Britain: ઋષિ સુનક ક્રિકેટના મોટા ચાહક અને મૈત્રીપૂર્ણ વ્યક્તિ, વેઈટર તરીકે પણ કામ કર્યું, સાથે ભણનારા ક્લાસમેટે કર્યા ખુલાસા

|

Oct 24, 2022 | 7:21 PM

બોરિસ જોન્સનના રાજીનામાથી ઋષિ સુનક (Rishi Sunak) વડાપ્રધાન પદની રેસમાં હતા, પરંતુ તેમને લિઝ ટ્રસના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. બાદમાં ટ્રસને રાજીનામું આપવું પડ્યું અને સુનકે ફરીથી પીએમ પદ માટે દાવો રજૂ કર્યો હતો.

Britain: ઋષિ સુનક ક્રિકેટના મોટા ચાહક અને મૈત્રીપૂર્ણ વ્યક્તિ, વેઈટર તરીકે પણ કામ કર્યું, સાથે ભણનારા ક્લાસમેટે કર્યા ખુલાસા
Rishi Sunak

Follow us on

ઋષિ સુનક (Rishi Sunak) આજે બ્રિટનના (Britain) વડાપ્રધાન તરીકે ચૂંટાયા છે. બ્રિટનના વડાપ્રધાન તરીકે ભારતીય મૂળના નાગરિકની પસંદગી કરવામાં આવી હોય તેવી આ પ્રથમ ઘટના છે. બોરિસ જોન્સનના રાજીનામાથી ઋષિ સુનક વડાપ્રધાન પદની રેસમાં હતા, પરંતુ તેમને લિઝ ટ્રસના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. બાદમાં ટ્રસને રાજીનામું આપવું પડ્યું અને સુનકે ફરીથી પીએમ પદ માટે દાવો રજૂ કર્યો હતો. ઋષિ સુનક શરૂઆતથી જ ખૂબ પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવે છે. આ વાતનો ખુલાસો તેના એક સાથી જોન્સન દ્વારા કરવામાં આવ્યો છે, જેમણે બોર્ડિંગ સ્કૂલમાં સાથે અભ્યાસ કર્યો હતો.

તેમના મતે ઋષિ પાસેથી હંમેશા કંઈક કરવાની અપેક્ષા રાખવામાં આવતી હતી. જોન્સને કહ્યું કે, તેની પાસેથી હંમેશા હેડ બોય બનવાની અપેક્ષા રાખવામાં આવતી હતી, કારણ કે તે ખૂબ જ સ્માર્ટ અને સારી રીતભાત ધરાવતો વ્યક્તિ હતો. એક વિશાળ ક્રિકેટ ચાહક અને યુવાન સુનક દરેક અર્થમાં મૈત્રીપૂર્ણ હોવા માટે જાણીતો હતો. તે દારૂ પીતો નથી અને ગૌમાંસનો ત્યાગ કરનાર છે.

સાઉધમ્પ્ટનમાં વેઈટર તરીકે કામ કર્યું

તમને જણાવી દઈએ કે ઋષિ સુનકે પ્રસિદ્ધ બોર્ડિંગ સ્કૂલ વિન્ચેસ્ટર કોલેજમાં અભ્યાસ કર્યો હતો, જ્યાં બાદમાં તેને હેડ બોય બનાવવામાં આવ્યો હતો. તે કહે છે, હું સારી શાળાઓમાં જઈ શકું તે માટે મારા માતા-પિતાએ ઘણું બલિદાન આપ્યું હતું. હું વિન્ચેસ્ટર કૉલેજ, ઑક્સફર્ડ યુનિવર્સિટી અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા માટે પૂરતો ભાગ્યશાળી હતો. એ અનુભવે મારું જીવન બદલી નાખ્યું. કહેવાય છે કે ઉનાળાની રજાઓમાં સાઉધમ્પ્ટનના એક કરી હાઉસમાં વેઈટર તરીકે પણ કામ કર્યું હતું.

બજારમાં આવી ગઈ છે નકલી બદામ, આ રીતે કરો અસલી નકલીની ઓળખ
Moong Dal Khichdi : મગની દાળની ખીચડી કોણે ન ખાવી જોઈએ?
રોહિત શર્મા દિવસમાં કેટલી વાર ખાય છે? ફેવરિટ ફૂડ કયું છે?
Milk For Face : ચહેરા પર રોજ કાચું દૂધ લગાવવાથી શું થાય છે? જાણો અહીં
પીરિયડમાં નોર્મલ બ્લીડિંગ કેટલું થવું જોઈએ ?
Get Rid From Rat : ઉંદરોને ઘરમાંથી ઊભી પૂંછડીએ ભગાડવાની ટ્રિક

પહેલા દિવસથી સંકટનો સામનો કરવા માટે પ્રયત્નો કરીશું: ઋષિ સુનક

બ્રિટનના 42 વર્ષીય ભૂતપૂર્વ ચાન્સેલરે ‘ધ ટાઈમ્સ’ને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, જે થઈ રહ્યું છે તે થવા દેવાનું વલણ દેશ સામેના ગંભીર આર્થિક પડકારનો સામનો કરવા માટે કામ કરશે નહીં. તેમણે કહ્યું, સરકારમાં હોવાને કારણે હું માનું છું કે જે સિસ્ટમ ચાલી રહી છે તે રીતે કામ કરી રહી નથી. હું જે પડકારો વિશે વાત કરી રહ્યો છું તે કલ્પના નથી. તેથી, પીએમ કાર્યાલયમાં પ્રવેશ કરશે તે પ્રથમ દિવસથી, અમે સંકટનો સામનો કરવા માટેના પ્રયાસો કરીશું.

Published On - 7:21 pm, Mon, 24 October 22

Next Article