ભારતમાં તાજેતરમાં યોજાયેલી AI IMPACT સમિટ દેશની ટેક્નોલોજી દાવેદારી અને વૈશ્વિક AI ગવર્નન્સમાં પોતાની ભૂમિકા મજબૂત કરવાની મહત્ત્વાકાંક્ષા વચ્ચે આયોજિત એક મહત્ત્વપૂર્ણ ઇવેન્ટ હતી. રાજધાની નવી દિલ્હી ખાતે યોજાયેલ આ સમિટનો ઉદ્દેશ 'Responsible AI', નવીનતા, ડિજિટલ સાર્વજનિક માળખું અને ગ્લોબલ સહકાર જેવા મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા કરવાનો હતો. પરંતુ ઇવેન્ટના પ્રથમ દિવસે અને બીજા દિવસ દરમિયાન સર્જાયેલી કેટલીક ઘટનાઓ અને વિવાદોને કારણે ભારતની છબી ખરડાઈ અને ટ્રોલિંગનો પણ સામનો કરવો પડ્યો.

સૌથી મોટી AI સમિટમાં ગલગોટિયા યુનિવર્સિટીના ચાઈનિઝ રોબોટે દેશની કરાવી ફજેતી, વિશ્વભરમાં ખરડાઈ ભારતની છબી
| Updated on: Feb 20, 2026 | 8:58 PM
Share

ભારતમાં વિશ્વની સૌથી મોટી AI Impact Summit નું આયોજન કરવામાં આવ્યુ. 16 ફેબ્રુઆરીથી શરૂ થયેલી આ સમિટનું 20 ફેબ્રુઆરીએ સમાપન થયુ. દેશની રાજધાની દિલ્હીમાં ભારત મંડપમમાં આ સમિટનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમા મોટી સંખ્યાના દુનિયાના દિગ્ગજો સામેલ થયા. આ સમિટમાં 100 થી વધુ દેશોએ ભાગ લીધો. 15 થી વધુ હેડ ઓફ સ્ટેટ તેમા સામેલ થયા. 100 થી વધુ ટેક કંપનીના CEO અને 500 થી વધુ સેશન થયા.

AI દુનિયામાં કેટલા ઈનોવેશન્સ થઈ રહ્યા છે, ભારત તેમા ક્યાં છે, ભારતની કઈ-કઈ કંપનીઓ AI ના સેક્ટરમાં મોટુ કામ કરી રહી છે

આ સમિટ તેની સફળતા કરતા કેટલીક અવ્યવસ્થાને કારણે વિવાદમાં આવી છે અને સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલિંગ થઈ રહી છે તો આજે જાણશુ કે આખરે એવી કઈ ત્રુટીઓ હતી જેના કારણે દેશની આ સમિટમાં કેટલીક ચૂક જોવા મળી અને દુનિયાભરમાં ભારતની ટીકા થઈ રહી છે.

પહેલા જાણી લઈએ કે આ AI Impact Summit માં કઈ બાબતો પર ભાર મુકવામાં આવ્યો હતો?

કૃષિ પર ફોકસ

હેલ્થ અને એજ્યુકેશનમાં AI નો ઉપયોગ

પ્રદર્શની

300 થી વધુ કંપનીના ફ્યુચર AI ગેજેટ્સ અને ટેકનોલોજી

લક્ષ્ય ભારતને AI નું નવુ ગ્લોબલ હબ બનાવવુ

AI સમિટની સફર

  • સૌપ્રથમ AI સમિટ વર્ષ 2023માં બ્રિટનમાં આયોજિત થઈ હતી જેમા AI થી આવનારા જોખમો વિશે ચર્ચા કરવામાં આવી હતી.
  • બીજી AI સમિટ વર્ષ 2024માં સાઉથ કોરિયામાં આયોજિત થઈ, જેમા AI ઈનોવેશન અંગે ચર્ચા થઈ હતી.
  • ત્રીજી AI સમિટ વર્ષ 2025માં ફ્રાંસમાં આયોજિત થઈ જેમા AI ની કામગીરી પર ચર્ચા કરવામાં આવી હતી.
  • હવે AIની આમ આદમી પર અસર જેમા ખેડૂતો, શ્રમિકો અંગે વર્ષ 2026માં આ સમિટ ભારતમાં આયોજિત કરવામાં આવી હતી. દુનિયાભરની દિગ્ગજ ટેક કંપનીઓ તેના ટેકના ઈનોવેશન્સને શોકેસ કરવા માટે આવી રહી છે. દુનિયાભરની AI કંપનીઓ માટે ભારત એક મોટુ બજાર છે.

 અવ્યવસ્થા ક્યાં થઈ?

આ સમિટ 16 ફેબ્રુઆરીથી 20 જાન્યુઆરી સુધી આયોજિત કરાઈ હતી. જેમા વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 ફેબ્રુઆરીએ મુલાકાત કરવાના હતા. તેના બદલે વડાપ્રધાન મોદી 16 ફેબ્રુઆરીએ પહેલા દિવસે જ સમિટમાં પહોંચી ગયા. એ સમયે આ સમિટને સામાન્ય લોકો માટે ખુલ્લી મુકાઈ હતી.  લગભગ 17 હજાર થી વધુ સ્પર્ધકો આ જગ્યાએ એન્ટ્રી કરી ચુક્યા હતા. આવા સમયે PM ના આવવાથી સમિટમાં જે લોકો શો કેસ કરવા માટે તેમના સ્ટોલ રાખીને ઉભા હતા, તેમને બહાર મોકલી દેવાયા, સ્પર્ધકોને પણ બહાર જવા માટે કહેવામાં આવ્યુ. પીએમના આગમનની જાહેરાત થતા જ આ તમામ લોકોને આયોજન સ્થળના હોલમાંથી બહાર જવા માટે કહેવામાં આવ્યુ. દિલ્હી પોલીસે સુરક્ષાને ધ્યાને રાખી આ નિર્ણય લીધો હતો. આ લોકોને બહાર જવાનો આદેશ તો દેવાયો પરંતુ ફરી અંદર ક્યારે આવવાનુ છે તેવી કોઈ સૂચના તેમને આપવામાં ન આવી.

એ ઘટનાક્રમમાં જે લોકો સ્ટોલ પર આવીને ચીજો જોવા માગતા હતા, જે લોકો તેમની પ્રોડક્ટ વેચવા માગતા હતા, તે તમામ લોકો અવ્યવસ્થાને કારણે વંચિત રહ્યા. તેમના માટે એ એક દિવસનો શો નિરર્થક રહ્યો. બપોરના 12 થી સાંજના 6 વાગ્યા સુધી પીએમના આગમનને કારણે સમગ્ર વિસ્તારને પહેલા સેનેટાઈઝ કરાયો. ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ. બલ્કમાં તમામ વ્યવસ્થા એકસાથે ત્યાં ઉભી કરવામાં આવી. જેના કારણે આમ લોકોને પરેશાની થઈ. જેના કારણે X પર એવી પ્રતિક્રિયાઓ આવવાની શરૂ થઈ કે AI સમિટ આયોજિત તો કરાઈ પરંતુ લોકો તેમા વિરોધ કરતા જોવા મળી રહ્યા છે. કેટલાક એવા લોકોના વીડિયો પણ સામે આવ્યા જેમણે મહેનતથી સ્ટોલમાંથી હાઈસિક્યોરિટી વચ્ચે પ્રોડક્ટ્સ ચોરી થઈ ગયા. જેના કારણે પ્રથમ જ દિવસે AI સમિટ દુનિયાભરમાં ટીકા થવા લાગી.

આ અવ્યવસ્થાની સીધી અસર સ્ટોલ ધારકો અને સ્ટાર્ટઅપ એક્ઝિબિટર્સ પર પડ્યો. ઘણા યુવા ઉદ્યોગકારોએ જણાવ્યું કે તેઓએ રોકાણકારો સાથે સમય નક્કી કર્યો હતો, પરંતુ સુરક્ષા મર્યાદાઓને કારણે તેઓ સમયસર પોતાના ડેમો શરૂ કરી શક્યા નહોતા. કેટલીક મિટિંગ્સ રદ થઈ ગઈ અને કેટલીક આંતરરાષ્ટ્રીય ટીમોએ કાર્યક્રમની આયોજન ક્ષમતાને લઈને પ્રશ્નો ઊભા કર્યા. ટેક્નોલોજી અને નવીનતા પર કેન્દ્રિત ઇવેન્ટમાં જ લોજિસ્ટિકલ ખામી સર્જાતાં સોશિયલ મીડિયા પર ટીકા શરૂ થઈ ગઈ. વૈશ્વિક ટેક બ્લોગ્સે પણ નોંધ્યું કે ભારત જેવી ડિજિટલ રીતે આગળ વધતી અર્થવ્યવસ્થાને આવી હાઈ-પ્રોફાઇલ સમિટ માટે વધુ સચોટ આયોજન કરવાની જરૂર છે.

ગલગોટિયા યુનિવર્સિટાના જુઠાણાએ દેશની છબી ખરડી

સમિટનો બીજો મોટો વિવાદ ગલગોટિયા યુનિવર્સિટીના સ્ટોલને લઈને ઉભો થયો. Galgotias University દ્વારા એક રોબોટિક ડોગ પ્રદર્શન માટે મૂકવામાં આવ્યો, જેને ઇન્ડિજનસ AI પ્રોડક્ટ તરીકે રજૂ કરવામાં આવ્યો હતો. પરંતુ ટેક્નોલોજી નિષ્ણાતો અને સોશિયલ મીડિયા યુઝર્સે નોંધ્યું કે આ ડિઝાઇન અને સ્ટ્રક્ચર ચીનની જાણીતી રોબોટિક્સ કંપનીના મોડલ સાથે ખૂબ જ મળતા આવે છે. થોડા સમયમાં જ ચર્ચા શરૂ થઈ કે શું આ પ્રોડક્ટ ખરેખર સ્થાનિક રીતે વિકસાવવામાં આવી છે કે પછી આયાત કરાયેલ ટેક્નોલોજીને નવી ઓળખ આપવામાં આવી છે. અંતે યુનિવર્સિટીનું જુઠાણું સામે આવ્યુ કે ચીનની કંપની પાસેથી એ રોબોટ ખરીદવામાં આવ્યો હતો.

યુનિવર્સિટીના આ જુઠાણાને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ દેશની છબી ખરડાઈ અને ટ્રોલિંગનો ભોગ બનવુ પડ્યુ. મેક ઈન ઈન્ડિયાના દાવા પર પણ સવાલ થવા લાગ્યા. સવાલ એવા પણ થયા કે શું સમિટના આયોજકો દ્વારા પ્રદર્શનીની કોઈ પૂર્વ ચકાસણી કરવામાં આવી ન હતી. ?

AI IMPACT સમિટનો મૂળ હેતુ વૈશ્વિક સહકાર અને નૈતિક AI વિકાસ અંગે ચર્ચા કરવાનો હતો. ભારત ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અને યુવા ટેલેન્ટના આધાર પર AI ક્ષેત્રે આગળ વધવા ઇચ્છે છે. પરંતુ જ્યારે ઇવેન્ટમાં જ વ્યવસ્થાપન અને પ્રામાણિકતાને લઈને પ્રશ્નો ઊભા થાય, ત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે વિશ્વાસ સંપાદિત કરવો પડકારરૂપ બની જાય. ખાસ કરીને ત્યારે જ્યારે  AI ગવર્નન્સ, ડેટા પ્રાઈવસી અને પારદર્શિતા વૈશ્વિક ચર્ચાનો વિષય બનેલા હોય.

ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પર TDS કપાતો કેવી રીતે બચાવશો– જાણી લો વર્ષ 2026ના નવા નિયમો

ભાવનગર મનપા સંચાલિત શાળાઓની દુર્દશાનો જુઓ Video
ભાવનગર મનપા સંચાલિત શાળાઓની દુર્દશાનો જુઓ Video
મેયરના પતિના ગેરકાયદે બાંધકામ પર ક્યારે ચાલશે 'બુલડોઝર'?
મેયરના પતિના ગેરકાયદે બાંધકામ પર ક્યારે ચાલશે 'બુલડોઝર'?
ગુજરાતમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદની આગાહી, 2 દિવસ બાદ તાપમાન ઘટશે
ગુજરાતમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદની આગાહી, 2 દિવસ બાદ તાપમાન ઘટશે
વિશ્વ ઉમિયાધામના આર.પી. પટેલે લગ્ન નોંધણી સુધારાને આવકારતા કરી આ ટકોર
વિશ્વ ઉમિયાધામના આર.પી. પટેલે લગ્ન નોંધણી સુધારાને આવકારતા કરી આ ટકોર
Surat : બોર્ડની પરીક્ષા અંગે શિક્ષણ વિભાગનો એક્શન પ્લાન
Surat : બોર્ડની પરીક્ષા અંગે શિક્ષણ વિભાગનો એક્શન પ્લાન
Marriage Registration Rules નવા નિયમો: માતા-પિતાની સંમતિ ફરજિયાત?
Marriage Registration Rules નવા નિયમો: માતા-પિતાની સંમતિ ફરજિયાત?
Breaking News : કીર્તિ પટેલના સ્નાન પછી ભવનાથમાં સાધુ સંતો આમને સામને
Breaking News : કીર્તિ પટેલના સ્નાન પછી ભવનાથમાં સાધુ સંતો આમને સામને
વરિષ્ઠ અધિકારીઓના સહયોગથી અટકેલા કામો ઝડપ પકડશે, પરિણામ આજે જોવા મળશે
વરિષ્ઠ અધિકારીઓના સહયોગથી અટકેલા કામો ઝડપ પકડશે, પરિણામ આજે જોવા મળશે
મનપા સંચાલિત શાળામાં કેટલા કોર્પોરેટર્સના બાળકો અભ્યાસ કરે છે?
મનપા સંચાલિત શાળામાં કેટલા કોર્પોરેટર્સના બાળકો અભ્યાસ કરે છે?
ભાવેણાવાસીઓને ક્યારે મળશે 'વંદે ભારત'?, વિપક્ષે સત્તાધિશોને કર્યો સવાલ
ભાવેણાવાસીઓને ક્યારે મળશે 'વંદે ભારત'?, વિપક્ષે સત્તાધિશોને કર્યો સવાલ
g clip-path="url(#clip0_868_265)">