શું છે ‘Hiramandi’માં અદિતિ રાવ હૈદરીની ‘ગજગામિની ચાલ’, જેનો કામસૂત્રમાં પણ છે ઉલ્લેખ, જુઓ Video

Aditi Rao Hydari Gajagamini walk : હવે પ્રખ્યાત અભિનેત્રી અદિતિ રાવ હૈદરીની એક ચાલનો વીડિયો દરેક જગ્યાએ છે જેના પર ચાહકોનું મન મોહી ગયું છે, તો ચાલો જાણીએ કે તેને 'ગજગામિની ચાલ' શા માટે કહેવામાં આવે છે અને તેનું કામસૂત્ર સાથે શું જોડાણ છે.

શું છે 'Hiramandi'માં અદિતિ રાવ હૈદરીની 'ગજગામિની ચાલ', જેનો કામસૂત્રમાં પણ છે ઉલ્લેખ, જુઓ Video
Aditi Rao Hydari Gajagamini walk
Follow Us:
| Updated on: May 20, 2024 | 1:36 PM

Gajagamini walk : સંજય લીલા ભણસાલીની હીરામંડી બહાર આવ્યાને બે અઠવાડિયાથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ દરેક જગ્યાએ તેની ચર્ચા થઈ રહી છે અને તેની ક્લિપ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ વેબ સિરિઝ ભારતમાં રિલીઝ થયાના માત્ર એક અઠવાડિયાની અંદર નેટફ્લિક્સ પર સૌથી વધુ જોવાયેલી વેબ સિરીઝ બની ગઈ છે.

મનીષા કોઈરાલા, સોનાક્ષી સિંહા, રિચા ચઢ્ઢા, અદિતિ રાવ હૈદરી જેવી ઘણી દિગ્ગજ અભિનેત્રીઓએ આ વેબ સિરીઝમાં કામ કર્યું છે. આવી સ્થિતિમાં હવે પ્રખ્યાત અભિનેત્રી અદિતિ રાવ હૈદરીની એક ચાલનો વીડિયો દરેક જગ્યાએ છે જેના પર ચાહકોનું મન મોહી ગયું છે, તો ચાલો જાણીએ કે તેને ‘ગજગામિની ચાલ’ શા માટે કહેવામાં આવે છે અને તેનું કામસૂત્ર સાથે શું જોડાણ છે.

અદિતિની ‘ગજગામિની ચાલ’

જય લીલા ભણસાલીની ડેબ્યુ વેબ સીરિઝ ‘હીરામંડી’ આવી ગઈ છે અને આ દરમિયાન અદિતિ એટલે કે બિબ્બોજાનના મુજરાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે ફરદીન ખાનની સામે ડાન્સ કરતી જોવા મળી રહી છે અને આ દરમિયાન લોકો તેની આકર્ષક મૂવ્સ જોઈ રહ્યા છે.

પનોતી હોય તો લોકોમાં દેખાય છે આ 5 લક્ષણો
Refrigerator Tips: ફ્રિજમાંથી આવે છે કટ-કટનો અવાજ? તો આ રીતે મીનિટોમાં કરો ઠીક
Hair tips : વાળના વિકાસ માટે કયું Oil સારું? બદામનું કે કોકોનટનું
ગાયે પોલીથીન ખાધી છે કે નહીં ? આ રીતે જાણો
No Muslim Country : દુનિયાનો એવો દેશ જ્યાં એક પણ મુસ્લિમ નથી!
Chanakya Niti: ઓછા સમયમાં જલદી ધનવાન બની જાય છે આ લોકો !

તેમનું મન આ લચકતી કમર પર મોહી ગયું છે. કેટલાક તેને હંસની ચાલ કહી રહ્યા છે તો કેટલાક તેને ‘ગજગામિની’ કહી રહ્યા છે. તો ચાલો જાણીએ શું છે ખાસ ચાલ અને શા માટે દરેક તેને જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે.

ગજગામિની વોક શું છે?

હીરામંડીમાં ‘સૈયાં હટો જાઓ’ ગીતમાં ફરદીન ખાનની સામે બિબ્બો જાન ડાન્સ કરે છે અને આ દરમિયાન તે ગજગામિની વોક કરે છે. મળતી માહિતી મુજબ સંસ્કૃતમાં ગજગામિનીનો અર્થ હાથીની ચાલ થાય છે. કહેવાનો અર્થ એ છે કે હાથી કે હાથીની જેમ શાંત અવસ્થામાં હલનચલન કરીને, લહેરાતા ચાલવું.

વર્ષો પહેલા આચાર્ય વાત્સ્યાયને ‘કામસૂત્ર’ લખ્યું હતું, જેમાં ચાલ ‘ગજગામિની’નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આજકાલ તેને ‘સ્વાન વોક’ (Swan Walk) કહેવામાં આવે છે. એવું કહેવાય છે કે આચાર્ય વાત્સ્યાયનનો આ ગ્રંથ લગભગ દોઢથી અઢી હજાર વર્ષ પહેલાં રચાયો હશે. ‘ગજગામિની’ શબ્દનો ઉપયોગ મહાભારતમાં પણ થયો છે. દેવદત્ત પટ્ટનાયકે પોતાના પુસ્તકમાં લખ્યું છે.

જુઓ વીડિયો………….

મધુબાલા અને માધુરીએ પણ આ ચાલનો કર્યો ઉપયોગ

બોલીવુડ અભિનેત્રી અદિતિ રાવ હૈદરીએ ‘હીરામંડી’માં ‘બિબ્બોજાન’નું પાત્ર ભજવ્યું છે. સિરીઝમાં એક ગીત છે – સૈયા હટો જાઓ તુમ બડે વો હો. દર્શકોને આ ગીતમાં અદિતિ રાવની ‘ગજ ગામિની’ મૂવ પસંદ આવી છે. જેના પછી લોકો તેના ખૂબ વખાણ કરી રહ્યા છે.

મધુબાલા એ ફિલ્મ મુગલ-એ-આઝમના ગીત મોહે પનઘટ પે માં ‘ગજ ગામિની’ મુવમાં ડાન્સ કરતી જોવા મળી હતી. તેણે ફિલ્મના ટાઈટલ સોંગ પર જ ‘ગજ ગામિની’ વોક કર્યું હતું. માધુરી દીક્ષિત એમએફ હુસૈનની ફિલ્મ ‘ગજ ગામિની’માં આવો ડાન્સ કરતી જોવા મળી હતી. તેણે ફિલ્મના ટાઈટલ સોંગ પર જ ‘ગજ ગામિની’ વોક કર્યું હતું.

g clip-path="url(#clip0_868_265)">