શા માટે પુરુષો કરતાં સ્ત્રીઓમાં વધુ એનિમિયા થાય છે ? 9 લક્ષણોથી ઓળખો, દવા વગર પણ દૂર થશે સમસ્યા

|

Apr 15, 2023 | 9:31 AM

Iron Deficiency: આયર્નની ઉણપનો એનિમિયાની સમસ્યાએ એવી સ્થિતિ છે જેમાં લોહીમાં લાલ રક્તકણો(Red blood cells)ની ઉણપ હોય છે અને શરીરના પેશીઓ સુધી પૂરતો ઓક્સિજન પહોંચતો નથી. મહિલાઓમાં આ સમસ્યા એકદમ સામાન્ય છે. તમે એનિમિયાથી પીડિત છો કે નહીં,આ લક્ષણો દ્વારા ઓળખો.

શા માટે પુરુષો કરતાં સ્ત્રીઓમાં વધુ એનિમિયા થાય છે ? 9 લક્ષણોથી ઓળખો, દવા વગર પણ દૂર થશે સમસ્યા
Why are women more anemic than men

Follow us on

Anemia In Women: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અનુસાર, વિશ્વની છઠ્ઠા ભાગની વસ્તી એનિમિયાથી પીડાય છે. આ સમસ્યા મહિલાઓમાં વધુ જોવા મળે છે, જ્યારે આપણા દેશમાં દર ત્રણમાંથી મહિલાઓ એનિમિયાની સમસ્યાથી પીડિત છે.

વાસ્તવમાં, જ્યારે શરીરના કોષોને સક્રિય રહેવા માટે ઓક્સિજનની જરૂર હોય છે, ત્યારે લાલ રક્ત કોશિકાઓમાં હાજર હિમોગ્લોબિન દરેક અંગ સુધી ઓક્સિજન પહોંચાડવાનું કામ કરે છે. પરંતુ, જ્યારે શરીરમાં આયર્નની ઉણપને કારણે લાલ રક્તકણો અને હિમોગ્લોબિનનું ઉત્પાદન પ્રભાવિત થાય છે, ત્યારે શરીર અને મગજની કાર્ય ક્ષમતા પર ખરાબ અસર થવા લાગે છે.જે ને એનિમિયા કહેવાય છે.

સ્ત્રીઓમાં એનિમિયાનું મુખ્ય કારણ

સ્ત્રીઓ દર મહિને માસિક સ્રાવમાંથી પસાર થાય છે. જ્યારે શરીરમાંથી વધુ પડતું લોહી વહી જાય છે ત્યારે મહિલાઓમાં આયર્નની ઉણપ અને એનિમિયાનું જોખમ વધી જાય છે. એટલું જ નહીં, ગર્ભાવસ્થા દરમિયાન અને ડિલિવરી દરમિયાન પણ મહિલાઓમાં એનિમિયા થાય છે. આવી સ્થિતિમાં જો તેઓ આરોગ્યપ્રદ આહાર ન લે અને તેમની રોજિંદી જરૂરિયાત મુજબ આયર્ન વગેરેનો પુરવઠો ન મળે તો આ સમસ્યા વધુ ખતરનાક સ્વરૂપ ધારણ કરી શકે છે.

Vastu Tips : આ રીતે જાણો તમારા ઘરમાં વાસ્તુ દોષ છે કે નહીં
Original And duplicate jaggery : ભેળસેળવાળા ગોળને આ ટ્રિક્સ ફોલો કરીને ઝડપથી ઓળખો
આજનું રાશિફળ તારીખ : 25-12-2024
ચેમ્પિયન્સ ટ્રોફીમાં નંબર-1 ભારતીય બોલરની કારકિર્દી ખતમ થશે?
TATA અથવા BYEનું ફુલફોર્મ શું છે ?
પતિ સુપરસ્ટાર તો પત્નીનું બિઝનેસ જગતમાં છે મોટું નામ, જુઓ ફોટો

એનિમિયાના લક્ષણો

1. લોહીની ઉણપને કારણે શરીરમાં ઓક્સિજનનું સ્તર ઓછું થવા લાગે છે.
2. શરીરમાં ઓક્સિજનની અછત વ્યક્તિને વધુ થાક લાગે છે.
3. ત્વચાનો રંગ પીળો કે સફેદ થવા લાગે છે અને આંખોની આસપાસનો વિસ્તાર કાળો થવા લાગે છે.
4. શરીરમાં ઉર્જાનો અભાવ છે અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે.
5. હૃદયના ધબકારા ઝડપી રહે છે અને બ્લડ પ્રેશર ઓછું રહે છે.
6. મૂડ સ્વિંગ અને હતાશા અનુભવાય છે.
7. ભૂખ પણ ન લાગતી રહે છે અને વારંવાર ચક્કર આવે છે.
8. હાથ-પગ ઠંડા રહે છે અને માથાનો દુખાવો થાય છે, માથું હળવું લાગે છે.
9. નખ તૂટવા લાગે છે અને ચામડીના ટુકડા બહાર આવતા રહે છે.

એનિમિયા માટે ઘરેલું ઉપચાર

-બીટરૂટનો રસ પીવાથી એનિમિયાની સમસ્યા દૂર થાય છે.
-તમારા આહારમાં પાલક, કેળા જેવા આયર્નથી ભરપૂર લીલા શાકભાજીનો વધુને વધુ સમાવેશ કરો.
– દરરોજ સવારે નાસ્તામાં બેથી ત્રણ ખજૂર અને 10-12 દાણા કિસમિસ ખાઓ.
-ચણાને રોજ પાણીમાં પલાળીને ગોળ સાથે ખાઓ.ગોળ અને ચણામાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે. તે પછી પણ જો કોઈ સમસ્યા હોય તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો.

નોંધ :આ લેખ માત્ર જાણકારી માટે છે.સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.

Next Article