એકવાર ખોરાક તળ્યા બાદ વધેલા તેલનો ઉપયોગ કરવો જોઈએ કે નહીં! જાણો શું કહે છે ICMRનું રિસર્ચ

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે હાલમાં જ જારી કરેલા દિશાનિર્દેશોમાં વનસ્પતિ તેલ કે અન્ય કોઈપણ તેલને વારંવાર ગરમ કરતા પહેલા સાવચેતી રાખવાની સલાહ આપી છે. ICMRનું કહેવુ છે કે આવુ કરવાથી તેલમાંથી હાનિકારક તત્વો છૂટવા લાગે છે જે કેંસર અને હાર્ટ એટેક જેવી બીમારીઓનો ખતરો વધારી દે છે.

એકવાર ખોરાક તળ્યા બાદ વધેલા તેલનો ઉપયોગ કરવો જોઈએ કે નહીં! જાણો શું કહે છે ICMRનું રિસર્ચ
Follow Us:
| Updated on: May 20, 2024 | 1:48 PM

એવુ અનેકવાર બન્રયુ હશે કે આપણે જમવાનુ બનાવ્યા બાદ વધેલા તેલનો ઉપયોગ જ્યા સુધી તે સંપૂર્ણપણે વપરાઈ ન જાય ત્યાં સુધી કરીએ છીએ. પરંતુ આ બિલકુલ સ્વાસ્થ્યપ્રદ નથી. અત્યંત હાનિકારક છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે (ICMR)એ હાલમાં જ જારી કરેલા દિશાનિર્દેશોમાં વનસ્પતિ તેલ કે કોઈપણ પ્રકારના તેલને વારંવાર ગરમ કરવાથી બચવાની સલાહ આપી છે. ICMRના જણાવ્યા મુજબ વનસ્પતિ તેલને વારંવાર ગરમ કરવાથી તેમા ઝેરીલા તત્વો ઉત્પન્ન થાય છે જે હ્રદય રોગ અને કેંસર જેવી જીવલેણ બીમારીઓનુ જોખમ વધારી દે છે.

અગાઉના રિસર્ચમાં પણ સામે આવ્યુ છે કે કેવી રીતે રાંધણ તેલને ફરીથી ગરમ કરવાથી ઝેરી તત્વો બહાર આવે છે અને શરીરમાં ફ્રી રેડિકલ્સ પણ વધી શકે છે. જે બળતરા અને વિવિધ ક્રોનિક રોગો તરફ દોરી શકે છે.

વિશ્વના સૌથી ચમત્કારિક મંત્ર વિશે જાણી ચોંકી જશો, દેવરહા બાબાએ જણાવ્યો, જુઓ Video
IPL ઓક્શનમાં બિઝનેસ વુમન નીતા અંબાણીએ ખેંચ્યું લોકોનું ધ્યાન, જુઓ Video
શિયાળામાં મગફળી સાથે ગોળનું સેવન કરવાથી જાણો શું થાય છે ?
પગમાં કાળો દોરો કેમ ન બાંધવો જોઈએ? જ્યોતિષે આપ્યુ આ કારણ
Avocado Benifits : એવોકાડોમાં ક્યું વિટામીન હોય છે, એવોકાડો ખાવાના ફાયદા શું છે?
મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર

ICMR, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ન્યુટ્રિશનના સહયોગથી, વિવિધ વય જૂથના લોકો માટે 17 નવી આહાર માર્ગદર્શિકા બહાર પાડી છે. જેથી તેઓને વધુ સારી રીતે ખોરાકની પસંદગી કરવામાં મદદ મળે. માર્ગદર્શિકાનો હેતુ ભારતીયોને સારુ સ્વાસ્થ્ય જાળવવા અને તમામ પ્રકારના કુપોષણને દૂર કરવા માટે આરોગ્યપ્રદ ખોરાકની પસંદગી માટે તરફ દોરવાનો છે.

તેલ વારંવાર ગરમ કરવાથી કેન્સર, હૃદય રોગ થઈ શકે છે માર્ગદર્શિકા જણાવે છે કે રસોઈ માટે વનસ્પતિ તેલનો વારંવાર ઉપયોગ કરવાનું ચલણ ઘરો અને બહાર મળતા ખાદ્યપદાર્થોમાં ઘણુ સામાન્ય છે.

એક રિપોર્ટ અનુસાર, વનસ્પતિ તેલને વારંવાર ગરમ કરવાથી હાનિકારક/ઝેરી એવા સંયોજનોની રચના થાય છે અને હૃદયરોગ અને કેન્સરનું જોખમ વધી શકે છે. ઊંચા તાપમાને તેલમાં રહેલી કેટલીક ચરબી ટ્રાન્સ ચરબીમાં ફેરવાય છે. ટ્રાન્સ ચરબી એ હાનિકારક ચરબી છે જે હૃદય રોગનું જોખમ વધારે છે. જ્યારે તેલનો ફરીથી ઉપયોગ કરવામાં આવે છે ત્યારે ટ્રાન્સ ચરબીનું પ્રમાણ વધે છે.

વનસ્પતિ તેલના પુનઃઉપયોગ વિશે ICMR શું કહે છે?

ICMRએ કહ્યું કે તમે આ તેલનો ઉપયોગ શાકભાજી જેવી વસ્તુઓ બનાવવા માટે કરી શકો છો. પરંતુ સામાન્ય રીતે, તેલમાં તળ્યા પછી, ફરીથી તે તેલનો ઉપયોગ તળવા માટે ઉપયોગ કરશો નહીં. આ ઉપરાંત એકવાર તળ્યા બાદ વધેલા તેલને બે દિવસની અંદર વાપરી નાખવુ જોઈએ, એ બાદ એ હાનિકારક થઈ જાય છે.

નિષ્ણાંતોએ આપી ચેતવણી

વનસ્પતિ તેલને વારંવાર ગરમ કરવાથી ટ્રાન્સ ચરબી અને એક્રેલામાઇડ જેવા હાનિકારક સંયોજનોની રચના થઈ શકે છે, જે કેન્સરના વધતા જોખમ સાથે સંકળાયેલા છે. વધુમાં, તેલને ફરીથી ગરમ કરવા અને તેનો પુનઃઉપયોગ કરવાથી હાનિકારક મુક્ત રેડિકલ અને અન્ય ઝેરના સંચય થઈ શકે છે જે બળતરા, હૃદય રોગ અને યકૃતના નુકસાનમાં ફાળો આપે છે.આ જોખમોને ટાળવા માટે એક જ તેલનો અનેક વખત ઉપયોગ કરવાનું ટાળવું અને તેના બદલે હાઈસ્મોકવાળા તેલનો ઉપયોગ કરવો જોઈએ.

આ ઉપરાંત, રાંધવાના યોગ્ય તાપમાનને જાળવી રાખવા અને એકવાર ઉપયોગમાં લેવાયેલા તેલનો ફરીથી ઉપયોગ ન કરીને સંભવિત સ્વાસ્થ્ય જોખમોને નોંધપાત્ર રીતે ઘટાડી શકાય છે. સ્વાસ્થ્યની કાળજી લેવા માટે, નિયમિતપણે તાજા અને જેના પર કોઈ પ્રોસેસ ન થઈ હોય તેવા તેલ વાપરવાની સલાહ આપે છે.

આ પણ વાંચો: અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં વધારો, 108ને મળ્યા 4 હજારથી વધુ કોલ્સ- Video 

દેશભરના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અંબાજી મંદિર ગાદી વિવાદ, હરીગીરી બાપુએ આરોપો ફગાવ્યા
અંબાજી મંદિર ગાદી વિવાદ, હરીગીરી બાપુએ આરોપો ફગાવ્યા
tv9 ના અહેવાલનો પડઘો, લોકલ ટોલનો ભાવ વધારો પરત ખેંચાયો
tv9 ના અહેવાલનો પડઘો, લોકલ ટોલનો ભાવ વધારો પરત ખેંચાયો
ખ્યાતિ હોસ્પિટલ મામલે વધુ એક મોટો ખુલાસો, જોરણગ કેમ્પ બાદ એકનું મોત
ખ્યાતિ હોસ્પિટલ મામલે વધુ એક મોટો ખુલાસો, જોરણગ કેમ્પ બાદ એકનું મોત
Gujarat Weather Today : ગુજરાતમાં શરુ થઇ ગયો ઠંડીનો ચમકારો
Gujarat Weather Today : ગુજરાતમાં શરુ થઇ ગયો ઠંડીનો ચમકારો
પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ
પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
g clip-path="url(#clip0_868_265)">