Breaking News: યુદ્ધની આશંકા વચ્ચે ‘સીઝફાયર’ લાગુ, ઈરાને સૈન્ય અભિયાન રોક્યું પણ ઈઝરાયેલને આપી ‘સૌથી મોટી ધમકી’
પશ્ચિમ એશિયાથી એક રાહતના સમાચાર સામે આવ્યા છે. ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ફરી એકવાર સીઝફાયર (યુદ્ધવિરામ) લાગુ થઈ ગયો છે, જેના કારણે યુદ્ધની આશંકાઓ પર હાલ પૂરતી બ્રેક લાગી છે.

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ફરી એકવાર સીઝફાયર (યુદ્ધવિરામ) લાગુ થઈ ગયો છે. આ અંગેની માહિતી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) આપી હતી. ત્યારબાદ ઈરાની સેનાના જોઈન્ટ કમાન્ડે પણ આ વાતની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, ઈરાને હાલ પૂરતા પોતાના આક્રમક સૈન્ય અભિયાનો રોકી દીધા છે.
આ નિર્ણય એવા સમયે આવ્યો છે, જ્યારે તાજેતરના દિવસોમાં બંને દેશો વચ્ચે ફરીથી હુમલા થયા હતા. આ ઘટનાઓએ પશ્ચિમ એશિયામાં મોટાપાયે યુદ્ધ થવાની આશંકાઓને વધારી દીધી હતી. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે, જો તેના પર ફરીથી હુમલો કરવામાં આવશે તો તેનો જવાબ પહેલા કરતા પણ વધુ કડક હશે.
News Alert ! Iranian military’s joint command says it is halting its offensive operations after Israel and Iran exchanged fire, reports AP. pic.twitter.com/jUuOgsrhi3
— Press Trust of India (@PTI_News) June 8, 2026
ઈરાની સેનાએ રોક્યું ‘અભિયાન’
ઈરાની સેનાના સંયુક્ત કમાન્ડે સોમવારે નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે, તેઓ હાલ પૂરતા પોતાના આક્રમક સૈન્ય અભિયાનો રોકી રહ્યા છે. આ જાહેરાત એવા સમયે થઈ છે, જ્યારે આ વિસ્તારમાં તણાવ સતત વધી રહ્યો હતો. ઈરાનનું કહેવું છે કે, તે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને જરૂર પડ્યે કાર્યવાહી કરવા માટે તૈયાર છે.
તાજેતરના હુમલાઓથી વધ્યો હતો ‘તણાવ’
તાજેતરના દિવસોમાં ઈઝરાયેલ અને ઈરાને એકબીજા પર હુમલા કર્યા હતા. આ ઘટનાક્રમ એ યુદ્ધવિરામ બાદ થયો હતો, જેને બે મહિના પહેલા અમેરિકાની મધ્યસ્થતાથી લાગુ કરવામાં આવ્યો હતો. આ હુમલાઓએ પશ્ચિમ એશિયામાં ફરીથી મોટા સંઘર્ષની આશંકા પેદા કરી દીધી હતી.
ઈઝરાયેલને આપી ‘કડક ચેતવણી’
ઈરાને પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, જો ઈઝરાયેલ કે તેના સમર્થકો કોઈપણ પ્રકારની નવી આક્રમક કાર્યવાહી કરશે તો તેનો જવાબ પહેલા કરતા પણ વધુ કઠોર હશે. ઈરાની સેનાએ કહ્યું કે, કોઈપણ દુશ્મનાવટભર્યા પગલાંને નજરઅંદાજ કરવામાં આવશે નહીં.
દક્ષિણ લેબનાનનો પણ કર્યો ‘ઉલ્લેખ’
ઈરાની સેનાએ ચેતવણી આપતા કહ્યું કે, જો દક્ષિણ લેબનાનમાં પણ કોઈ સૈન્ય કાર્યવાહી કે તણાવ વધારનારું પગલું ભરવામાં આવશે તો તેના ગંભીર પરિણામો આવી શકે છે. ઈરાને સંકેત આપ્યો છે કે, તે પ્રાદેશિક ઘટનાઓ પર પણ નજીકથી નજર રાખી રહ્યું છે.
પશ્ચિમ એશિયામાં ફરી વધી ‘યુદ્ધની આશંકા’
તાજેતરની ઘટનાઓ પશ્ચિમ એશિયાને ફરી એકવાર મોટા સંઘર્ષ તરફ ધકેલી શકે છે. જો કે, ઈરાન દ્વારા સૈન્ય અભિયાન રોકવાની જાહેરાતને તણાવ ઓછો કરવાની દિશામાં એક પગલું માનવામાં આવી રહ્યું છે પરંતુ વિસ્તારની પરિસ્થિતિ હજુ પણ સંવેદનશીલ બનેલી છે. આની અસર આવતીકાલે 09 જૂનના રોજ શેર માર્કેટ અને ક્રૂડ ઓઈલની કિંમતો પર જોવા મળી શકે છે.

