Health: બાળકોને ચા આપવામાં થઈ રહી છે મૂંઝવણ, અહીં જાણો શું યોગ્ય હોઈ શકે

|

Dec 28, 2021 | 11:16 PM

ક્યારેક બાળકોને ચાની લત લાગી જાય છે પણ શું બાળકોને ચા આપવી યોગ્ય છે? અમે તમારી મૂંઝવણ દૂર કરવાનો પ્રયાસ કરીશું. જાણો તેનું કારણ જે તમને કહેશે કે બાળકોને ચા પીવી જોઈએ કે નહીં.

Health: બાળકોને ચા આપવામાં થઈ રહી છે મૂંઝવણ, અહીં જાણો શું યોગ્ય હોઈ શકે
Symbolic Photo

Follow us on

ઘણા લોકોની સવાર સારી ચા સાથે જ થતી હોય છે તો ઘણા લોકો ઓફિસમાં ચા વગર કામ કરી શકતા નથી. ઘણા લોકોમાં ચાનો ક્રેઝ એટલો વધી ગયો છે કે જો તેમને ચા ન મળે તો માથાનો દુખાવો શરૂ થઈ જાય છે. જો કે વધુ પડતી ચા પીવાથી શરીરમાં કબજિયાત, ડિહાઈડ્રેશન અને અનિદ્રા થઈ શકે છે. જો તેમાં રહેલું કેફીન શરીરમાં વધારે પ્રમાણમાં પ્રવેશ કરે છે તો શરીરને તકલીફ થવા લાગે છે. આજે અમે બાળકોને ચા આપી શકાય કે કેમ તેની મૂંઝવણ વિશે વાત કરવાના છીએ.

 

 

એવું જોવામાં આવ્યું છે કે મોટાભાગના માતા-પિતા કોઈ પણ જાતની જાણકારી વગર પોતાના બાળકોને રોજ ચા આપવાનું શરૂ કરી દે છે. જેના કારણે બાળકોને પણ ચાની લત લાગી જાય છે પણ શું બાળકોને ચા આપવી યોગ્ય છે? અમે તમારી મૂંઝવણ દૂર કરવાનો પ્રયાસ કરીશું. જાણો તેનું કારણ જે તમને કહેશે કે બાળકોને ચા પીવી જોઈએ કે નહીં.

Jioનો જબરદસ્ત પ્લાન ! મળી રહી 98 દિવસની વેલિડિટી, કિંમત માત્ર આટલી
7 કરોડની લક્ઝરી વેનિટી વેનમાં તૈયાર થાય છે અલ્લુ અર્જુન, જુઓ ફોટો
Health Tips : બ્રોકલી ખાવાના છે અઢળક ફાયદા, જાણો
આજનું રાશિફળ તારીખ : 10-01-2025
સચિને કાંબલીને કોની સાથે લગ્ન કરવા કહ્યું હતું?
ચહલ બાદ આ સ્ટાર ક્રિકેટર પણ લેશે છૂટાછેડા?

 

ચામાં કેફીન

ચામાં રહેલું કેફીન બાળકોના શરીરને ઘણું નુકસાન પહોંચાડે છે. જો તેમને રોજ વધુ માત્રામાં ચા આપવામાં આવે તો તેમના શરીરમાં કેફીનનું પ્રમાણ વધી જાય છે અને તેમને કબજિયાત રહે છે, તેમને એસિડિટીનો સામનો પણ કરવો પડી શકે છે.

 

વધુ યુરિન આવે છે

તજજ્ઞોના મતે ચામાં વધુ માત્રામાં કેફીન હોવાને કારણે બાળકોને વધુ પડતા યુરીનની સમસ્યા થવા લાગે છે. ડૉક્ટરો ભલામણ કરે છે કે પ્રથમ એક વર્ષ સુધી બાળકોને ચા બિલકુલ ન પીવી જોઈએ. જો બાળક થોડું મોટી ઉંમરનું છે તો તેને થોડી ચા જ પીવડાવવી જોઈએ. જો કે નિષ્ણાતો 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ચા ન આપવાની ભલામણ કરે છે.

 

ઉંઘની સિસ્ટમ

બાળકોને ચા એટલા માટે પણ ન આપવી જોઈએ કારણ કે તેનાથી તેમની ઊંઘની વ્યવસ્થામાં પણ ખલેલ પહોંચે છે. જેના કારણે તેઓ ગમે ત્યારે ઊંઘી જાય છે કે જાગી જાય છે અને રૂટીનમાં બદલાવના કારણે વાલીઓને વધુ હાલાકી સહન કરવી પડે છે. એટલું જ નહીં બાળકો કેફીનને કારણે નર્વસ પણ થઈ જાય છે. આવી સ્થિતિમાં તમે તેમને ચા ન આપો તે જ સારું રહેશે.

 

પોલાણ

બાળકોને સતત ચા આપવાથી પણ તેમનામાં કેવિટી થઈ શકે છે. એટલું જ નહીં ચાના કારણે તેમના મોઢામાંથી દુર્ગંધ પણ આવવા લાગે છે. તેનું મુખ્ય કારણ એ છે કે બાળકોને ચાની લત લાગી જાય છે અને આ સ્થિતિમાં કેવિટીનું જોખમ વધી જાય છે.

 

હર્બલ ચા શ્રેષ્ઠ છે

જો તમે બાળકને ચા આપવા માગતા હો તો તમે તેને હર્બલ ટી આપી શકો છો. તે બાળકોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી માનવામાં આવે છે અને તેની વિશેષતા એ છે કે તે ત્વચાને પણ સુધારે છે.

 

આ પણ વાંચોઃ ગુજરાતમાં કોરોના વિસ્ફોટ, નવા 394 કેસ સાથે એક્ટીવ કેસ વધીને 1420 થયા, ઓમિક્રોનના નવા 5 કેસ

 

આ પણ વાંચોઃ કોરોના વિરોધી રસીના વધારાના ડોઝ માટે ડોક્ટરનું પ્રમાણપત્ર જરૂરી નથી, 60 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે સરકારનું નિવેદન

Next Article