India canada Relation: કેનેડાના વેપાર પ્રધાન મેરી એનજીએ ભારત માટે તેમના પ્રસ્તાવિત વેપાર મિશનને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. કેનેડિયન મિશન આવતા મહિને ભારતમાં આવવાનું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નવી દિલ્હીમાં તાજેતરમાં પૂર્ણ થયેલી G-20 સમિટ બાદ તાજેતરની ઘટનાઓ સામે આવી છે.
આ પણ વાંચો: Canada: ખાલિસ્તાની સમર્થકોએ કેનેડામાં વધુ એક હિન્દુ મંદિરમાં તોડફોડ કરી, કૃત્ય CCTVમાં કેદ જુઓ Video
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોન્ફરન્સ દરમિયાન ખાલિસ્તાન મુદ્દે તેમના કેનેડિયન સમકક્ષ જસ્ટિન ટ્રુડો સમક્ષ આકરી ચિંતા વ્યક્ત કરી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આનાથી બંને દેશોના રાજદ્વારી સંબંધોમાં ખટાશ આવી ગઈ છે. વેપાર મંત્રી મેરી એનજીના પ્રવક્તા શાંતિ કોસેન્ટિનોએ કોઈ કારણ આપ્યા વિના જણાવ્યું હતું કે, અમે ભારતમાં આગામી વેપાર મિશનને હાલ પૂરતું મુલતવી રાખીએ છીએ.
Canadian Trade Minister Mary Ng is postponing a trade mission to India planned for October, an official said on Friday, reports Reuters
“At this time, we are postponing the upcoming trade mission to India,” said Shanti Cosentino, a spokesperson for the minister: Reuters pic.twitter.com/Umn9zxcwpf
— ANI (@ANI) September 15, 2023
PM મોદીએ, G-20 સમિટ દરમિયાન કેનેડાના PM જસ્ટિન ટ્રુડો સાથેની તેમની ટૂંકી મુલાકાતમાં, કેનેડામાં ઉગ્રવાદી તત્વો દ્વારા સતત ‘ભારત વિરોધી પ્રવૃત્તિઓ’ અંગે સખત ચિંતા વ્યક્ત કરી હતી. PM મોદીએ કહ્યું કે આવા ખતરાનો સામનો કરવા માટે બંને દેશોએ સહયોગ કરવો જરૂરી છે. તેમણે કેનેડામાં ભારત વિરોધી ગતિવિધિઓ ચાલુ રાખવા સામે વાંધો વ્યક્ત કર્યો હતો. રવિવારે, ટ્રુડોએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે થોડા લોકોની ક્રિયાઓ સમગ્ર સમુદાય અથવા કેનેડાનું પ્રતિનિધિત્વ કરતી નથી. વડાપ્રધાન મોદીએ એ પણ ઉલ્લેખ કર્યો કે ભારત-કેનેડા સંબંધોની પ્રગતિ માટે પરસ્પર આદર અને વિશ્વાસ પર આધારિત સંબંધ જરૂરી છે.
કેનેડામાં ખાલિસ્તાની સમર્થકોએ હિન્દુ મંદિરમાં તોડફોડ કરી હતી તેના સીસીટીવી પણ સામે આવ્યા છે, કેનેડાના સરેમાં આવેલા મંદિરમાં આ ઘટના બની હતી. મંદિરના મુખ્ય દરવાજા પર પોસ્ટર પણ લગાવાયા હતા. આ પોસ્ટર ખાલિસ્તાની હરદીપસિંહ નિજ્જરની મોતની તપાસને લગતા પોસ્ટર લગાવવામાં આવ્યા હતા.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 5:31 pm, Sat, 16 September 23