ગુજરાતમાં કોરોના વિસ્ફોટ, નવા 394 કેસ સાથે એક્ટીવ કેસ વધીને 1420 થયા, ઓમિક્રોનના નવા 5 કેસ
Gujarat Corona Update : આજે રાજ્યમાં કોરોના વાયરસના નવા 394 એટલે કે સીધા બમણા કેસો નોંધાયા છે, જેમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 178 એટલે કે નવા કેસના 50 ટકા જેટલા માત્ર અમદાવાદ શહેરમાં નોંધાયા છે.
GANDHINAGAR : ગુજરાતમાં કોરોના વાયરસના નવા કેસોનો વિસ્ફોટ યથાવત છે. છેલ્લા બે દિવસથી 200 નજીક આવેલા નવા કેસ ગઈકાલે 200ને પાર થયા હતા, તો આજે રાજ્યમાં કોરોના વાયરસના નવા 394 એટલે કે સીધા બમણા કેસો નોંધાયા છે, જેમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 178 એટલે કે નવા કેસના 50 ટકા જેટલા માત્ર અમદાવાદ શહેરમાં નોંધાયા છે. તો આ સાથે જ રાજ્યમાં કોરોનાના એક્ટીવ કેસનો આંકડો 1420 પર પહોચ્યો છે.
સૌથી વધુ અમદાવાદ શહેરમાં 178 નવા કેસ નોંધાયા, તો સુરત શહેરમાં 52, રાજકોટ શહેરમાં 35 કેસ, વડોદરા શહેરમાં 34, આણંદમાં 12 કેસ નોંધાયા છે. ખેડામાં કોરોના સંક્રમિત એક દર્દીનું મૃત્યુ થતા રાજ્યમાં મૃત્યુઅંક વધીને 10,115 થયો છે.
રાજ્યમાં 24 ડિસેમ્બરે કોરોના વાયરસના નવા 98 કેસ નોધાયા હતા, જયારે 25 ડિસેમ્બરે સીધા બમણા જેટલા એટલે કે 179 કેસો, 26 ડિસેમ્બરે 177 કેસ અને ગઈકાલે 27 ડિસેમ્બરે 204 નવા કેસ નીધાયા હતા. જયારે આજે કેસ વધીને 394 એટલે કે બમણા નવા કેસો નોંધાયા છે. નવા વધવાની સાથે એક્ટીવ કેસમાં પણ વધારો થયો છે. ગઈકાલે રાજ્યમાં કોરોના વાયરસના એક્ટીવ કેસ 1086 હતા, જે આજે વધીને 1420 થયા છે.
રાજ્યમાં આજે કોરોના વાયરસથી મુક્ત થઇને 59 દર્દીઓ સાજા થયા છે, આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8 લાખ 18 હજાર 422 દર્દીઓ કોરોના વાયરસને હરાવી ચુક્યા છે.
રાજ્યમાં આજે ઓમિક્રોનના 5 નવા કેસ રાજ્યમાં કોરોના વાયરસના નવા કેસો સાથે આજે ઓમિક્રોન વેરીએન્ટના નવા 5 કેસો નોંધાયા છે. જેની વિગત આ મૂજબ છે :
1) અમદાવાદ શહેરમાં 1 પુરુષ અને 1 સ્ત્રી એમ 2 ઓમિક્રોન કેસ નોધાયા, જેમાંથી એક દર્દી વિદેશથી આવેલ છે જયારે દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી નથી.
2) વડોદરા શહેરમાં એક પુરુષ ઓમિક્રોન સંક્રમિત થયો છે, જેની ટ્રાવેલ હિસ્ટ્રી નથી.
3) મહેસાણામાં એક પુરુષ ઓમિક્રોન સંક્રમિત થયો છે, જેની ટ્રાવેલ હિસ્ટ્રી નથી.
4) પોરબંદરમાં એક પુરુષ ઓમિક્રોન સંક્રમિત થયો છે, જેની ટ્રાવેલ હિસ્ટ્રી નથી.
રાજ્યમાં આજે નોંધાયેલા નવા 5 કેસો સાથે ઓમિક્રોનના કુલ કેસની સંખ્યા 78 થઇ છે, જેમાંથી અત્યાર સુધીમાં 24 દર્દીઓ રીકવર થયા છે.
આ પણ વાંચો : સુરેન્દ્રનગર : વઢવાણમાં એક કાર્યક્રમમાં કોરોના નિયમોનો ભંગ, ભાજપ નેતાઓની હાજરીમાં કાર્યક્રમ
આ પણ વાંચો : SURAT : કોરોનાના વધતા કેસો વચ્ચે 11 જાન્યુઆરી સુધી કલમ 144 લાગું, 4 લોકોને ભેગા થવા પર પ્રતિબંધ