AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: સગર્ભા મહિલા તેમજ બાળકોમાં રહેલા એનિમિયાને દૂર કરવા હાથ ધરાઈ ઝુંબેશ

Ahmedabad: સગર્ભા મહિલા તેમજ બાળકોમાં રહેલા એનિમિયાને દૂર કરવા હાથ ધરાઈ ઝુંબેશ

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 10, 2022 | 9:29 AM
Share

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં 9 સપ્ટેમ્બરથી 20 ઓક્ટોબર દરમિયાન ધોરણ 5 થી 8ના બાળકોમાં એનિમિયાનું પ્રમાણ શોધી તેનું વર્ગીકરણ કરીને જરૂરી સારવાર હાથ ધરાશે.

રાજ્ય સરકારના એનીમિયા (Anemia) મુક્ત ગુજરાત મિશન અંતર્ગત અમદાવાદ મ્યુનિશિપલ કોર્પોરેશનના  (Ahmedabad Municipal Corporation) ‘મેગા પાન ઈન્ડિયા એનીમિયા ડીટેકશન એન્ડ કંટ્રોલ કેમ્પ્સ’નું આયોજન કરવામાં આવ્યું છે. સરકારની આ ઝુંબેશનો અમદાવાદના (Ahmedabad) મણિનગરમાં આવેલી ગુજરાતી શાળા નંબર- 6 ખાતેથી પ્રારંભ કરાવ્યો હતો.

રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલના  (Rushikesh Patel) હસ્તે આ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો. જે અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં 9 સપ્ટેમ્બરથી 20 ઓક્ટોબર દરમિયાન ધોરણ 5 થી 8ના બાળકોમાં એનિમિયાનું પ્રમાણ શોધી તેનું વર્ગીકરણ કરીને જરૂરી સારવાર હાથ ધરાશે.

સાથે જ સગર્ભા તથા સ્તનપાન કરાવતી મહિલાઓ અને 5 વર્ષથી નીચેના બાળકોમાં એનિમિયાનું પ્રમાણ દૂર કરવાનો ગુજરાત સરકારે પ્રયાસ કર્યો છે. પીએમ નરેન્દ્ર મોદીએ શરૂ કરેલા ‘સ્વસ્થ કુટુંબ, સ્વસ્થ ભારત મિશન’ની દિશામાં ગુજરાત સરકારના સ્વસ્થ ગુજરાત થકી સ્વસ્થ ભારત બનાવવાના ભગીરથ પ્રયાસરૂપે આ પહેલ હાથ ધરવામાં આવી છે

g clip-path="url(#clip0_868_265)">