ભૂકંપના જોરદાર આંચકાને કારણે જાપાનની ધરતી ધ્રૂજી, રિક્ટર સ્કેલ પર 6.1ની તીવ્રતા

|

Apr 02, 2024 | 8:06 AM

નવા વર્ષની શરૂઆતમાં પશ્ચિમ જાપાનમાં આવેલા ભૂકંપને કારણે 50થી વધુ લોકોના મોત થયા હતા. અધિકારીઓએ ચેતવણી જાહેર કરી હતી અને લોકોને તેમના ઘરોથી દૂર રહેવા કહ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર 1 જાન્યુઆરીએ ઇશિકાવા પ્રાંત અને તેની આસપાસના વિસ્તારોમાં લગભગ 100 ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

ભૂકંપના જોરદાર આંચકાને કારણે જાપાનની ધરતી ધ્રૂજી, રિક્ટર સ્કેલ પર 6.1ની તીવ્રતા
earthquake in japan

Follow us on

જાપાનમાં મંગળવારે ફરી એકવાર ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.1 માપવામાં આવી હતી. આ આંચકા ઉત્તર જાપાનના ઈવાતે અને આઓમોરી પ્રાંતમાં અનુભવાયા હતા. જાપાનની હવામાન એજન્સીએ જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર ઇવાતે પ્રાંતનો ઉત્તરીય ભાગ હતો. જો કે હાલમાં જાનમાલના નુકસાન અંગે કોઈ માહિતી બહાર આવી નથી.

જાન્યુઆરીમાં આવ્યો હતો આંચકો

નવા વર્ષની શરૂઆતમાં પશ્ચિમ જાપાનમાં આવેલા ભૂકંપને કારણે 50થી વધારે લોકોના મૃત્યુ થયા હતા. અધિકારીઓએ ચેતવણી જાહેર કરી હતી અને લોકોને તેમના ઘરોથી દૂર રહેવા કહ્યું હતું.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર 1 જાન્યુઆરીએ ઇશિકાવા પ્રાંત અને તેની આસપાસના વિસ્તારોમાં લગભગ 100 ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આમાં 7.6ની તીવ્રતાનો ભૂકંપ પણ સામેલ હતો, ત્યારબાદ સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી હતી.

ભૂકંપ કેમ અને કેવી રીતે આવે છે?

ધરતીની અંદર પ્લેટોના અથડામણને કારણે ભૂકંપ આવે છે. ભૂસ્તરશાસ્ત્રના નિષ્ણાંતો કહે છે કે, આપણી પૃથ્વી 12 ટેક્ટોનિક પ્લેટ પર સ્થિત છે. આ પ્લેટો અથડાતી વખતે જે ઉર્જા બહાર આવે છે તેને ભૂકંપ કહેવાય છે. નિષ્ણાતોના મતે, પૃથ્વીની નીચે હાજર આ પ્લેટો ખૂબ જ ધીમી ગતિએ ફરતી રહે છે. દર વર્ષે આ પ્લેટો તેમની જગ્યાએથી 4-5 મીમી ખસી જાય છે. આ સમયગાળા દરમિયાન કેટલીક પ્લેટો અન્યથી દૂર જાય છે અને કેટલીક અન્યની નીચે સરકી જાય છે. આ સમય દરમિયાન પ્લેટોના અથડામણને કારણે ભૂકંપ આવે છે.

Published On - 6:41 am, Tue, 2 April 24

Next Article