Breaking News: PM મોદીને ઈજિપ્તના સર્વોચ્ચ સન્માન ‘ઓર્ડર ઓફ ધ નાઈલ’થી કરાયા સન્માનિત, જુઓ Video
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઈજીપ્તમાં દેશનું સર્વશ્રેષ્ઠ સન્માન આપવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસીએ પોતાના હાથે PM મોદીને સમન્માનિત કર્યા.
Egypt: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઈજીપ્તમાં દેશનું સર્વશ્રેષ્ઠ સન્માન આપવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસીએ પોતાના હાથે PM મોદીને સમન્માનિત કર્યા. આ પહેલા તેઓ વોર મેમોરિયલ અને અલ-હકીમ મસ્જિદ પણ પહોંચ્યા હતા.
આ પણ વાચો: Emergency: ડાર્ક ઓફ ડેમોક્રેસી ઇમરજન્સીની વર્ષગાંઠ પર PM મોદીનું ટ્વીટ, જાણો બીજું શું કહ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઈજિપ્ત દ્વારા સ્ટેટ ઓનર ‘ઓર્ડર ઓફ ધ નાઈલ’ એનાયત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ-સીસીએ તેમને આ સન્માન પોતાના હાથે આપ્યું હતું. અગાઉ તેમણે બોહરા સમુદાયની મસ્જિદ અલ-હકીમની મુલાકાત લીધી હતી. તેઓ કૈરોમાં હેલિયોપોલિસ કોમનવેલ્થ વોર મેમોરિયલ પણ પહોંચ્યા હતા. અહીં તેમણે ભારતીય સેનાના શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી.
PM Modi conferred with Egypt’s highest state honour ‘Order of the Nile’ award
Read @ANI Story | https://t.co/o7mAz7R4Z3#PMModi #PMModiEgyptVisit #Orderofthenile #StateAward #Egypt #India pic.twitter.com/ZpQfN7Gvtk
— ANI Digital (@ani_digital) June 25, 2023
Credit- Twitter @ani_digital
નરેન્દ્ર મોદી 26 વર્ષમાં દ્વિપક્ષીય મુલાકાતે ઇજિપ્તની મુલાકાત લેનારા ભારતના પ્રથમ વડાપ્રધાન છે. વડાપ્રધાન મોદીએ ઈજિપ્તના રાષ્ટ્રપતિ અલ-સીસી સાથે પણ દ્વિપક્ષીય વાતચીત કરી હતી.
સપ્ટેમ્બરમાં ભારતમાં G-20 દેશોની મીટીંગ યોજાશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોદીની ઇજિપ્તની મુલાકાત ખૂબ જ ખાસ છે. ભારત સપ્ટેમ્બર મહિનામાં જી-20 દેશોની મેજબાની કરવા જઈ રહ્યું છે. આ પ્રસંગે ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ અલ સીસી પણ ભારત આવશે. ઇજિપ્ત G20 નો ભાગ નથી પરંતુ ભારતના વિશેષ આમંત્રણ પર તે વિશ્વના સૌથી શક્તિશાળી દેશોની બેઠકમાં ભાગ લેશે.
13 દેશોએ પીએમ નરેન્દ્ર મોદીનું સન્માન કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અત્યાર સુધીમાં 13 દેશો દ્વારા તેમના દેશના સર્વશ્રેષ્ઠ સન્માનથી સમ્માનિત કરવામાં આવ્યા છે. છેલ્લા 9 વર્ષમાં PMને સાઉદી અરેબિયા, અફઘાનિસ્તાન, અમેરિકા, પેલેસ્ટાઈન સહિત 13 દેશો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. સૌ પ્રથમ, સાઉદી અરેબિયાને 2016 માં ઓર્ડર ઓફ અબ્દુલ અઝીઝ અલ-સાઉદથી નવાજવામાં આવ્યા હતા. પીએમ મોદી પહેલા વ્યક્તિ છે જેમને બિન-મુસ્લિમ તરીકે આ શ્રેષ્ઠ સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ સિવાય પેલેસ્ટાઈનને ગ્રાન્ડ કોલર ઓફ ધ સ્ટેટ ઓફ પેલેસ્ટાઈન એવોર્ડ આપવામાં આવ્યો હતો.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો