ત્રીજા વિશ્વ યુદ્ધ તરફ આગળ વધતી દુનિયા, અમેરિકાનો ઈરાન પર ડ્રોન હુમલો

અમેરિકાએ ઈરાકમાં ઈરાન સમર્થિત દળો પર હુમલો કર્યો છે. ઉત્તરી ઈરાકમાં ડ્રોન હુમલામાં ત્રણ અમેરિકન સૈનિકો ઘાયલ થયા છે.આ ચોકસાઈપૂર્વકના હુમલાઓ ઈરાક અને સીરિયામાં અમેરિકી અધિકારીઓ સામે ઈરાન પ્રાયોજિત મિલિશિયાના હુમલાનો પ્રતિસાદ છે. કતાબ હિઝબુલ્લાહ જેવા જૂથોએ આર્બિલ એર બેઝ પર હુમલો કર્યો હતો.

ત્રીજા વિશ્વ યુદ્ધ તરફ આગળ વધતી દુનિયા, અમેરિકાનો ઈરાન પર ડ્રોન હુમલો
Follow Us:
| Updated on: Jan 17, 2024 | 10:30 AM

યુએસ ડિફેન્સ સેક્રેટરી લોયડ ઓસ્ટીને જણાવ્યું હતું કે અમેરિકન સેનાએ સોમવારે ઈરાકમાં ઈરાન સમર્થિત લડવૈયાઓ દ્વારા ઉપયોગમાં લેવાતા ત્રણ લક્ષ્યો પર હુમલો કર્યો હતો. ઉત્તર ઇરાકમાં ડ્રોન હુમલામાં ત્રણ અમેરિકન સૈનિકો ઘાયલ થયા બાદ રાષ્ટ્રપતિ જો બાઈડને ઈરાન સમર્થિત મિલિશિયા જૂથો સામે બદલો લેવાનો આદેશ આપ્યા બાદ આ હુમલાઓ થયા છે.

અમેરિકાએ હુમલાની તૈયારી કેવી રીતે કરી?

યુએસ નેશનલ સિક્યોરિટી કાઉન્સિલના પ્રવક્તા એડ્રિન વોટસને જણાવ્યું હતું કે સોમવારે આર્બિલ એર બેઝ પર થયેલા હુમલામાં એક અમેરિકન સૈનિક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ હુમલાની જવાબદારી ઈરાન સમર્થિત મિલિશિયા કતૈબ હિઝબુલ્લાએ લીધી હતી.

બિહારી અને ઈન્દોરી પૌઆમાં શું અંતર છે? સ્વાદના ચટાકાથી જ તમે જાણી શકશો
પહેલા મગર તો હવે સાપ વાળો નેકલેસ પહેરી Cannesમાં ઉતરી ઉર્વશી રૌતેલા, જુઓ-Photo
આજનું રાશિફળ તારીખ : 20-05-2024
ઉનાળામાં પેટમાં એસીડિટીથી રાહત મેળવવા માટે કરો આ ઉપાય
ઘરના માટલામાં જ મળશે Fridge જેવું ઠંડુ પાણી, કરી લો બસ આ કામ, જુઓ-VIDEO
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો

સોમવારે અમેરિકી રાષ્ટ્રપતિને ક્રિસમસની ઉજવણી દરમિયાન આ હુમલાની જાણકારી આપવામાં આવી હતી. બાયડેને આ હુમલાનો તાત્કાલિક જવાબ આપવા જણાવ્યું હતું અને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી.

ઇરાકમાં કતાઇબ હિઝબુલ્લાહના લક્ષ્યો પર હુમલો કરવા માટે, લોયડ ઓસ્ટિન અને રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની ટીમે ત્રણ લક્ષ્યો પર હુમલાની યોજના બનાવી હતી.

અમેરિકાએ આ હુમલા પાછળ ઈરાનનો હાથ હોવાનો આરોપ લગાવ્યો

અમેરિકાએ અરબિલ એર બેઝ પર હુમલા માટે ઈરાનને જવાબદાર ઠેરવ્યું છે. અમેરિકાએ કહ્યું કે ઈરાને હમાસને તાલીમ આપી છે અને તેના ઘણા જૂથોને મધ્ય પૂર્વમાં અલગ-અલગ સ્થળોએ તૈનાત કર્યા છે.

ચાલી રહ્યું છે ઈઝરાયેલ હમાસ યુદ્ધ

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે થોડા સમય પહેલા યુદ્ધની શરૂઆત થઈ છે, જો કે હજુ સુધીમાં 20000થી વધારેના આ યુદ્ધમાં મોત થઈ ચુક્યા છે,  ત્યારે ઈઝરાયેલ મિશન ગાઝા સફાઈ ચાલુ કર્યું છે, શનિવારના રોજ ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા હુમલામાં 70થી વધારેના મોતના અહેવાલ સામે આવ્યા છે. ત્યારે દુનિયા ત્રીજા વિશ્વ યુદ્ધ તરફ આગળ વધી રહી હોય તેમ ચોક્કસ કહી શકાય છે.

રશિયા યુક્રેન યુદ્ધ

જો કે રશિયા યુક્રેન યુદ્ધ વર્ષ કરતા વધારે સમયથી ચાલી રહ્યું છે, યુક્રેન પોતાની બઘી તાકાત લગાડીને રશિયાનો સામેનો કરી રહ્યું છે, ત્યારે રશિયા પર યુક્રેનને છોડવા માગતુ નથી, હવે આ યુદ્ધ કેટલા સમય ચાલે તે જોવાનું રહ્યું છે, વિશ્વમાં હાલ ઈઝરાયેલ હમાસ અને રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, હવે જો ઈરાન અમેરિકા પર હુમલો કરશે તો દુનિયામાં ત્રીજુ યુદ્ધ અમેરિકા અને ઈરાન વચ્ચે શરૂ થશે, જો અમેરિકા યુદ્ધમાં ઉતરશે તો વિશ્વની મહાન શક્તિઓ પણ યુદ્ધમાં ઉતરવા મજબૂર થઈ જશે અને વર્લ્ડ  વોર શરૂ થવાના આ એંધાણ હોઈ શકે છે.

આ પણ વાંચો: યુદ્ધવિરામ પછી, ઇઝરાયેલે ગાઝામાં ફરી તબાહી મચાવી, 178 પેલેસ્ટાઇનના મોત

Latest News Updates

ગુજરાતના 11 જિલ્લામાં હીટવેવની આગાહી
ગુજરાતના 11 જિલ્લામાં હીટવેવની આગાહી
કન્યાની વિદાય થતાની સાથે જ દુલ્હનનું થયુ અપહરણ,પોલીસે હાથ ધરી તપાસ
કન્યાની વિદાય થતાની સાથે જ દુલ્હનનું થયુ અપહરણ,પોલીસે હાથ ધરી તપાસ
માર્કેટમાં આવ્યું ગરમીમાં ઠંડક આપતું જેકેટ ! જાણો ક્યાં મળે છે?
માર્કેટમાં આવ્યું ગરમીમાં ઠંડક આપતું જેકેટ ! જાણો ક્યાં મળે છે?
ગુજરાતના આ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં જ 10 લોકોના મોત
ગુજરાતના આ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં જ 10 લોકોના મોત
આ પાંચ રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
આ પાંચ રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
g clip-path="url(#clip0_868_265)">