‘લંકાની લાડીને ઘોઘાનો વર’, પેરિસની યુવતી બિહારના યુવકને દઈ બેઠી દિલ! ભારતીય પરંપરાથી કર્યા લગ્ન

રવિવારે બંનેએ હિંદુ રીતિ-રિવાજ મુજબ ધામધૂમથી લગ્ન કર્યા હતા. જ્યારે બંનેના લગ્ન થયા ત્યારે બિહારની દુલ્હન અને વિદેશી દુલ્હાને જોવા માટે ગ્રામજનોની ભારે ભીડ ઉમટી પડી હતી. લગ્ન સંપન્ન થયા બાદ બીજા દિવસે સોમવારે પણ સગા-સંબંધીઓ અને ગ્રામજનો વિદેશી કન્યાને જોવા ઘરે આવી રહ્યા હતા.

'લંકાની લાડીને ઘોઘાનો વર', પેરિસની યુવતી બિહારના યુવકને દઈ બેઠી દિલ! ભારતીય પરંપરાથી કર્યા લગ્ન
Mary and Rakesh

ફ્રાન્સ (France)ના પેરિસ(Paris)માં રહેતી એક યુવતી સાત દરિયા પાર કરીને ભારત (India)આવી જેથી તે તેના ભારતીય બોયફ્રેન્ડ (Indian Boyfriend) સાથે લગ્ન કરી શકે. વાસ્તવમાં, ફ્રાન્સની રહેવાસી મેરી લોરે હેરેલનું બેગુસરાય (Begusarai)ના રહેવાસી રાકેશ કુમાર સાથે અફેર હતું. રવિવારે બંનેએ હિંદુ રીતિ-રિવાજ મુજબ ધામધૂમથી લગ્ન કર્યા હતા. જ્યારે બંનેના લગ્ન થયા ત્યારે બિહાર (Bihar)ની દુલ્હન અને વિદેશી દુલ્હાને જોવા માટે ગ્રામજનોની ભારે ભીડ ઉમટી પડી હતી.

 

લગ્ન સંપન્ન થયા બાદ બીજા દિવસે સોમવારે પણ સગા-સંબંધીઓ અને ગ્રામજનો વિદેશી કન્યાને જોવા ઘરે આવી રહ્યા હતા. બેગુસરાયના કથરિયામાં રહેતા રામચંદ્ર સાહના પુત્ર રાકેશ કુમારે સનાતન પરંપરા અનુસાર પેરિસ સ્થિત બિઝનેસમેન મેરી લોરી હેરેલ સાથે લગ્ન કર્યા હતા. મેરીની સાથે તેની માતા પણ લગ્નમાં ઉપસ્થિત હતા. વર અને કન્યા આવતા અઠવાડિયે પેરિસ પરત ફરશે. વરરાજાના પિતા રામચંદ્ર સાહે જણાવ્યું કે તેમનો પુત્ર રાકેશ દિલ્હીમાં રહીને દેશના વિવિધ ભાગોમાં ટુરિસ્ટ ગાઈડ તરીકે કામ કરતો હતો.

 

આ સમય દરમિયાન લગભગ છ વર્ષ પહેલાં તેની મિત્રતા ભારતની મુલાકાતે આવેલી મેરી સાથે થઈ હતી. ભારત છોડ્યા પછી બંને વચ્ચેની વાતચીત ક્યારે પ્રેમમાં બદલાઈ ગઈ તેની કોઈને ખબર ન પડી. આ પછી રાકેશ પણ ત્રણ વર્ષ પહેલા પેરિસ ગયો હતો. ત્યાં રાકેશે મેરી સાથે ભાગીદારીમાં કાપડનો વ્યવસાય શરૂ કર્યો. કાપડનો ધંધો કરતાં બંનેનો પ્રેમ ગાઢ બન્યો હતો.

 

જ્યારે મેરીના સંબંધીઓને બંનેના અફેરની જાણ થઈ તો તેઓ પણ આ સંબંધ માટે રાજી થઈ ગયા. મેરીને ભારતીય સભ્યતા અને સંસ્કૃતિ એટલી ગમતી હતી કે તેણે ભારત આવીને તેના ભાવિ પતિના ગામમાં લગ્ન કરવાનો પ્લાન બનાવ્યો. આ પછી મેરી તેના માતા-પિતા અને રાકેશ સાથે ગામ પહોંચી, જ્યાં રવિવારે રાત્રે ભારતીય સનાતન પરંપરા અનુસાર વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે બંનેના લગ્ન થયા.

 

મળતી માહિતી મુજબ રાકેશના મામા પણ ગાઈડનું કામ કરતા હતા. તેમની પણ આવી જ પ્રેમ કહાની રહી છે. હાલમાં તે લગ્ન કરીને ફ્રાન્સમાં રહે છે. આપે ફિલ્મોમાં તો ઘણી આ પ્રકારે સ્ટોરી જોઈ હશે, પરંતુ આ રીયલ લાઈફ સ્ટોરી છે.

 

આ પણ વાંચો: જર્મન પુરાતત્વવિદોને ઈઝરાયેલમાથી 12 હજાર વર્ષ જૂની એવી વસ્તુ મળી જેને જોતા જ બધા સ્તબ્ધ થઈ ગયા!

 

આ પણ વાંચો: આખા પાકિસ્તાનમાં 25 નવેમ્બરે બંધ રહેશે પેટ્રોલ પંપ, ઈમરાન સરકારની આ ભૂલની સજા ભોગવી રહી છે સામાન્ય જનતા

Click on your DTH Provider to Add TV9 Gujarati