AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Beauty : Vitamin Eની કેપ્સ્યુલ લગાવવાને બદલે ખાઓ આ ખોરાક, ચહેરા પર આવશે ગુલાબી ગ્લો

જો ત્વચા અંદરથી સ્વસ્થ રહે છે તો તે વધુ ચમકદાર દેખાય છે. ચમકદાર ચહેરા માટે લોકો 'વિટામિન E' ( Vitamin E) ની કેપ્સ્યુલ લગાવે છે, પરંતુ તેના બદલે તમારા આહારમાં વિટામિન E થી ભરપૂર કેટલાક ખોરાકનો સમાવેશ કરો.

Beauty : Vitamin Eની કેપ્સ્યુલ લગાવવાને બદલે ખાઓ આ ખોરાક, ચહેરા પર આવશે ગુલાબી ગ્લો
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 08, 2023 | 11:02 AM
Share

Beauty : વિટામિન E (Vitamin E) એક એવું પોષક તત્વ છે જે આપણા સ્વાસ્થ્ય માટે જ જરૂરી નથી, પરંતુ તે ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. વિટામિન E રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને આંખોને ફાયદો કરે છે. તે એક શક્તિશાળી એન્ટીઑકિસડન્ટ માનવામાં આવે છે જે તમારી ત્વચાના કોષોને સ્વસ્થ રાખે છે અને મુક્ત રેડિકલ સામે રક્ષણ આપે છે, જે તમારી ત્વચાને યુવાન રાખે છે. આજકાલ લોકો ગ્લોઈંગ સ્કિન મેળવવા માટે વિટામીન E કેપ્સ્યુલને સીધી ત્વચા પર લગાવવા લાગ્યા છે.

વિટામિન સીથી ભરપૂર વસ્તુઓ ખાવાથી સ્વાસ્થ્યને ફાયદો

જો કે, જો તમારા આહારમાં કેટલાક ખાદ્યપદાર્થોનો સમાવેશ કરવામાં આવે તો આંતરિક રીતે વિટામીન Eની ઉણપ નહીં રહે અને ત્વચા યુવાન રહેશે. જ્યારે આપણે કંઈપણ ખાઈએ છીએ ત્યારે તેના પોષક તત્વો શરીરને અંદરથી પોષણ આપે છે. જેના કારણે આપણે આંતરિક રીતે સ્વસ્થ રહીએ છીએ અને તેની સારી અસર આપણી ત્વચા પર પણ જોવા મળે છે. વિટામિન સીથી ભરપૂર વસ્તુઓ ખાવાથી તમારા સ્વાસ્થ્યને ફાયદો તો થશે જ, સાથે સાથે તમારી ત્વચા પણ કુદરતી રીતે ચમકદાર બનશે. તો ચાલો જાણીએ કે કયા ખોરાકને આહારમાં સામેલ કરવા જોઈએ.

બદામ

હાઈ ન્યુટ્રિશન વાળી બદામમાં વિટામિન ઈ સારી માત્રામાં હોય છે. હેલ્ધી સ્કિન માટે બદામને ડાયટમાં સામેલ કરો. જેનાથી તાસીર ગરમ રહે છે. એટલા માટે બદામ વધારે લેવી જોઈએ નહિ, બદામને રાત્રે પાણીમાં પલાળી ખાવામાં આવે તો તેના અનેક ફાયદા છે.

બીટના પાંદડા

બીટ માત્ર ત્વચા અને સ્વાસ્થ્ય માટે જ ફાયદાકારક નથી, પરંતુ તેના પાંદડા વિટામિન ઈ સહિતના પોષક તત્વોનો ભંડાર પણ છે. બીટરૂટના પાનને ગ્રીન્સની જેમ ખાઈ શકાય છે. તેનાથી તમારા ચહેરા પર ગુલાબી ગ્લો આવશે.

પાલક

આયરનની સાથે પાલકમાં ભરપુર માત્રામાં મિનરલ્સ હોય છે. જેમાંથી એક વિટામિન ઈ પણ છે.પાલકને ડાયટમાં સામેલ કરવાથી અનેક ફાયદા થશે.

સુરજમુખીના બી

જો તમે ડાયટમાં સુરજમુખીના બીને સામેલ કરો છો. તો તે બોડીમાં વિટામિન ઈની ઉણપ પુરી કરે છે. અંદાજે 100 ગ્રામ સુરજમુખીના બીમાં 35.17 મિલીગ્રામ વિટામિન ઈ હોય છે. હેલ્ધી અને ગ્લોઈંગ સ્કિન માટે સુરજમુખીના બી ખુબ ફાયદાકારક છે.

એવોકાડો

આહારમાં એવોકાડોનો સમાવેશ કરવો એ વિટામિન ઇ માટે સારો વિકલ્પ છે. તેમાં બળતરા વિરોધી ગુણ પણ હોય છે, જેના કારણે નાની ઉંમરમાં તમારી ત્વચા પર કરચલીઓ પડવાનો ડર રહેતો નથી અને તમારો ચહેરો જુવાન દેખાય છે. એવોકાડોનો ઉપયોગ ઘણી મોંઘી બ્યુટી પ્રોડક્ટ્સમાં પણ થાય છે.

(આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ તેને અનુસરો.)

Healthના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
ગીરમાં સિંહોના મોતથી વન વિભાગ એલર્ટ, શરૂ કરાયું વેક્સીનેશન અભિયાન
ગીરમાં સિંહોના મોતથી વન વિભાગ એલર્ટ, શરૂ કરાયું વેક્સીનેશન અભિયાન
PM મોદીએ વિસ્તારેલ ગુજરાત વિકાસ મોડલથી દેશના 80% ભાગમાં BJPની સત્તા
PM મોદીએ વિસ્તારેલ ગુજરાત વિકાસ મોડલથી દેશના 80% ભાગમાં BJPની સત્તા
પાંચ રાઉન્ડ ફાયરિંગ કેસમાં નિવૃત્ત DYSP અશોકસિંહ ચૌહાણની ધરપકડ
પાંચ રાઉન્ડ ફાયરિંગ કેસમાં નિવૃત્ત DYSP અશોકસિંહ ચૌહાણની ધરપકડ
બનાસકાંઠામાં SOGએ પેટ્રોલિંગ દરમિયાન 171 શંકાસ્પદ ઘીના ડબ્બા ઝડપ્યા!
બનાસકાંઠામાં SOGએ પેટ્રોલિંગ દરમિયાન 171 શંકાસ્પદ ઘીના ડબ્બા ઝડપ્યા!
Breaking News : પાલીતાણાની શેત્રુંજી નદીમાં દારૂની મજા માણતો વીડિયો
Breaking News : પાલીતાણાની શેત્રુંજી નદીમાં દારૂની મજા માણતો વીડિયો
બોરસદની યુવતીની કેનેડામાં ચપ્પાના ઘા ઝીંકીને હત્યા, જુઓ-Video
બોરસદની યુવતીની કેનેડામાં ચપ્પાના ઘા ઝીંકીને હત્યા, જુઓ-Video
બાઈક બાદ હવે ક્રેન ખાડામાં પડી, જુઓ વીડિયો
બાઈક બાદ હવે ક્રેન ખાડામાં પડી, જુઓ વીડિયો
ભાજપના પૂર્વ મહિલા હોદ્દેદારે જિલ્લા પ્રમુખને કહ્યું માંફી માંગો
ભાજપના પૂર્વ મહિલા હોદ્દેદારે જિલ્લા પ્રમુખને કહ્યું માંફી માંગો
નિયમિત કસરત કરો, વધુ પડતું ખાવાનું ટાળો
નિયમિત કસરત કરો, વધુ પડતું ખાવાનું ટાળો
પાલનપુરમાં પ્રી-મોન્સૂન કામગીરી ઠપ્પ, પાલિકાના નેતાઓના દાવા જ જુદા
પાલનપુરમાં પ્રી-મોન્સૂન કામગીરી ઠપ્પ, પાલિકાના નેતાઓના દાવા જ જુદા
g clip-path="url(#clip0_868_265)">