World TB Day : અમદાવાદમાં વર્ષે 18000 ટી.બી.ના દર્દી નોંધાયા છે. જેમાં 1000 જેટલા દર્દીઓના મૃત્યુ થાય છે. આજે વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી અમદાવાદની વિવિધ જીઆઇડીસી દ્વારા 1000 જેટલા ટીબીના દર્દીઓને દત્તક લેવામાં આવ્યા. અમદાવાદના રાજપુર વિસ્તારમાં કરાયેલ ટીબીના સર્વે મુજબ 48% વસ્તીમાં ટી.બી.નો ચેપ જોવા મળ્યો.
ટીબી કોને થઇ શકે ?
– વ્યક્તિ સ્ત્રી હોય કે પુરુષ, યુવાન હોય કે વૃધ્ધ, ધનવાન હોય કે ગરીબ, શિક્ષિત હોય કે અશિક્ષિત, તમામ ને ટીબી થવાનું જોખમ રહેલું છે.
• ગીચ પૂરતા હવા-ઉજાસ વિનાની જગ્યાએ રહેતા લોકોને ફેફસાનો ટીબી થવાનું જોખમ વધુ રહે છે.
• ઓછી રોગ પ્રતિકારક શકિત ધરાવતા, ખાસ કરીને એચ.આઈ.વી. ગ્રસ્ત, ડાયાબીટીસ ધરાવતા અને કિડની ખરાબ થઈ ગઈ હોય એવા લોકોને ટીબી થવાની સંભાવના વધુ રહે છે.
• મદ્યપાન કરતાં, ઇન્જેકશનથી ડ્રગ લેતા અથવા કેન્સરના ઉપાય તરીકે કિમોથેરાપી લેતા લોકોને પણ ટીબી થવાનું જોખમ રહે છે.
• ઓછું વજન ધરાવતા નવજાત શિશુ, નાના બાળકો અને વૃધ્ધોને પણ ટીબી થવાનું જોખમ વધુ રહે છે.
ટીબીનો ચેપ એટલે શું ?
• ટીબી રોગના જંતુઓ જયારે માણસના શરીરમાં સુષુપ્ત અવસ્થામાં રહેતા હોય તેને ટીબીનો ચેપ ગણવામાં આવે છે.
• ટીબીનો ચેપ ધરાવતા વ્યક્તિને તેના જીવનકાળ દરમ્યાન ટીબીનો રોગ થવાની સંભાવના 5 થી 10 ટકા જેટલી છે.
ભારતમાં એક સર્વે અનુસાર 40 % વસ્તીમાં ટીબીનો ચેપ રહેલો છે.
• અમદાવાદ શહેરમાં રાજપુર વિસ્તારમાં કરેલ નેશનલ ટીબી પ્રિવેલન્સ સર્વે- ઓગષ્ટ-૨૦૨૧ અનુસાર 48 ટકા વસ્તીમાં ટીબીનો ચેપ જોવા મળ્યો છે.
અ.મ્યુ.કો માં રાષ્ટ્રીય ક્ષય નિર્મુલન કાર્યક્રમ
રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ હેઠળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સમગ્ર વિસ્તારને આરોગ્ય વિભાગ દ્વરા 23 ટીબી યુનિટમાં વહેંચવામાં આવેલ છે. જેમાં કરાર આધારિત કર્મચારીઓ દ્વારા ટીબી નાબુદી કરવા વિવિધ કામગીરી કરવામાં આવે છે.
294 જેટલી ડી.એમ.સી. (Designated Microscopy Centre) માં ટીબીના નિદાનની કામગીરી કરવામાં આવે છે અને અ.મ્યુ.કો.ના તમામ સરકારી દવાખાનાઓ પરથી ટીબીની સારવાર વિનામૂલ્યે આપવામાં આવે છે.
– ટીબી રોગનું ભારણ
• ગ્લોબલ રિપોર્ટ અનુસાર વિશ્વમાં દર વર્ષે નવા ટીબીના કેસો 1 કરોડ છે. જેમાંથી ભારતમાં 26 લાખ છે.
• વિશ્વમાં ટીબીના કારણે 12 લાખ લોકો મરણ પામે છે. જયારે ભારતમાં 4.36 લાખ લોકો મરણ પામે છે. એક અંદાજ મુજબ દર 1 થી 1.5 મિનિટે એક દર્દીનું ભારત દેશમાં ટીબીના કારણે મૃત્યુ થાય છે.
• ગ્લોબલ રિપોર્ટ અનુસાર દર વર્ષે વિશ્વમાં અંદાજીત 4.70 લાખ હઠીલા ટીબીના કેસો નોંધાય છે. જેમાંથી 1.24 લાખ હઠીલા ટીબીના કેસો ભારતમાં જ નોંધાય છે.
• અમદાવાદ શહેર માં વાર્ષિક 1000 થી 1200 જેટલા હઠીલા ટીબી(ડ્રગ રેસિસ્ટન્ટ ટીબી) ના દર્દીઓ સારવાર પર મુકાય છે.
ટીબીના દર્દીએ ધ્યાનમાં રાખવા જેવી કેટલીક બાબતો.
• ખાસી આવે ત્યારે હંમેશા મોં ઉપર રૂમાલ રાખવો. ટીબીના જતુઓ ખાંસી અને છીંકથી ફેલાય
• જો પરિવારમાં પણ કોઈને ટીબીના લક્ષણો જણાય તો તુરંત જ તેની તપાસ કરવો, 2 પરિવારના તમામ સભ્યોએ પણ ટીબીનો ચેપ ન લાગે તે માટે ટીબીના ચેપની સારવાર લેવી જોઈએ.
• જો દવાની કોઈ પણ ખાડબસર જણાય તો નજીક ના સ્વાસ્થ્ય કેન્દ્રની મુલાકાત લેવી,
• નિયમિત અને પૂર્ણ સારવાર થી જ ટીબી સંપૂર્ણપણે મટે છે.
– ટીબીના દર્દીમાં પોષણનું મહત્વ
• શું તમે જાણો છો, ટીબી અને કુપોષણ એક સિક્કાની બે બાજુ છે.
– ભારતમાં નોંધાયેલ કુલ ટીબીના દર્દીઓમાં 55% દર્દીઓમાં કુપોષણ જોવા મળેલ છે, જે તેના અન્ય તમામ જોખમી પરિબળો કરતા સૌથી વધારે છે.
કુપોષિત વ્યક્તિની રોગપ્રતિકારકશક્તિ ઓછી હોવાથી તેને ટીબી થાય છે અને ટીબી થવાથી તેની શારીરિક ક્ષમતાઓ વધુ ઘટે છે. જેનાથી પૌષણનું સ્તરવધારે ઘટે છે. ટીબીના રોગ થવા પાછળ અને તેની સારવારની અસરકારતા બંને બાબતોમાં વ્યક્તિનું પોષણનું સ્તર અત્યંત મહત્ત્વનો ભાગ ભજવે છે. જો વ્યક્તિનું પૌષણ સ્તર યોગ્ય હશે તો તેને ટીબી થવાની શક્યતા ખુબ ઘટી જાય છે.
• જે પ્રાથમિક તબકકે વ્યક્તિના પોષણ સ્તરને સુધારવામાં ન આવે તો આ વિષચક્ર વધતુ જ રહેશે
ભારત સરકાર દ્વારા નિમય પોષણ યોજના અંતર્ગત ટીબીના દર્દી સારવાર લે તેટલા સમય સુઘી 500 રૂપિયા માસિક પણ રૂપિયા પોષણક્ષમ માન્ય રહે તે હેતુથી સીધા એમ ખાતામાં આપવામાં આવે છે.
આ પણ વાંચો : MS ધોનીએ અચાનક છોડી ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટન્સી, 6 વખત CSKને ચેમ્પિયન બનાવ્યું, આ છે રેકોર્ડ
Published On - 3:54 pm, Thu, 24 March 22