અયોધ્યામાં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ ચાલી રહી છે. દેશભરમાંથી ઘણા લોકો અયોધ્યા પહોંચી રહ્યા છે. વડાપ્રધાન મોદી પણ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનશે. ત્યારે અયોધ્યાથી લગભગ 2800 કિલોમીટર દુર એક મુસ્મિલ દેશમાં પણ વિશાળ હિન્દુ મંદિર બની રહ્યું છે અને તેનું ઉદ્ઘાટન પણ વડાપ્રધાન મોદી કરવાના છે. હા અબુ ધાબીના બીએપીએસ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન વડાપ્રધાન મોદી ફેબ્રુઆરી મહિનામાં કરશે.
ભારતથી લગભગ 2800 કિલોમીટર દુર અબૂ ધાબીમાં બની રહેલા પ્રથમ હિન્દુ મંદિરનું કામ હવે અંતિમ તબક્કામાં છે. આ મંદિર માત્ર ભારતની આધ્યાત્મિકતા અને સનાતન પરંપરાનું કેન્દ્ર નથી પણ આ મંદિરના નિર્માણથી બંને દેશોની વચ્ચે સાંસ્કૃતિક આદાન પ્રદાન થશે, સાથે જ બંને દેશોના સંબંધ પણ વધુ મજબૂત બનશે.
આ મંદિર અબૂ ધાબીનું પ્રથમ અને સૌથી ભવ્ય મંદિર છે. આ મંદિર 55000 વર્ગમીટરમાં બની રહ્યું છે અને તેને ભારતીય કારીગરો દ્વારા શાનદાર રીતે કોતરવામાં આવ્યું છે. આ મંદિરના નિર્માણમાં 50000થી વધારે ઈંટનો ઉપયોગ થયો છે. ખાસ વાત એ છે કે આ મંદિરને બનાવવામાં ભારતના જાણીતા અભિનેતા સંજય દત્ત અને અક્ષય કુમારનું પણ યોગદાન છે. આ મંદિરનું નિર્માણ સ્વામીનારાયણ સંસ્થા (BAPS) દ્વારા કરવામાં આવ્યું છે. આ સંસ્થા દિલ્હીના અક્ષરધામ મંદિરથી લઈને 1100થી વધારે મંદિરનું નિર્માણ કરી ચૂકી છે.
આ વિશાળ મંદિરને બનાવવામાં ભારતના વૈદિક વાસ્તુકળાનો ઉપયોગ કરવામાં આવ્યો છે, આ મંદિરમાં રાખેલી દેવી-દેવતાઓની મૂર્તિઓ ભારતમાં બનીને તૈયાર થઈ છે, સાથે જ તેમાં જટીલ નક્શી કામ અને આરસના પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ મંદિરની ઉંચાઈ લગભગ 108 ફૂટ છે અને 180 હજાર ક્યૂબિક મીટરના બુલઆ પથ્થર લગાવવામાં આવ્યા છે. આ મંદિરના નિર્માણનો ખર્ચ લગભગ 700 કરોડ રૂપિયા થયો છે.
અબૂધાબીના આ આલીશાન મંદિરમાં 7 શિખર હશે, જેનું દરેક શિખર સંયૂક્ત અરબ અમીરાતની સંસ્કૃતિ દર્શાવશે. આ મંદિરમાં પ્રદર્શન કેન્દ્ર અને રમતગમતનું મેદાન પણ છે. આ મંદિરનો ભવ્ય ઉદ્ધાટન કાર્યક્રમ 10 ફેબ્રુઆરી 2025માં શરૂ કરવામાં આવશે.