IPL 2022 : ચેન્નઈ ટીમનો નવો સુકાની જાહેર, ટીમની કમાન સંભાળશે આ ગુજરાતી ખેલાડી

. મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાની કેપ્ટનશિપમાં ચેન્નાઈ સુપર કિંગ્સને ચાર વખત IPL ચેમ્પિયન બનાવ્યું છે. મુંબઈ ઈન્ડિયન્સ પછી CSK IPL ઈતિહાસમાં બીજી સૌથી સફળ ટીમ છે.

IPL 2022 : ચેન્નઈ ટીમનો નવો સુકાની જાહેર,  ટીમની કમાન સંભાળશે આ ગુજરાતી ખેલાડી
IPL 2022: ચેન્નઈ ટીમનો નવો સુકાની જાહેર, ટીમની કમાન સંભાળશે આ ગુજરાતી ખેલાડીImage Credit source: Twitter
Follow Us:
| Updated on: Mar 24, 2022 | 3:19 PM

IPL 2022 : મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni)એ ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટન્સી છોડી દીધી છે. ચેન્નાઈની કમાન હવે રવિન્દ્ર જાડેજા ( Ravindra Jadeja)ના હાથમાં છે. મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાની કેપ્ટનશિપમાં ચેન્નાઈ સુપર કિંગ્સને ચાર વખત IPL ચેમ્પિયન બનાવ્યું છે. મુંબઈ ઈન્ડિયન્સ પછી CSK IPL ઈતિહાસમાં બીજી સૌથી સફળ ટીમ છે. ધોની 2008માં IPLની શરૂઆતી સિઝનથી ચેન્નાઈની કમાન સંભાળી રહ્યો હતો. ગત વર્ષે તેની કેપ્ટનશિપમાં ચેન્નાઈ (Chennai Super Kings)એ આઈપીએલનો ખિતાબ પણ જીત્યો હતો.

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo

મહેન્દ્ર સિંહે 12 સીઝનમાં ચેન્નાઈની કેપ્ટનશીપ કરી છે. વર્ષ 2008માં જ્યારે લીગ શરૂ થઈ ત્યારે તે ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે કેપ્ટન તરીકે જોડાયો. વર્ષ 2016 અને 2017માં ટીમે લીગમાં ભાગ લીધો ન હતો. ધોનીએ પોતાની કેપ્ટનશીપમાં ટીમને ચાર વખત ચેમ્પિયન બનાવી છે. ચેન્નાઈ આ લીગની સૌથી સફળ ટીમ તરીકે જાણીતી છે.

CSKએ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું

ટીમે પોતાના સત્તાવાર નિવેદનમાં લખ્યું, ‘મહેન્દ્ર સિંહ ધોનીએ નિર્ણય લીધો છે કે, તે ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટન્સી છોડવા માંગે છે. તેણે ટીમના નવા કેપ્ટન તરીકે રવિન્દ્ર જાડેજાની પસંદગી કરી છે. જાડેજા 2012થી ટીમનો મહત્વનો ભાગ છે. તે અમારી ટીમનો ત્રીજો કેપ્ટન હશે. મહેન્દ્ર સિંહ ધોની આ સિઝન અને તેના પછી પણ ટીમ સાથે જોડાયેલા રહેશે.રવીન્દ્ર જાડેજાને IPL 2022 મેગા ઓક્શનમાંથી રિટેન્શન દરમિયાન ચેન્નાઈ(Chennai Super Kings)એ જાળવી રાખ્યો હતો. જાડેજા ચેન્નાઈ દ્વારા રિટેન કરાયેલો સૌથી મોંઘો ખેલાડી હતો. તેને ચેન્નાઈએ 16 કરોડ જ્યારે એમએસ ધોનીને 12 કરોડ રૂપિયામાં ટીમે જાળવી રાખ્યો હતો.

IPL 2022 ની પ્રથમ મેચ શનિવારે વાનખેડે સ્ટેડિયમ

IPL 2022ની શરૂઆત 26 માર્ચથી IPL 2022 ની પ્રથમ મેચ શનિવારે વાનખેડે સ્ટેડિયમ થઇ રહી છે. આ વખતે લીગમાં કુલ 10 ટીમો ભાગ લઇ રહી છે. ગુજરાત ટાઇટન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ ટીમ નવી ટીમ તરીકે મેદાન પર ઉતરશે.IPL 2022 ની પ્રથમ મેચ શનિવારે વાનખેડે સ્ટેડિયમમાં ચાર વખતની ચેમ્પિયન ચેન્નાઈ અને ગયા વર્ષની ઉપવિજેતા કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાશે.

 આ  પણ વાંચો : Russia-Ukraine war: જંગની વચ્ચે બેલ્જિયમ પહોંચ્યા રાષ્ટ્રપતિ જો બાઈડન, NATO સંમેલનમાં લેશે ભાગ

 આ પણ વાંચો : IPL 2022: મોઇન અલીના વિઝા વિવાદનો અંત, છતાંય ચેન્નાઇ સુપર કિંગ્સની પ્રથમ મેચમાં મેદાનમાં નહી જોવા મળે

g clip-path="url(#clip0_868_265)">