AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: કેનેડામાં રીંછના હુમલામાં ભારતીય મૂળના ખેલાડીનું મોત, UFC ફાઈટર બનવાનું હતું સપનું

કેનેડાના નોર્થ સાસ્કાચેવાનમાં રીંછના હુમલામાં ભારતીય મૂળના એક યુવાન ખેલાડીનું મૃત્યુ થયું હતું. આ ઘટના 8 મેના રોજ બની હતી જ્યારે તે નોર્ડબી તળાવ નજીક યુરેનિયમ એક્સપ્લોરેશન સાઈટ પર કામ કરી રહ્યો હતો.

Breaking News: કેનેડામાં રીંછના હુમલામાં ભારતીય મૂળના ખેલાડીનું મોત, UFC ફાઈટર બનવાનું હતું સપનું
Indian MMA Fighter Dies in bear attackImage Credit source: Instagram
| Updated on: May 28, 2026 | 9:28 PM
Share

પોતાના સપનાઓને પૂરા કરવા માટે ભારત છોડીને કેનેડા ગયેલા ભારતીય મૂળના ખેલાડીનું દુઃખદ અવસાન થયું છે. કેરળના વતની ઋષિકેશ કોલોથનું કેનેડાના નોર્થ સાસ્કાચેવાનમાં રીંછના હુમલામાં મોત થયું હતું. આ ખેલાડી યુએફસી ફાઇટર બનવા માટે તૈયાર હતો પણ સાથે-સાથે સાઈડ જોબ પણ કરતો હતો. ઋષિકેશ નોર્ડબી ઝીલ નજીકયુરેનિયમ એક્સપ્લોરેશન સાઈટ પર કામ કરી રહ્યો હતો ત્યારે એક રીંછે તેના પર હુમલો કર્યો અને તેનું મોત થયું.

ઋષિકેશ કોલોથનું રીંછના હુમલામાં મોત

ઋષિકેશ તેના મોટા ભાઈ અર્જુન કોલાથ સાથે બ્રિટિશ કોલંબિયાના પેન્ટિકટનમાં રહેતો હતો. ઋષિકેશ ત્રણ વર્ષ પહેલાં UFCમાં પ્રોફેશનલ ફાઈટર બનવાના સ્વપ્ન સાથે કેનેડા ગયો હતો. તેણે ભારત અને કેનેડામાં MMA માં તાલીમ લીધી હતી. ઋષિકેશના ભાઈએ કહ્યું કે તે વાનકુવરમાં બોક્સિંગ કોચ તરીકે કામ શરૂ કરવાનો હતો ત્યારે આ દુર્ઘટના બની.

રીંછ પણ મરી ગયું

ઋષિકેશ પર કાળા રીંછ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જે ખૂબ જ આઘાતજનક છે. આવા હુમલા ત્યાં થતા નથી. જ્યારે રીંછે ઋષિકેશ પર હુમલો કર્યો, ત્યારે એક માણસે તેને બચાવવાનો પ્રયાસ કર્યો. તેણે રીંછને ગોળી મારી દીધી, જેનાથી રીંછનું મોત થયું. અર્જુન કોલાથે તેના ભાઈ ઋષિકેશને એક ફાઇટર ગણાવ્યો.

ઋષિકેશ કોઈથી ડરતો ન હતો

અર્જુન કોલાથે કહ્યું, “ઋષિકેશ કોઈથી ડરતો ન હતો. તેને ફક્ત લડવાનું ખૂબ ગમતું હતું. આજે વહેલી સવારે, અધિકારીઓ મારી પાસે આવ્યા અને મને કહ્યું કે તમારા ભાઈને સાસ્કાચેવાનમાં માર્યો ગયો છે.” નોંધનીય છે કે રીંછે સાસ્કાચેવાનમાં ફક્ત ચાર વખત લોકો પર હુમલો કર્યો છે. છેલ્લો હુમલો છ વર્ષ પહેલા 2020 માં થયો હતો, પરંતુ હવે આ હુમલામાં ભારતીય મૂળના એક ખેલાડીએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

Breaking News: ભુવનેશ્વર કુમારે વિરાટ કોહલીને ‘બુઢ્ઢો’ કહ્યો, IPL 2026 ફાઈનલ પહેલા વીડિયો વાયરલ

Follow Us
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ?
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ?
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
g clip-path="url(#clip0_868_265)">