AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જો તમારા વાળ ખરતા હોય તો શરીરમાં આ વિટામીનની છે ઉણપ, આ રીતે પૂર્ણ કરો

ડૉક્ટર્સ કહે છે કે વાળ સફેદ થવાથી લઈને ખરવા સુધીનું કારણ શરીરમાં વિટામિન B12ની ઉણપ છે. આ એટલા માટે છે કારણ કે B12 વાળના મૂળમાં લોહીના પ્રવાહને સુધારે છે અને લાલ કોશિકાઓમાં પણ વધારો કરે છે.

જો તમારા વાળ ખરતા હોય તો શરીરમાં આ વિટામીનની છે ઉણપ, આ રીતે પૂર્ણ કરો
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 12, 2023 | 7:36 PM
Share

Vitamin D Deficiency: છેલ્લા કેટલાક વર્ષોમાં લોકોના શરીરમાં વિટામિનની ઉણપ જોવા મળી રહી છે. આવું ખાવાની ખોટી આદતોના કારણે થઈ રહ્યું છે. વિટામિનની ઉણપને કારણે હાડકાં નબળા પડવાથી લઈને ત્વચા અને વાળ ખરવા જેવી સમસ્યાઓ સર્જાતી હોય છે, પરંતુ મોટાભાગના લોકોને એ ખબર નથી હોતી કે વાળ ખરવાની સમસ્યા શરીરમાં કયા વિટામિનની ઉણપને કારણે થાય છે.

ડૉક્ટર્સ કહે છે કે વાળ સફેદ થવાથી લઈને ખરવા સુધીનું કારણ શરીરમાં વિટામિન B12ની ઉણપ છે. આ એટલા માટે છે કારણ કે B12 વાળના મૂળમાં લોહીના પ્રવાહને સુધારે છે અને લાલ કોશિકાઓમાં પણ વધારો કરે છે. આના કારણે વાળનો ગ્રોથ સારો થાય છે, પરંતુ જ્યારે આ વિટામીન ઘટવા લાગે છે, ત્યારે વાળના મૂળ પણ નબળા પડી જાય છે. જેના કારણે વાળ ખરવા લાગે છે. ચિંતાની વાત એ છે કે આજકાલ યુવાનોમાં આ સમસ્યા વધુ જોવા મળી રહી છે. વાળ ખરવાની શરૂઆત 20થી 30 વર્ષની ઉંમરે થાય છે.

આ પણ વાંચો; Sitting Job: કલાકો સુધી એક જગ્યાએ કામ કરવું જોખમી, આ કસરતોથી ફિટ રહો

વિટામિન ડીના અભાવે વાળ ખરવા

આરએમએલ હોસ્પિટલમાં ડૉ. ભાવુક ધીર સમજાવે છે કે જ્યારે શરીરમાં વિટામિન ડી ઓછું થવા લાગે છે, ત્યારે તેનાથી વાળ પણ ખરવા લાગે છે. આજકાલ લોકોમાં વિટામિન ડીની ખૂબ જ ઉણપ છે, તેથી જ વાળ ખરવાની સમસ્યા પણ થઈ રહી છે.

વિટામિન ઈની ઉણપ

વિટામિન ઈમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. જે ખોપરી ઉપરની ચામડીને મજબૂત બનાવે છે અને તેની બળતરા પણ ઘટાડે છે. જો શરીરમાં વિટામિન E ઓછું થવા લાગે તો વાળ ખરવાની સમસ્યા થાય છે. વિટામિન Eની ઉણપને કારણે લોકો નાની ઉંમરમાં જ ટાલ પડવાની સમસ્યાનો શિકાર બની રહ્યા છે. આવું ખાવાની ખોટી આદતોને કારણે થઈ રહ્યું છે. જો તમે સારો આહાર લેશો અને દરરોજ કસરત કરશો તો શરીરમાં વિટામિનની ઉણપનો કોઈ ખતરો રહેશે નહીં.

(જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા કૃપા કરીને નિષ્ણાતની સલાહ લો.)

Healthના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">