AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : પાલીતાણાની શેત્રુંજી નદીમાં દારૂની મજા માણતો વીડિયો વાયરલ

Breaking News : પાલીતાણાની શેત્રુંજી નદીમાં દારૂની મજા માણતો વીડિયો વાયરલ

TV9 Gujarati
| Edited By: | Updated on: May 28, 2026 | 12:04 PM
Share

ભાવનગરના પાલીતાણાની પવિત્ર શેત્રુંજી નદીમાં વિદેશી દારૂની બોટલ સાથેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ સમગ્ર મામલે જૈન સમાજ દ્વારા પત્ર મારફતે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે.

આમ તો તમે સાંભળ્યું હશે કે, લોકો નદી કિનારે વન ભોજન માટે અથવા તો નદી કિનારે વહેતા પાણીના અવાજ અને ઠંડી પવન સાથે, અતિ આરામદાયક અને તાજગીભર્યું કુદરતી માહોલનો આનંદ લેવા જતા હોય છે. પરંતુ હાલમાં તો એક એવી ઘટના સામે આવી છે કે, તે સાંભળી તમે પણ ગુસ્સે થશો. જાણે નદીને દારુ પીવાનું સ્થળ બનાવી દીધું હોય તેવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એક બાજુ ગુજરાતમાં દારુ બંધી છે. ત્યારે ખુલ્લેઆમ નદીમાં દારુની પાર્ટી થતી હોય તેવી વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તો ચાલો જાણીએ આ સમગ્ર મામલો શું છે.

જૈન સમાજમાં રોષ

પાલીતાણાની શેત્રુંજી નદીમાં દારૂની બોટલ સાથેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.દારૂની બોટલ સાથે યુવકોનો વીડિયો વાયરલ થતા અનેક સવાલો ઉઠ્યા છે. નદીમાં નાહતા યુવકોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.દારુ સાથેનો વીડિયો વાયરલ થતા જૈન સમાજમાં રોષ ફેલાયો છે. જૈન સમાજે મુખ્યમંત્રીને પત્ર લખી કાર્યવાહી કરવાની માંગ કરી છે.

જૈન સમાજ દ્વારા સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરી રોષ વ્યક્ત કર્યો છે. નદીમાં નાહવા આવેલ યુવકો દારૂની બોટલ સાથે વીડિયો બનાવ્યો હતો. જોકે વીડિયો ક્યારનો છે તેની TV9 પુષ્ટિ કરતું નથી, જોકે આ વીડિયો વાયરલ થતા પોલીસની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે.હાલ આ વીડિયો મામલે પોલીસ કાર્યવાહી કરે તેવી જૈન સમાજની માંગ છે.

 

 

ગુજરાત રાજ્યનું નામ ગુજ્જર પરથી પડેલ છે. જેમણે ઇ.સ. 700 અને ઇ.સ. 800 દરમિયાન અહીં રાજ કર્યું હતું. વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">