Banaskantha Breaking News : બનાસકાંઠામાં SOGએ પેટ્રોલિંગ દરમિયાન 171 શંકાસ્પદ ઘીના ડબ્બા ઝડપ્યા! જુઓ Video
રાજ્યમાં એક પછી એક નકલીની ભરમાર જોવા મળી રહી છે. નકલી તેલ, નકલી મસાલા, પછી હવે નકલી ઘીનું પણ વેચાણ થઇ રહ્યુ હોય તેવુ સામે આવી રહ્યુ છે. બનાસકાંઠામાં 171થી પણ વધુ શંકાસ્પદ ઘીના ડબ્બા SOGએ ઝડપી પાડ્યા છે.
ગુજરાતમાં ફરી એક વખત શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે. બનાસકાંઠામાં SOGએ પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ ઘી ઝડપી પાડ્યુ છે. પીકપ વાહનમાંથી 171 જેટલા શંકાસ્પદ ઘીના ડબ્બા મળી આવ્યા છે. ઘી ક્યાંથી લાવ્યા અને કોને આપવાનું હતુ તે અંગે તપાસ તેજ કરવામાં આવી છે. પોલિસે વાહનચાલકની પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરી છે.
તપાસ દરમિયાન પીકઅપ વાહનમાંથી ‘રીવાજ પ્રીમિયમ ગાયનું ઘી’ અને ‘શ્રી કૃષ્ણકુંજ શુદ્ધ પ્રીમિયમ ઘી’ના ડબ્બા મળી આવ્યા છે. પોલીસે કુલ 171 જેટલા ઘીના ડબ્બા કબ્જે કરી વાહન સહિત મુદ્દામાલ જપ્ત કર્યો છે.
2 મહિના પહેલા સુરતમાં ઝડપાયું હતું નકલી ઘી
2 મહિના પહેલા સુરતના માંડવીના ખેડપૂરમાંથી પણ શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. માંડવીના ખેડપૂર ખાતે ઘરમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો હતો. અગ્રેશ્વર સોસાયટીના મકાન નંબર 400માં શંકાસ્પદ ઘી બનાવવામાં આવી રહ્યું હતું. નકલી ઘી અલગ અલગ સાઈઝના ડબ્બામાં પેકીંગ કરવામાં આવ્યું હતું. યદુગીરી બ્રાન્ડના નામથી શંકસ્પદ ઘી પેકિંગ સુરતમાં કરાયું હતું.
આ પણ વાંચો, Breaking News : અમદાવાદના વટવામાં બાઈક બાદ હવે આખે આખી ક્રેન ખાડામાં પડી ,જુઓ Video
ડાંગમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત
તાલિબાની ફરમાન વિવાદે ગરમાયું રાજકારણ, યતીન પટેલ બોલ્યા
વરસાદ ખેંચાતા ખેડૂતોને હવે 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય
પોલીસે જપ્ત કરેલ દારુ GRD જવાને બૂટલેગરને વેચી નાખ્યો, જુઓ વીડિયો
