બ્રાઝિલમાં આગને કારણે મોટી દુર્ઘટના થઈ છે. મીડિયા રિપોર્ટથી પ્રાપ્ત માહિતી અનુસાર, અહીંના ચિલ્ડ્રન શેલ્ટર હોમમાં ભીષણ આગ લાગી હતી, જેમાં ચાર લોકોના મોત થયા છે. બીજી તરફ ફાયર બ્રિગેડની ટીમને જાણ થતાં ઘટનાસ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. ફાયર બ્રિગેડના એક અધિકારીએ જણાવ્યું કે પરનામ્બુકો રાજ્યની રાજધાની રેસિફમાં લાર પાઉલો ડી ટાર્સો ચેરિટી ઓર્ગેનાઈઝેશનમાં સવારે લગભગ 4.20 વાગ્યે આગની જાણ થઈ હતી. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.
અહીં જણાવવું રહ્યું કે આ આગમાં એક છોકરો અને એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે બે ઈજાગ્રસ્તોના હોસ્પિટલમાં લઈ જતી વખતે મોત થયા હતા. આ સિવાય 13 ઘાયલ લોકોની સારવાર ચાલી રહી છે.
મીડિયા અહેવાલો અનુસાર, શુક્રવારે સવારે બ્રાઝિલમાં બાળકો અને કિશોરો માટેના એક શેલ્ટર હોમમાં લાગેલી આગમાં ચાર લોકોના મોત થયા હતા. અને 13 લોકો ઘાયલ થયા હતા. આગ બાબતે જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. હાલ પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. જોકે પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે.
અમેરિકામાં આગની ઘટનામાં ગાયો હોમાઇ
નોંધનીય છેકે અમેરિકામાં એક આગની હ્રદયદ્રાવક ઘટના બની, જેમાં હજારો ગાયોના મોત થયા. ટેક્સાસના એક ડેરી ફાર્મમાં મોટો વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટમાં દાઝી જવાને કારણે લગભગ 18,000 ગાયો મૃત્યુ પામી હતી. અમેરિકામાં આગને કારણે લાખો પશુઓએ જીવ ગુમાવ્યા છે. જોકે, અમેરિકામાં ખેતરમાં લાગેલી આગને કારણે ગાય અને અન્ય પ્રાણીઓના મોત થયાની આ પહેલી ઘટના નથી. 2018થી 2021ની વચ્ચે એટલે કે આ 4 વર્ષમાં અમેરિકામાં આગની ઘટનાને કારણે લગભગ 30 લાખ પશુઓના મોત થયા છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
આંતરરાષ્ટ્રીય સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 3:49 pm, Sat, 15 April 23