AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઘૂસણખોરો સ્વેચ્છાએ પાછા ચાલ્યા જાય, દેશમાં એક પણ ઘૂસણખોરને રહેવા નહીં દેવાનો ભાજપ સરકારનો સંકલ્પ : અમિત શાહ

વડાપ્રધાનપદે નરેન્દ્ર મોદીને 12 વર્ષ પૂર્ણ થયા હોવા અંગે અમિત શાહે કહ્યું કે, ગુજરાતના વિકાસ મોડલને કાશ્મિરથી કન્યાકુમારી અને ગંગાસાગરથી સોમનાથ સુધી વિસ્તારી છે. તેનુ પરિણામ દેશના 80 ટકા ભાગમાં ભાજપનું શાસન છે. છેલ્લે છેલ્લે બંગાળની ચૂંટણીમાં પણ દીદીના સુપડા સાફ થઈ ગયા છે.

ઘૂસણખોરો સ્વેચ્છાએ પાછા ચાલ્યા જાય, દેશમાં એક પણ ઘૂસણખોરને રહેવા નહીં દેવાનો ભાજપ સરકારનો સંકલ્પ : અમિત શાહ
TV9 Gujarati
| Edited By: | Updated on: May 29, 2026 | 2:00 PM
Share

ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં રૂપિયા 1200 કરોડના વિકાસના કાર્યોના લોકાર્પણ અને ખાતમૂહર્ત કરતા સમયે, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકાર આવ્યા બાદ, સરહદે ચિત્ર બદલાઈ ગયું છે. મમતાના શાસનમાં ઘૂસણખોરો ભારતમાં આવતા હતા. ભાજપની સુવેન્દુ સરકાર આવ્યા બાદ હવે ઘૂસણખોરો પાછા ભાગી રહ્યાં છે. ભાજપની સરકારનો સંકલ્પ છે કે, દેશમાં એક પણ ઘૂસણખોરને રહેવા દેવામાં નહીં આવે. સરકાર દ્વારા ઘૂસણખોરો સામે ઝુંબેશ શરૂ થાય તે પહેલા તેઓ જ્યાંથી આવ્યા હતા ત્યાં ચાલ્યા જશે તો તેમની સામે કોઈ કેસ નહીં થાય ઉલટાનું તેમના જવામાં મદદ કરાશે.

કલોલ અને ગાંધીનગરમાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહર્ત પ્રસંગે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે, જણાવ્યું કે, 10 દિવસમાં ગાંધીનગરમાં 1200 કરોડનુ લોકાર્પણ અને ખાતમૂહર્ત કરવામાં આવ્યું છે. આ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમૂહર્ત કરવા માટે મને બોલાવ્યો છે પરંતુ કામ તો મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યું છે. ગુજરાત સરકાર, ભારત સરકાર અને ઉદ્યોગ એકમોના સીએસઆરમાંથી વિકાસ કાર્યો કરવામાં આવ્યા છે. દેશમાં 50 કરોડના વિકાસ કામ થાય તો 25-50 હજારની મોટી સભા થતી હોય છે. 1200 કરોડના કામમાં ઘરના વાતાવરણની માફક બેઠા છીએ. નરેન્દ્રભાઈએ ગુજરાતમાં વિકાસનો જે ચીલો ચાતર્યો છે તેમાં રૂપિયાની ગણતરી નથી રહી. દરેક ગામ આત્મ નિર્ભર, સુવિધાયુક્ત હોવું જોઈએ. 2029ની ચૂંટણી પહેલા ગાંધીનગરના બે મતક્ષેત્રમાં દરેક ગામમાં બગીચો અને તળાવ બનાવવાનું કામ પૂર્ણ કરી દેવાશે. દરેક ગામમાં લાઈબ્રેરી હોય તે જરૂરી છે.

રમત ગમત, વાંચન અને સારુ સ્થળ એ વિકાસ માટે જરૂરી હોવાનું અમિત શાહે જણાવ્યું હતું. એસટીપી એ ગટરનું પાણી સાફ કરે છે તેની પણ સવલત આપણે ગામડામાં કરી છે.

વીર સાવરકર એવા દેશભક્ત હતા જેમને સરકારને સન્માન દેવાની જરૂર નથી પડી. સાવરકરને લોકો વિનાયક દામોદર સાવરકરના નામે નથી બોલાવતા, વીર સાવરકર તરીકે જ યાદ કરે છે. અંગ્રેજોથી આઝાદી અપાવવા જીવન સમર્પિત કર્યું. એવા લડવૈયા હતા કે, એક જીવનમાં બે આજીવનની સજા ફટકારી હતી. અંગ્રેજ 1857ના સ્વતંત્ર સંગ્રામને વિદ્ગોહ કહેતા હતા. વીર સાવરકરે એના પર પુસ્તક લખ્યું. જે પ્રકાશીત થયા પહેલા જ અંગ્રેજોએ પ્રતિબંધ લગાવી દીધો.

વડાપ્રધાનપદે નરેન્દ્ર મોદીને 12 વર્ષ પૂર્ણ થયા હોવા અંગે અમિત શાહે કહ્યું કે, ગુજરાતના વિકાસ મોડલને કાશ્મિરથી કન્યાકુમારી અને ગંગાસાગરથી સોમનાથ સુધી વિસ્તારી છે. તેનુ પરિણામ દેશના 80 ટકા ભાગમાં ભાજપનું શાસન છે. છેલ્લે છેલ્લે બંગાળની ચૂંટણીમાં પણ દીદીના સુપડા સાફ થઈ ગયા છે. ગંગાથી ગંગાસાગર સુધી ભાજપનો ભગવો લહેરાવવાનું કામ નરેન્દ્ર મોદીએ કર્યું છે.

અમે ચૂંટણીમાં કહ્યું હતું કે, શાસન આપો અમે બાગ્લાદેશ સરહદ પર ફેન્સીગ લગાવવાનું કામ શરૂ કરી દઈશુ. બંગાળના મુખ્યપ્રધાન સુવેન્દુએ સરહદની ભૂમિ બીએસએફને સોંપવાનો નિર્ણય કર્યો છે. ચિકન નેકની ભૂમિ પણ બીએસએફને સોપી દીધી છે. પહેલા મમતાના શાસનમાં રોજ ઘૂસણખોરો ભારત આવતા હતા હવે આ લોકો પાછા ભાગી રહ્યાં છે.

અમિત શાહે કહ્યું કે, ઘૂસણખોરો ડિટેન્શન સેન્ટર બનાવ્યા છે પરંતુ અમે ઈચ્છીએ છીએ કે, ઘૂસણખોરો જ્યાંથી આવ્યા છે ત્યાં તેમની જાતે જ પાછા ચાલ્યા જાય. જો તેઓ તેમની જાતે જ જ્યાંથી આવ્યા હતા ત્યાં પાછા ચાલ્યા જશે તો બંગાળ સરકાર તેમના પર કોઈ કેસ નહીં કરે. પરત મોકલવામાં સહાય કરશે. જો અભિયાન શરૂ થાય તે પહેલા તેઓ ચાલ્યા જાય. દેશભરમાંથી એક એક ધૂષણખોરને પકડીને બહાર કાઢવાનો અમારી સરકારનો સંકલ્પ હોવાનું અમિત શાહે જણાવ્યું હતું.

ડેમોગ્રાફિક ચેન્જને લઈને હાઈપાવર કમિટી બનાવવાનો નિર્ણય કર્યો છે. જે કોઈ કાયદો બનાવવાની જરૂર હશે તો તે પણ જણાવશે. એક વર્ષમાં કમિટી રિપોર્ટ આપશે. કૃત્રિમ ડેમોગ્રાફિક ચેન્જને રોકવાનું કામ અમારી સરકાર કરશે.

Surat Breaking News : વરરાજા વિનાના જાનૈયા જેવો સુરત ભાજપના કોર્પોરેટરોનો ઘાટ, મ્યુ. બોર્ડ મળ્યું પરંતુ હોદ્દેદારો જાહેર ના કરાયા

Follow Us
પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ
પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ
જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા
જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા
Breaking News : નકલી CBI અધિકારી ઝડપાયો
Breaking News : નકલી CBI અધિકારી ઝડપાયો
યોગ અને ધ્યાનથી ચમકશે ભાગ્ય, સ્વાસ્થ્યમાં થશે મોટો સુધારો
યોગ અને ધ્યાનથી ચમકશે ભાગ્ય, સ્વાસ્થ્યમાં થશે મોટો સુધારો
કચ્છના મુંદ્રા નજીક ભંગારના ગોડાઉનમાં વિકરાળ આગ
કચ્છના મુંદ્રા નજીક ભંગારના ગોડાઉનમાં વિકરાળ આગ
ગીરમાં સિંહોના મોતથી વન વિભાગ એલર્ટ, શરૂ કરાયું વેક્સીનેશન અભિયાન
ગીરમાં સિંહોના મોતથી વન વિભાગ એલર્ટ, શરૂ કરાયું વેક્સીનેશન અભિયાન
PM મોદીએ વિસ્તારેલ ગુજરાત વિકાસ મોડલથી દેશના 80% ભાગમાં BJPની સત્તા
PM મોદીએ વિસ્તારેલ ગુજરાત વિકાસ મોડલથી દેશના 80% ભાગમાં BJPની સત્તા
પાંચ રાઉન્ડ ફાયરિંગ કેસમાં નિવૃત્ત DYSP અશોકસિંહ ચૌહાણની ધરપકડ
પાંચ રાઉન્ડ ફાયરિંગ કેસમાં નિવૃત્ત DYSP અશોકસિંહ ચૌહાણની ધરપકડ
બનાસકાંઠામાં SOGએ પેટ્રોલિંગ દરમિયાન 171 શંકાસ્પદ ઘીના ડબ્બા ઝડપ્યા!
બનાસકાંઠામાં SOGએ પેટ્રોલિંગ દરમિયાન 171 શંકાસ્પદ ઘીના ડબ્બા ઝડપ્યા!
Breaking News : પાલીતાણાની શેત્રુંજી નદીમાં દારૂની મજા માણતો વીડિયો
Breaking News : પાલીતાણાની શેત્રુંજી નદીમાં દારૂની મજા માણતો વીડિયો
g clip-path="url(#clip0_868_265)">