મળતી માહિતી અનુસાર દુબઈ સરકારે આ સંદર્ભે દુબઈમાં એક ભવ્ય પાર્ટીનું પણ આયોજન કર્યું હતું, જેમાં રાજપાલ યાદવ અને મોટી સંખ્યામાં તેમના ચાહકો પણ હાજર રહ્યા હતા. તમને જણાવી દઈએ કે UAE ખૂબ જ ખાસ લોકોને ગોલ્ડન વિઝા આપે છે, આ વિઝા સાથે રાજપાલ યાદવ આગામી 10 વર્ષ સુધી UAEમાં રહી શકે છે. દુબઈ સરકાર દ્વારા મળેલી આ ખાસ ભેટથી રાજપાલ યાદવ ખૂબ જ ખુશ છે અને તેણે UAEનો આભાર માન્યો છે! એટલું જ નહીં રાજપાલ યાદવના કરોડો ચાહકોમાં ખુશીની લહેર છે.
આ પણ વાંચો : Viral Video : રાજપાલ યાદવનો નાગિન ડાન્સ થયો વાયરલ, યુઝર્સે કહ્યું – ઓલ્ડ ઈઝ ગોલ્ડ !
શાહરૂખ ખાન સહિત કેટલાક પસંદગીના કલાકારો બાદ હવે પ્રખ્યાત કોમેડિયન રાજપાલ યાદવને પણ UAE દ્વારા ગોલ્ડન વિઝા આપવામાં આવ્યો છે. અત્યાર સુધી સલમાન ખાન, સંજય દત્ત, બોની કપૂર, સંજય કપૂર, અર્જુન કપૂર, જ્હાનવી કપૂર અને ખુશી કપૂર પાસે ગોલ્ડન વિઝા હતા.
હવે આ યાદીમાં રાજપાલ પણ જોડાઈ ગયો છે. પોતાની ફિલ્મી કરિયરમાં અત્યાર સુધી ઘણી ફિલ્મોમાં અલગ-અલગ પાત્રો દ્વારા લોકોને હસાવનાર રાજપાલ યાદવ હવે કાયમી ધોરણે UAEના લોકોનું મનોરંજન કરી શકશે. રાજપાલ યાદવ શાહજહાંપુર જિલ્લાના કુદરા ગામના રહેવાસી છે. ગામમાં તેમનું પિતાનું ઘર છે.
(Credit Source : Rajpal naurang yadav)
કહેવામાં આવી રહ્યું છે કે, 16 સપ્ટેમ્બરના રોજ દુબઈની ફોર્ચ્યુન એટ્રીયમ હોટેલમાં અબ્દુલ્લા ગ્રુપ દ્વારા આયોજિત એક ભવ્ય સમારોહમાં UAE સરકાર દ્વારા આ સન્માન આપવામાં આવ્યું હતું. રાજપાલ યાદવે આ અવસર પર UAE સરકારનો આભાર માન્યો અને કહ્યું કે, આ ખરેખર તેમના માટે એક મહાન સન્માનની વાત છે, જેણે તેમને ખાસ લોકોની શ્રેણીમાં લાવ્યા છે. તેમને કહ્યું કે હવે જો તેઓ ઈચ્છે તો આગામી 10 વર્ષ સુધી કોઈપણ વિવાદ વગર UAEમાં કાયમી રીતે રહી શકે છે.
તેમના પરિવાર માટે આ ગર્વની ક્ષણ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, UAE ના ગોલ્ડન વિઝા મેળવવું ખૂબ જ મુશ્કેલ છે. આ ખાસ કરીને એવા લોકોને આપવામાં આવે છે જેઓ ત્યાં કાયમી ધોરણે પોતાનો વ્યવસાય કરવા માંગે છે અથવા ત્યાંની સરકાર તમારાથી થોડો આર્થિક લાભ જુએ છે.