Canada: ખાલિસ્તાની સમર્થકોએ કેનેડામાં વધુ એક હિન્દુ મંદિરમાં તોડફોડ કરી, કૃત્ય CCTVમાં કેદ જુઓ Video
કેનેડા (Canada)માં ખાલિસ્તાની સમર્થકોએ હિન્દુ મંદિરમાં તોડફોડ કરી છે ,છેલ્લા એક વર્ષમાં 6થી વધુ મંદિરોને નિશાન બનાવાયા છે,
Hindu Temple Attack: કેનેડા (Canada)માં ફરી એકવાર ખાલિસ્તાનીઓની કરતૂત સામે આવી છે. કેનેડામાં ખાલિસ્તાની સમર્થકોએ હિન્દુ મંદિરમાં તોડફોડ કરી છે તેના સીસીટીવી પણ સામે આવ્યા છે, કેનેડાના સરેમાં આવેલા મંદિરમાં આ ઘટના બની છે. મંદિરના મુખ્ય દરવાજા પર પોસ્ટર પણ લગાવાયા છે. આ પોસ્ટર ખાલિસ્તાની હરદીપસિંહ નિજ્જરની મોતની તપાસને લગતા પોસ્ટર લગાવવામાં આવ્યા છે.
આ પણ વાંચો : લો બોલો નસીબ તે આનું નામ ! માણસે ખરીદ કર્યુ જૂનું કબાટ, રહસ્યમય રીતે અંદરથી મળ્યો કરોડોનો ‘ખજાનો’
હિન્દુ મંદિરોને ટાર્ગેટ કરાયા
જે મંદિરને નિશાન બનાવવામાં આવ્યું છે તે લક્ષ્મી નારાયણ મંદિર છે. જે બ્રિટિશ કોલંબિયાનું સૌથી જૂનું અને મોટું મંદિર છે.કેનેડામાં ખાલિસ્તાનીઓ દ્વારા વારંવાર હિન્દુ મંદિરોને ટાર્ગેટ કરાય છે. છેલ્લા એક વર્ષમાં 3થી વધુ વખત મંદિરોને નિશાન બનાવાયા છે. મંદિર પર હુમલા બાદ આપત્તિજનક નારા લખાય છે
હરદીપસિંહ નિજ્જરની હત્યા કરવામાં આવી હતી
તમને જણાવી દઈએ કે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જર સરેમાં ગુરુ નાનક શીખ ગુરુદ્વારા સાહિબના વડા હતા. 18 જૂનની સાંજે ગુરુદ્વારા પરિસરમાં જ બે અજાણ્યા બંદૂકધારીઓએ તેમની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. હરદીપ સિંહ નિજ્જર ખાલિસ્તાન ટાઈગર ફોર્સના ચીફ હતા.
આ પણ વાંચો : રશિયાના લુના પર ચંદ્રયાન ભારે, દુનિયાની નજર ISROના ચંદ્ર મિશન પર કેમ, જાણો સમગ્ર વિગત
તમને જણાવી દઈએ કે, કેનેડામાં હિન્દુ મંદિરો પર હુમલાની ઘણી ઘટનાઓ બની છે. આ વર્ષે જ હિન્દુ મંદિર પર હુમલાની આ ત્રીજી ઘટના છે. આ પહેલા 31 જાન્યુઆરીએ કેનેડાના બ્રામ્પટન વિસ્તારમાં એક હિંદુ મંદિરને નિશાન બનાવવામાં આવ્યું હતું અને તેના પર ભારત વિરોધી સૂત્રો લખવામાં આવ્યા હતા. કેનેડામાં રહેતા ભારતીય સમુદાયે પણ આ અંગે વાંધો ઉઠાવ્યો હતો.
આ વર્ષે એપ્રિલમાં જ કેનેડાના ઓન્ટારિયોમાં એક હિન્દુ મંદિર પણ ખાલિસ્તાનીઓના નિશાના હેઠળ આવ્યું હતું. તેના પર ભારત વિરોધી નારા પણ લખવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા એક CCTV ફૂટેજ પણ બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં બે લોકો સ્પ્રે પેઇન્ટથી મંદિરની દિવાલ પર ભારત વિરોધી સૂત્રો લખતા જોવા મળ્યા હતા.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો