લોટ, ચોખાથી લઈને ઈંડા સુધી…જાણો કઈ વસ્તુઓ માટે ભારત પર નિર્ભર છે માલદીવ, જો નહીં આપે તો માંગવા લાગશે ભીખ!

|

Jan 09, 2024 | 8:58 PM

માલદીવની અર્થવ્યવસ્થામાં ભારતનું મોટું યોગદાન છે અને તે ઘણી બાબતોમાં તે સંપૂર્ણપણે ભારત પર નિર્ભર છે. માલદીવ અને ભારત વચ્ચે ત્રણ દાયકા પહેલા વેપાર કરાર થયો હતો. જે મુજબ માલદીવ ભારતમાંથી એવા માલની આયાત કરે છે, જે અન્ય દેશોમાં નિકાસ થતી નથી.

લોટ, ચોખાથી લઈને ઈંડા સુધી...જાણો કઈ વસ્તુઓ માટે ભારત પર નિર્ભર છે માલદીવ, જો નહીં આપે તો માંગવા લાગશે ભીખ!
Maldives

Follow us on

માલદીવ દાયકાઓથી ભારતનો વિશ્વાસપાત્ર પાડોશી દેશ છે. પરંતુ માલદીવમાં ચીન સમર્થિત સરકાર આવ્યા બાદ ભારત સાથેના સંબંધોમાં ભારે ખેંચતાણ આવી છે અને હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપની મુલાકાત પર માલદીવના મંત્રીઓની વાંધાજનક ટીપ્પણીએ બળતામાં ઘી ઉમેર્યું છે. કારણ કે આનાથી નુકસાન માલદીવને જ થશે.

માલદીવની અર્થવ્યવસ્થામાં ભારતનું મોટું યોગદાન છે અને તે ઘણી બાબતોમાં તે સંપૂર્ણપણે ભારત પર નિર્ભર છે. ભારત અને માલદીવ વચ્ચે ત્રણ દાયકા પહેલા વેપાર કરાર થયો હતો. જે મુજબ માલદીવ ભારતમાંથી એવા માલની આયાત કરે છે, જે અન્ય દેશોમાં નિકાસ થતી નથી. આ ઉપરાંત માલદીવના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં પણ ભારતીય નાણાંનું રોકાણ કરે છે.

માલદીવ આ ચીજો માટે ભારત પર છે નિર્ભર

માલદીવ ખોરાક માટે ભારત પર નિર્ભર છે. માલદીવ ચોખા, લોટ, ફળો અને શાકભાજી ઉપરાંત મસાલા, ખાંડ અને મરઘાં ઉત્પાદનો માટે ભારત પર નિર્ભર છે. તો ભારતમાંથી પ્લાસ્ટિક અને લાકડાની વસ્તુઓની પણ માલદીવ આયાત કરે છે. આ ઉપરાંત માલદીવ ભારતની એન્જિનિયરિંગ ગુડ્સ, રડાર ઇક્વિપમેન્ટ, ફાર્માસ્યુટિકલ્સ, સિમેન્ટ અને રોક બોલ્ડર્સ જેવા ઔદ્યોગિક ઉત્પાદનો પર પણ નિર્ભર છે.

દરરોજ ચહેરા પર વિટામિન E કેપ્સ્યુલ્સ અને એલોવેરા જેલ લગાવશો તો શું થશે?
ઓફ સિઝનમાં AC ખરીદવું જોઈએ કે નહીં? જાણો ફાયદો થાય છે કે નુકસાન
આજનું રાશિફળ તારીખ : 26-01-2025
26 જાન્યુઆરી પહેલા સૈનિકો વચ્ચે પહોંચી ગયો એમએસ ધોની
આ મહિલા ખેલાડીએ એક જ ટુર્નામેન્ટમાં IPL જેટલી ઈનામી રકમ જીતી
Beautiful IAS : છેલ્લી ટ્રાયલમાં IAS બનેલી પ્રિયંકા ગોયલ છે રૂપ સુંદરી

માલદીવની અર્થવ્યવસ્થા પર્યટન પર નિર્ભર છે. તેનો જીડીપીમાં પર્યટનનો હિસ્સો લગભગ 28% છે. તો પ્રવાસન ક્ષેત્રે પણ વિદેશી હૂંડિયામણમાં લગભગ 60 ટકા યોગદાન છે. આવી સ્થિતિમાં જો ભારત મોં ફેરવશે તો માલદીવને આર્થિક રીતે મોટું નુકસાન વેઠવું પડશે. કારણ કે આજે માલદીવ ભારતીયો માટે શ્રેષ્ઠ પ્રવાસન સ્થળ છે.

વર્ષ 2023માં ભારતમાંથી 2,09,198 લોકો માલદીવની મુલાકાતે આવ્યા હતા. જો ભારતીયો અહીં જવાનું બંધ કરશે તો માલદીવ માટે આર્થિક સંકટ વધુ ઘેરી બની શકે છે. અગાઉ વર્ષ 2022માં 2.41 લાખ ભારતીયો માલદીવની મુલાકાતે ગયા હતા, 2021માં 2.91 લાખ અને 2020માં કોરોના મહામારી દરમિયાન પણ 63000 ભારતીયો માલદીવની મુલાકાતે ગયા હતા.

ડિસેમ્બર-2023 સુધી આ ટાપુ પર કુલ 17 લાખ પ્રવાસીઓ આવ્યા હતા. જેમાં સૌથી વધુ પ્રવાસીઓ ભારતીય હતા. ભારતીયો બાદ રશિયા અને ચીનમાંથી સૌથી વધુ લોકોએ માલદીવની મુલાકાત લીધી હતી. ત્યારે માલદીવ માટે પ્રવાસન ઉદ્યોગ ખૂબ જ મહત્વપૂર્ણ છે. વર્ષ 2021માં આ ટાપુને પર્યટનથી લગભગ 3.49 બિલિયન યુએસ ડોલરની આવક થઈ હતી. માલદીવની આવકનો મુખ્ય સ્ત્રોત પર્યટન છે, ત્યાં ભારત જેવી કોઈ ટેક્સ સિસ્ટમ નથી.

આ પણ વાંચો માલદીવ સાથે ચાલી રહેલા વિવાદ વચ્ચે મોદી સરકારનો મોટો નિર્ણય, લક્ષદ્વીપમાં નવું એરપોર્ટ બનાવવાનો નિર્ણય લેવાયો

 

Published On - 8:02 pm, Tue, 9 January 24

Next Article