AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: શું તમને રાત્રે ઊંઘ નથી આવતી ? આ સરળ ઉપાયો અપનાવવાથી ઘસઘસાટ આવી જશે ઉંઘ

ક્યારેક ઊંઘ ન આવવાની સમસ્યા એટલી ગંભીર બની જાય છે કે તે આપણા માનસિક સ્વાસ્થ્યને પણ અસર કરી શકે છે. આવી સ્થિતિમાં જો તમે પણ ઊંઘ સંબંધિત કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો આ માહિતી તમારા માટે ખુબ ઉપયોગી છે.

Health Tips: શું તમને રાત્રે ઊંઘ નથી આવતી ? આ સરળ ઉપાયો અપનાવવાથી ઘસઘસાટ આવી જશે ઉંઘ
File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 18, 2021 | 11:57 PM
Share

Health Tips: આજકાલ ઘણા લોકો ઊંઘ (Sleep) ન આવવાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. પહેલાના જમાનામાં લોકોને અમુક વર્ષની ઉંમર બાદ જ આ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડતો હતો. પરંતુ આજના સમયમાં તણાવ, મનમાં ચાલી રહેલી નકારાત્મકતા, ગેજેટ્સનો વધુ પડતો ઉપયોગ, ખરાબ આહાર અને અનિયમિત જીવનશૈલીના કારણે યુવાનો અને બાળકોમાં આ સમસ્યા જોવા મળી રહી છે. ઊંઘની કમી સ્વાસ્થ્ય (Health) માટે બિલકુલ સારી નથી.

ઘણીવાર એવું બને છે કે દિવસભરના થાક પછી જો તમે આખી રાત પથારીમાં બાજુઓ બદલતા રહો છો તો તે તમારા સ્વાસ્થ્યમાં ઘણી બીમારીઓને જન્મ આપે છે. ડોક્ટરો હંમેશા માને છે કે આપણા શરીરને ઓછામાં ઓછી 7થી 8 કલાકની ઊંઘની જરૂર છે. રાતની સારી ઊંઘ આપણને દિવસભર તાજગી પુર્ણ રાખે છે.

અનિંદ્રા અનેક રોગોનું મુળ 

આજના સમયમાં અનિંદ્રાની સમસ્યાથી પીડિત લોકોને સ્લીપ સિન્ડ્રોમ (Sleep Syndrom) પણ કહેવામાં આવે છે. જેમાં તમામ પ્રયત્નો બાદ પણ લોકોને ઊંઘ આવતી નથી. જો તમે આ સમસ્યાથી પરેશાન છો તો આ માહિતી તમને ઉપયોગી બનશે. જો આપણે આપણી જીવનશૈલીમાં કેટલીક આદતોનો સમાવેશ કરીએ તો તેની સકારાત્મક અસર ચોક્કસપણે જોવા મળે છે તો આવો જાણીએ શાંત ઊંઘ માટે શું કરવું જોઈએ.

આ ઉપાયો અપનાવો…..

  • જ્યારે આપણને ઊંઘ ન આવે ત્યારે આપણે પલંગ પર સૂઈને યોગ કરી શકીએ છીએ. કેટલાક એવા યોગ છે જે સારી ઊંઘ લાવવામાં ઉપયોગી સાબિત થયા છે જેમ કે ભ્રામરી, પ્રાણાયામ અને શવાસન કરવાથી ઊંઘ આવી શકે છે.
  • જો તમે ઊંઘી શકતા નથી તો એક્યુપ્રેશર ઉપચારની મદદ લો. આપણા શરીરમાં આવા ઘણા ખાસ બિંદુઓ (Points) છે, જેને દબાવવાથી ઊંઘ આવી શકે છે. તમારા હાથના અંગૂઠાને તમારી ભમર વચ્ચે 30 સેકન્ડ માટે રાખો અને દૂર કરો. આ પ્રક્રિયા 4 થી 5 વખત કરો.
  • સીધા સૂઈ જાઓ અને વારંવાર તમારા આંખના પોપચા ઝબકાવો, જેનાથી ઊંઘ આવવા લાગશે.
  • આખા દિવસની ઘટનાઓ યાદ કરો, આમ કરવાથી મન પર તણાવ રહે છે અને ઊંઘ જલ્દી આવે છે.
  • તમે વર્કઆઉટ, જોગિંગ, વોકિંગ અને સ્વિમિંગ કરો છો, તે તમને રાત્રે સારી રીતે ઊંઘ આવવામાં મદદ કરશે.

જો તમને લાંબા સમયથી ઉંઘ નથી આવતી તો તમારે ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે, કારણ કે અનિદ્રા કેટલાક રોગોનું મુળ બની શકે છે.

આ પણ વાંચો: સિગારેટ પીનારાઓમાં સ્ટ્રોક એ કાર્ડિયોવેસ્ક્યુલર રોગનું પ્રથમ સંકેત હોઇ શકે: અમેરિકન હાર્ટ એસોસિએશન

આ પણ વાંચો: Health Tips: શિયાળામાં કેમ વધી જાય છે હાર્ટ એટેકનું જોખમ? આ ઋતુમાં હૃદય સમસ્યાથી બચવાના શું છે ઉપાય?

શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
g clip-path="url(#clip0_868_265)">