World Health Day 2023: દેશમાં 65 ટકા મોત આ બીમારીઓના કારણે થઈ રહ્યા છે, દર વર્ષે વધી રહ્યા છે દર્દીઓ

World Health Day 2023: દર્દીઓ પર કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે 2019 અને 2022 વચ્ચે ભારતીયોમાં સ્થૂળતામાં 50 ટકાનો વધારો થયો છે. આ સમસ્યા 45 વર્ષથી ઓછી ઉંમરના 43 ટકા લોકોમાં જોવા મળે છે.

World Health Day 2023: દેશમાં 65 ટકા મોત આ બીમારીઓના કારણે થઈ રહ્યા છે, દર વર્ષે વધી રહ્યા છે દર્દીઓ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 07, 2023 | 5:36 PM

World Health Day: આજે વિશ્વભરમાં વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસનો હેતુ લોકોને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરવાનો છે. રોગોના વધતા જતા ભારને જોતા, તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયું છે. ખાસ કરીને બિનચેપી રોગો (હૃદય રોગ, ડાયાબિટીસ, સ્થૂળતા, કેન્સર વગેરે)ના વધતા જોખમને જોતા હવે સાવધ રહેવું જોઈએ. કારણ કે ભારતમાં 65 ટકા લોકો આ બીમારીઓને કારણે મૃત્યુ પામી રહ્યા છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં અપોલો હોસ્પિટલ્સમાં થયેલા સંશોધનમાંથી આ માહિતી બહાર આવી છે. દર્દીઓ પર કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે 2019 અને 2022 વચ્ચે ભારતીયોમાં સ્થૂળતામાં 50 ટકાનો વધારો થયો છે. આ સમસ્યા 45 વર્ષથી ઓછી ઉંમરના 43 ટકા લોકોમાં જોવા મળે છે. સ્થૂળતાના કારણે હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસની સમસ્યા રહે છે, જે પાછળથી હૃદય રોગનું કારણ બને છે.

2019 અને 2022ની વચ્ચે ડાયાબિટીસ અને હાઈ બીપીના કેસોમાં પણ અનુક્રમે 8% અને 11%નો ઉછાળો જોવા મળ્યો છે. 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને બીપીનું જોખમ વધી રહ્યું છે, છેલ્લા ત્રણ વર્ષમાં તે 14%થી વધીને 16% થઈ ગયું છે. રિપોર્ટમાં એવું પણ જાણવા મળ્યું છે કે ડાયાબિટીસના ત્રણમાંથી એક દર્દીને તેમના પરિવારમાંથી આ રોગ થયો છે.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

આ પણ વાંચો: World Health Day: આ મેડિકલ ટેસ્ટ 20, 30 અને 40 વર્ષની ઉંમરે છે જરૂરી, શું તમે કરાવ્યું Medical Check Up ?

ઊંઘની બીમારી વધી રહી છે

અપોલો હોસ્પિટલ ગ્રુપના ચેરમેન ડૉ.પ્રતાપ રેડ્ડીનું કહેવું છે કે દેશમાં બિનચેપી રોગોનું જોખમ વધી રહ્યું છે. આ રોગોના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. હોસ્પિટલોમાં થયેલા સંશોધન મુજબ છેલ્લા કેટલાક સમયથી લોકોમાં ઊંઘની સમસ્યા પણ વધી રહી છે. 20,000 લોકો પર કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે 47% લોકોને ઊંઘની સમસ્યા હતી. 52% એ નોંધ્યું છે કે તેમની માનસિક સ્વાસ્થ્યની સ્થિતિમાં ઘટાડો થયો છે. ત્રણમાંથી ઓછામાં ઓછા એક વ્યક્તિએ આ બંને સમસ્યાઓ વિશે જણાવ્યું છે.

ખરાબ જીવનશૈલી અને રાત્રે સમયસર ભોજન ન કરવાના કારણે ઉંઘની સમસ્યા વધી રહી છે. જેના કારણે શરીરનું પાચન બગડે છે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે 64% લોકોને પાચન સંબંધી સમસ્યાઓ છે. પાચનક્રિયા ખરાબ થવાને કારણે પેટમાં ગરબડ અને લીવરની બીમારીઓ થઈ રહી છે.

કેન્સર પણ ફેલાઈ રહ્યુ છે

દિલ્હી સ્ટેટ કેન્સર ઈન્સ્ટિટ્યૂટના મેડિકલ ડાયરેક્ટર ડૉ.કિશોર સિંહ કહે છે કે દેશમાં કેન્સર ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યું છે. 2025 સુધીમાં કેન્સરના કેસોમાં અનેકગણો વધારો થઈ શકે છે. બિન-ચેપી રોગોમાં મૃત્યુનું મુખ્ય કારણ કેન્સર છે. પુરુષોમાં ફેફસાના કેન્સર અને સ્ત્રીઓમાં સ્તન કેન્સરના કેસ સતત વધી રહ્યા છે. જાગૃતિના અભાવ અને યોગ્ય સમયે લક્ષણોની ઓળખ ન થવાને કારણે આ રોગ વધી રહ્યો છે.

નાની ઉંમરે તપાસ જરૂરી

ડો. સિંહ કહે છે કે દર્દીઓની સ્થિતિ અને તેમના આંકડાઓ પર નજર કરીએ તો ખબર પડે છે કે બિનચેપી રોગો સતત વધી રહ્યા છે. લોકોએ એ સમજવાની જરૂર છે કે આ રોગોથી બચવા માટે નાની ઉંમરે જ તપાસ કરાવી જરૂરી છે. આમ કરવાથી મૃત્યુદર, રોગની ઘટનાઓ તેમજ હોસ્પિટલમાં દાખલ થવાનું પ્રમાણ પણ ઘટાડી શકાય છે. જો શરીરમાં કોઈ સમસ્યા હોય તો સમયસર ડૉક્ટરને મળો. આનાથી કોઈપણ રોગને સરળતાથી નિયંત્રિત કરી શકાય છે.

નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.

tv9gujarati.com પર જીવનશૈલી અને સ્વાસ્થ્ય સંબંધિત નવીનતમ ગુજરાતી સમાચાર જુઓ

બ્યુટી ટિપ્સ,સ્વાસ્થ્ય સમાચાર,જીવનશૈલી સંબંધિત દરેક સમાચાર જાણવા માટે જોડાયેલા રહો..

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">