AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Care : ચોમાસામાં માથું ઉંચકતા લેપ્ટોસ્પાયરોસીસીનું કોને રહે છે વધારે જોખમ ? જાણો શું છે લક્ષણો

લેપ્ટોસ્પાઇરોસિસ ચોમાસાની સીઝનમાં સૌથી વધારે માથું ઊંચકે છે. અને ખાસ કરીને ખેતરોમાં કે પાણીમાં કામ કરતા વ્યક્તિઓને આ બીમારી થવાનું જોખમ સૌથી વધારે રહ્યું છે. જો સમયસર સારવાર કરવામાં નહીં આવે તો તે ઘાતક પણ સાબિત થઇ શકે છે.

Health Care : ચોમાસામાં માથું ઉંચકતા લેપ્ટોસ્પાયરોસીસીનું કોને રહે છે વધારે જોખમ ? જાણો શું છે લક્ષણો
Health: Who is most at risk of leptospirosis in monsoon?
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 04, 2021 | 8:48 AM
Share

Health Care :  દેશના ઘણા ભાગોમાં વરસાદ(Rain ) પડી રહ્યો છે. કેટલાક સ્થળોએ આ વર્ષે પૂર પણ આવ્યું છે. ચોમાસાની ઋતુમાં પાણી દ્વારા અનેક રોગો ફેલાય છે. તેમાંથી એક લેપ્ટોસ્પાઇરોસિસ(Leptospirosis)  છે. આ રોગ લેપ્ટોસ્પીરા નામના બેક્ટેરિયા દ્વારા ફેલાય છે. મોટેભાગે તે પ્રાણીઓ દ્વારા માણસો સુધી પહોંચે છે. એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ટ્રાન્સમિશનના કિસ્સાઓ દુર્લભ છે. દૂષિત પાણી, ખોરાક અને ઉંદર જેવા ચેપગ્રસ્ત પ્રાણીઓના સંપર્ક દ્વારા મનુષ્યો સંક્રમિત થઈ શકે છે. આ કારણે, વરસાદની ઋતુમાં રોગના ઘણા કિસ્સાઓ સામે આવે છે.

ડોકટરો કહે છે કે લેપ્ટોસ્પાઇરોસિસ બેક્ટેરિયા(bacteria) ત્વચા, મોં, આંખો અને નાક દ્વારા શરીરમાં પહોંચે છે. તેના કેસ અસ્વચ્છ વિસ્તારોમાં, ભારે વરસાદ અને પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં તેમજ લાંબા સમયથી પાણી સ્થિર રહેતા હોય વિસ્તારોમાં જોવા મળે છે. આ સિવાય,ખેતર વિસ્તારોમાં કે જ્યાં ઉંદરોની સંખ્યા વધારે છે ત્યાં પણ કેસ વધી શકે છે. જે લોકો રાફ્ટિંગ અને સ્વિમિંગ જેવી પાણીની પ્રવૃત્તિઓમાં વ્યસ્ત છે તેઓ વરસાદની ઋતુમાં સંક્રમિત થવાની સંભાવના વધારે છે.

આ લક્ષણો 7 થી 10 દિવસમાં દેખાય છે.

નિષ્ણાતોના મતે, તેના લક્ષણો સામાન્ય રીતે ચેપ પછી 7 થી 10 દિવસ પછી દેખાય છે. કેટલાક કિસ્સાઓમાં, લક્ષણો મોડા પણ દેખાય છે. તેના લક્ષણો ફલૂ અને મેનિન્જાઇટિસ જેવા જ છે, તેથી જો તમે વરસાદની ઋતુમાં આવા લક્ષણો અનુભવો તો તરત જ તબીબી સલાહ લો.

ચેપ તપાસવા માટે એલિસા પરીક્ષણ. બ્લડ ટેસ્ટ કર્યા બાદ દર્દીની તપાસ કરવામાં આવે છે. ચેપને કારણે મોટી સંખ્યામાં શ્વેત રક્તકણો અને પ્લેટલેટ્સની સંખ્યા ઓછી થાય છે. ટૂંકા સમયમાં રોગનું નિદાન કરવા માટે, દર્દી એલિસા ટેસ્ટમાંથી પસાર થાય છે.

શરીરના ઘણા ભાગો પર ખરાબ અસર

જો ચેપ ગંભીર બને તો શરીરના ઘણા ભાગો પ્રભાવિત થાય છે. ઉદાહરણ તરીકે, કિડની અથવા લીવરફેઈલ, હૃદય ફેઈલ, એન્સેફાલીટીસ, શ્વસનતંત્ર ફેઈલ. તેની સારવાર એન્ટીબાયોટીક્સની મદદથી કરવામાં આવે છે.

સામાન્ય રીતેલેપ્ટોસ્પાઇરોસિસ બેક્ટેરિયાથી સંક્રમિત દર્દી એક સપ્તાહમાં સ્વસ્થ થઈ જાય છે. 5 થી 10 ટકા કેસ એવા પણ છે જે રિકવર થવામાં સમય લે છે. જો ચેપ લાંબા સમય સુધી રહે તો કિડની, મગજ, હૃદય અને શ્વસનતંત્ર જેવા ઘણા અવયવોને ગંભીર અસર થઈ શકે છે.

આ પણ વાંચો :

foot care tips : ચોમાસાની ઋતુમાં તમારા પગને અનેક પ્રકારના ચેપથી બચાવવા અપનાવો આ સરળ ટિપ્સ

g clip-path="url(#clip0_868_265)">