AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સોનાની ચમક અચાનક કેમ ફીકી પડી? 20 ટકા સુધીના ઘટાડાની આશંકાથી રોકાણકારો ઊંઘ ઊડી

વર્ષ 2025માં રેકોર્ડબ્રેક તેજી જોયા પછી હવે સોનાના ભાવ બે મહિનાની નીચી સપાટીએ પહોંચી ગયા છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (WGC) ના 2026ના આઉટલુક રિપોર્ટમાં સંભવિત ઘટાડાના સંકેત બાદ સોનું ખરીદનારા અને રોકાણકારો માટે વૈશ્વિક બજારના સમીકરણો સમજવા ખૂબ જ જરૂરી બન્યા છે.

સોનાની ચમક અચાનક કેમ ફીકી પડી? 20 ટકા સુધીના ઘટાડાની આશંકાથી રોકાણકારો ઊંઘ ઊડી
Image Credit source: Tv9Gujarati
| Updated on: May 28, 2026 | 10:04 PM
Share

થોડા મહિનાઓ પહેલાં સુધી બજારમાં માત્ર એક જ ચર્ચા હતી કે સોનું હજુ વધુ મોંઘું થશે. દુનિયાભરમાં વધતા તણાવ અને મોંઘવારી વચ્ચે સોનાને સૌથી સુરક્ષિત રોકાણ માનવામાં આવી રહ્યું હતું. વર્ષ 2025 માં સોના અને ચાંદીના ભાવે તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા, જેમાં સોનું આશરે 66 ટકા અને ચાંદી 135 ટકા સુધી ઉછળી હતી. પરંતુ હવે બજારનું ચિત્ર બદલાયું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પોટ ગોલ્ડના ભાવ આશરે 1.6 ટકા તૂટીને બે મહિનાની નીચી સપાટીએ પહોંચી ગયા છે.

આ દરમિયાન વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના વર્ષ 2026ના આઉટલુક રિપોર્ટે રોકાણકારોની ચિંતા વધારી દીધી છે. અહેવાલ મુજબ, જો વૈશ્વિક પરિસ્થિતિઓ પ્રતિકૂળ રહેશે તો સોનાના ભાવમાં 5 ટકાથી લઈને 20 ટકા સુધીનો મોટો ઘટાડો જોવા મળી શકે છે.

20 ટકાનો ઘટાડો થાય તો ભારતમાં શું ભાવ થશે?

હાલમાં આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમત આશરે 4,680 ડોલર પ્રતિ ઔંસની આસપાસ છે, જ્યારે ભારતીય બજારમાં સોનાનો ભાવ આશરે 1.58 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામની સપાટી પર છે.

જો WGC ના અહેવાલ મુજબ સોનામાં 20 ટકા સુધીનો ઘટાડો આવે છે, તો ભારતમાં 1.58 લાખ રૂપિયાવાળું સોનું આશરે 31,600 રૂપિયા સુધી તૂટી શકે છે. આ ઘટાડા સાથે સ્થાનિક બજારમાં સોનાનો ભાવ ઘટીને આશરે 1.26 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે. તેવી જ રીતે વૈશ્વિક બજારમાં સોનું 936 ડોલર તૂટીને આશરે 3,744 ડોલર પ્રતિ ઔંસ પર આવી શકે છે. જો કે, આ એક સંભવિત જોખમનો અંદાજ છે અને વાસ્તવિક કિંમતો વ્યાજ દર, ડોલર અને ભૌગોલિક રાજકીય સ્થિતિ પર આધાર રાખશે.

અચાનક કેમ નબળું પડ્યું સોનું?

સોનાના ભાવ ઘટવા પાછળનું મુખ્ય કારણ અમેરિકા અને ઈરાન વચ્ચેનો વધતો તણાવ છે. સામાન્ય રીતે યુદ્ધ જેવી સ્થિતિમાં લોકો સોના તરફ વળે છે, પરંતુ આ વખતે કાચા તેલના ભાવ વધવાને કારણે વૈશ્વિક સ્તરે મોંઘવારી વધવાનો ડર પેદા થયો છે. રોકાણકારોને આશંકા છે કે જો મોંઘવારી વધશે તો અમેરિકી ફેડરલ રિઝર્વ અને અન્ય સેન્ટ્રલ બેંકો વ્યાજ દરો લાંબા સમય સુધી ઊંચા રાખશે.

જ્યારે વ્યાજ દરો ઊંચા હોય છે, ત્યારે રોકાણકારો બોન્ડ્સ જેવા સુરક્ષિત અને નિયમિત આવક આપતા સાધનો તરફ વધુ આકર્ષાય છે. સોનામાં કોઈ વ્યાજ મળતું ન હોવાથી ઊંચા વ્યાજ દરના સમયમાં તેની વેચવાલી વધી જાય છે. આ ઉપરાંત, વૈશ્વિક બજારમાં અમેરિકી ડોલરની મજબૂતી પણ સોના પર દબાણ લાવી રહી છે. હાલમાં એક અમેરિકી ડોલર આશરે 96 રૂપિયાની સપાટી પર છે. ડોલર મજબૂત થવાથી અન્ય દેશો માટે સોનું ખરીદવું મોંઘું બને છે અને માંગ ઘટે છે.

દિગ્ગજ વૈશ્વિક બેંકો હજુ પણ પોઝિટિવ

WGC ના અહેવાલ મુજબ, હાલમાં સોનાની દિશા ત્રણ મોટા પરિબળો નક્કી કરી રહ્યા છે: ભૌગોલિક રાજકીય તણાવ, ક્રૂડ ઓઈલના કારણે વધતી મોંઘવારી અને અમેરિકાના વ્યાજ દરો. આ ઘટાડા છતાં પણ દુનિયાની મોટી નાણાકીય સંસ્થાઓ સોનાને લઈને સંપૂર્ણ નકારાત્મક નથી થઈ.

  • UBS: આ વૈશ્વિક બેંકે સોનાનો આગામી ટાર્ગેટ 5,900 ડોલરથી ઘટાડીને 5,500 ડોલર પ્રતિ ઔંસ કર્યો છે, પરંતુ લાંબા ગાળા માટે તેને મજબૂત રોકાણ ગણાવ્યું છે.
  • Bank of America: બેંકના મતે વધતું વૈશ્વિક દેવું, આર્થિક અનિશ્ચિતતા અને કેન્દ્રીય બેંકો દ્વારા થતી સોનાની ખરીદી લાંબા ગાળે સોનાના ભાવને ટેકો આપશે.

હવે સમગ્ર બજારની નજર અમેરિકાના મોંઘવારીના આંકડા અને ફેડરલ રિઝર્વની આગામી પોલિસી પર ટકેલી છે. જો વ્યાજ દરો ઘટવાના સંકેત મળશે તો સોનું ફરી એકવાર ચમકી શકે છે.

Breaking News: અમેરિકા અને ઈરાન વચ્ચે ઐતિહાસિક સમજૂતીના અણસાર, ક્રૂડ ઓઈલના ભાવ કડાકા સાથે 96 ડોલરની નીચે પહોંચ્યા

Follow Us
Ahmedabad Breaking: આવતીકાલે પાણી કાપ, 5 ઝોનમાં સપ્લાય ઘટશે
Ahmedabad Breaking: આવતીકાલે પાણી કાપ, 5 ઝોનમાં સપ્લાય ઘટશે
દિવાળી સમયે વતન જવા માગતા મુસાફરો સાથે ખાનગી બસોએ શરૂ કરી ઉઘાડી લૂંટ
દિવાળી સમયે વતન જવા માગતા મુસાફરો સાથે ખાનગી બસોએ શરૂ કરી ઉઘાડી લૂંટ
જુનાગઢમાં રોડ પરના ખાડા અને રખડતા ઢોરની સમસ્યાથી શહેરીજનો ત્રાહિમામ
જુનાગઢમાં રોડ પરના ખાડા અને રખડતા ઢોરની સમસ્યાથી શહેરીજનો ત્રાહિમામ
દિવાળી અને લગ્નની સિઝન પહેલા અમદાવાદમાં હોટેલના ભાવ 20% વધ્યા
દિવાળી અને લગ્નની સિઝન પહેલા અમદાવાદમાં હોટેલના ભાવ 20% વધ્યા
ગુજરાત સરકારની પેન્શનરોને 'મોટી ભેટ', મોંઘવારી ભથ્થું 443% કરાયું
ગુજરાત સરકારની પેન્શનરોને 'મોટી ભેટ', મોંઘવારી ભથ્થું 443% કરાયું
Breaking News : સુરત ક્રાઈમ બ્રાન્ચે 30 વર્ષ જૂની લૂંટનો ભેદ ઉકેલ્યો
Breaking News : સુરત ક્રાઈમ બ્રાન્ચે 30 વર્ષ જૂની લૂંટનો ભેદ ઉકેલ્યો
રાજકોટમાં ભારે અવાજવાળા અને સીરીઝ ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ ! Video
રાજકોટમાં ભારે અવાજવાળા અને સીરીઝ ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ ! Video
રાજકોટમાં ભેળસેળનો પર્દાફાશ! પપૈયામાંથી બનતો હતો ટમેટો સોસ
રાજકોટમાં ભેળસેળનો પર્દાફાશ! પપૈયામાંથી બનતો હતો ટમેટો સોસ
ડ્રાઇવિંગ લાયસન્સ અપડેટ હવે મફત
ડ્રાઇવિંગ લાયસન્સ અપડેટ હવે મફત
મોરબી સિરામિક ઉદ્યોગને મોટો ફટકો, ગેસના ભાવ વધ્યા, નિકાસમાં 50% ઘટાડો
મોરબી સિરામિક ઉદ્યોગને મોટો ફટકો, ગેસના ભાવ વધ્યા, નિકાસમાં 50% ઘટાડો
g clip-path="url(#clip0_868_265)">