વન વિભાગનું મેગા ઓપરેશન સંક્રમિત સિંહોની સારવાર શરૂ, 10 કિમી વિસ્તારના સિંહોને કરાયા આઇસોલેટ
ગીરના જંગલમાં સિંહોના મોતના મામલે વન મંત્રીએ મોટું નિવેદન આપ્યું છે. સિંહોની સુરક્ષા માટે ખાસ હેલ્થ ચેકઅપ, ડી-ટીકિંગ અને વેક્સીનેશન અભિયાન શરૂ કરીને તબીબોની ટીમ તૈનાત કરી દેવાઈ છે.
ગીરના જંગલમાં સિંહોના મોતના મામલાને પગલે વન વિભાગ અને રાજ્ય સરકાર સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગઈ છે. ગાંધીનગરથી મળતી માહિતી મુજબ, ગીરના સિંહોની સુરક્ષા અને તેમને રોગચાળાથી બચાવવા માટે વન વિભાગ દ્વારા એક ખાસ મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
વન મંત્રીએ આ અંગે સત્તાવાર નિવેદન આપતા જણાવ્યું છે કે, મૃત્યુ પામેલા સિંહોના સેમ્પલ લઈને તેને તપાસ માટે બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટરમાં મોકલવામાં આવ્યા છે. જે સિંહો સંક્રમિત જોવા મળ્યા છે તેમની તાત્કાલિક સારવાર શરૂ કરી દેવાઈ છે. આ ઉપરાંત, વાયરસ કે અન્ય સંક્રમણ ફેલાતું અટકાવવા માટે અસરગ્રસ્ત વિસ્તારના 10 કિલોમીટરના દાયરામાં આવતા તમામ સિંહોને આઇસોલેશન હેઠળ મૂકી દેવામાં આવ્યા છે.
સિંહોના સ્વાસ્થ્યની સ્થિતિ પર નિષ્ણાત તબીબોની ટીમ સતત 24 કલાક નજર રાખી રહી છે. ગીરમાં સિંહો માટે ખાસ વેક્સીનેશન અને ટ્રીટમેન્ટ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. સિંહોના શરીરમાંથી ઇતરડી અને અન્ય જીવાતો દૂર કરવા માટે વન વિભાગ દ્વારા ‘ડી-ટીકિંગ’ (De-ticking)ની કામગીરી પણ યુદ્ધના ધોરણે શરૂ કરાઈ છે, જેથી એશિયાટિક સિંહોને સુરક્ષિત રાખી શકાય.
સુરતમાં મુસ્લિમ યુવતી સાથે હિન્દુ રીત-રિવાજથી લગ્ન કરનાર પતિ જ નીકળ્યો હત્યારો
ગીરમાં સિંહોના મોતથી વન વિભાગ એલર્ટ, શરૂ કરાયું વેક્સીનેશન અભિયાન
PM મોદીએ વિસ્તારેલ ગુજરાત વિકાસ મોડલથી દેશના 80% ભાગમાં BJPની સત્તા
પાંચ રાઉન્ડ ફાયરિંગ કેસમાં નિવૃત્ત DYSP અશોકસિંહ ચૌહાણની ધરપકડ
બનાસકાંઠામાં SOGએ પેટ્રોલિંગ દરમિયાન 171 શંકાસ્પદ ઘીના ડબ્બા ઝડપ્યા!
