રશિયન પ્રાઇવેટ સેના વૈગનરમાં કેમ ભારતીય યુવાનો જોડાઈ રહ્યા છે? યુરોપમાં ચાલી રહેલા યુદ્ધમાં ગુજરાતી યુવકના મોત બાદ થયો મોટો ઘટસ્ફોટ

ભારતીય યુવાનોને નોકરીના બહાને રશિયા લઈ જઈ યુદ્ધમાં લડવા મજબુર કરતા હોવાના ચોંકાવનારા કિસ્સા સામે આવ્યા છે. ગુજરાત સહીત દેશના નોકરી વાંચ્છુક યુવાનોને વિદેશમાં સારી નોકરી અને એશોઆરામની દુબઈના એજન્ટે લાલચ આપી હતી.

રશિયન પ્રાઇવેટ સેના વૈગનરમાં કેમ ભારતીય યુવાનો જોડાઈ રહ્યા છે? યુરોપમાં ચાલી રહેલા યુદ્ધમાં ગુજરાતી યુવકના મોત બાદ થયો મોટો ઘટસ્ફોટ
Follow Us:
| Updated on: Apr 16, 2024 | 11:56 AM

ભારતીય યુવાનોને નોકરીના બહાને રશિયા લઈ જઈ યુદ્ધમાં લડવા મજબુર કરતા હોવાના ચોંકાવનારા કિસ્સા સામે આવ્યા છે. ગુજરાત સહીત દેશના નોકરી વાંચ્છુક યુવાનોને વિદેશમાં સારી નોકરી અને એશોઆરામની દુબઈના એજન્ટે લાલચ આપી હતી.ભારતીય યુવાનોને રશિયા લઈ જઈ આર્મી હેલ્પર તરીકે ભરતી કરી રશિયા-યુક્રેન યુદ્ધમાં ઉતારી દેવાયા છે.

આ યુવાનો લાંબા સમય સુધી પરિવારના સંપર્કમાં ન હતા. ગુજરાતના હેમીલ મંગુકિયાની રશિયામાં યુદ્ધ દરમિયાન ડ્રોન હુમલામાં મોતની ઘટના બાદ આખું રેકેટ સામે આવ્યું છે. એક પછી એક પીડિત સામે આવ્યા અને સાથે પરિવારની ચિંતાઓ પણ સામે આવી છે. આ યુવાનોને રશિયાની પ્રાઇવેટ આર્મી કંપની વેગનરમાં ભરતી કરાઈ રહી હોવાની માહિતી મળી રહી છે.

ગુજરાતના હેમીલ માંગુકીયાના યુદ્ધમાં મોતની ઘટનાએ રેકેટનો પર્દાફાશ કર્યો

હેમિલ અશ્વિનભાઈ માંગુકિયા ગુજરાતના સુરતનો યુવાન હતો જે યુક્રેનના મોરચે રશિયન સૈન્યમાં હેલ્પર તરીકે નોકરી દરમિયાન અકાળે અવસાન પામ્યો હતો. રશિયન સૈન્યમાં હેલ્પર તરીકે કામ કરનાર 23 વર્ષીય હેમીલ 21 ફેબ્રુઆરીના રોજ ડોનેટ્સક ક્ષેત્રમાં યુક્રેનિયન હવાઈ હુમલામાં માર્યો ગયો હતો. પોતાનું વતન છોડીને હેમિલે એક રિક્રુટમેન્ટ એજન્ટ દ્વારા નોકરી મેળવી હતી પણ નોકરી આટલી જોખમી અને યુદ્ધના મેદાનમાં હતી તે તેણેક્યારેય કલ્પના કરી ન હતી.

સાચી પડી આ ભવિષ્યવાણી, તો સ્મોલકેપ ફંડના રોકાણકારો બનશે કરોડપતિ
લગ્ન પહેલા યુઝવેન્દ્ર ચહલે ધનશ્રી પાસેથી શું માંગ્યું હતું?
આ 5 આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોનું ભારતીય મહિલાઓ પર આવ્યું દિલ પછી કર્યા લગ્ન, જુઓ Photos
અમદાવાદના 5 સૌથી અમીર વ્યક્તિઓનું લિસ્ટ, અહીં જાણો નામ
ભારતનું અનોખુ રેલવે, 28 અક્ષરનું છે નામ, જાણો વિશેષતા
Astrology : શનિનું નક્ષત્ર પરિવર્તન થયું, હવે આ રાશિના જાતકો 1 વર્ષ ધ્યાન રાખજો

હેમિલના મૃત્યુ બાદ 12 ભારતીય યુવાનોનોના મામલા સામે આવ્યા જેમને હેલ્પર તરીકેની જોબની આડમાં લલચાવવામાં આવ્યા હતા. આ હેલ્પર કોઈ સ્ટોર કે ઉદ્યોગના નહિ પણ યુક્રેન સામેના યુદ્ધમાં ભાગ લેવા માટે હોવાનો ત્યાં પહોંચ્યા બાદ ફોડ પડ્યો હતો. આ કામ માટે યુવાનોને જબરદસ્તી ધકેલી દેવાયા હતા. કથિત રીતે તેમને યુક્રેન સામે યુદ્ધ લડવાની ફરજ પડી હતી. આમાંના મોટાભાગના લોકો ગુજરાત, ઉત્તર પ્રદેશ, પંજાબ અને જમ્મુ અને કાશ્મીરના છે.

પંજાબ હરિયાણાના 7 યુવાનો આર્મી યુનિફોર્મમાં મદદ માંગતા દેખાયા હતા

માર્ચ મહિનામાં એક ચોંકાવનારો વિડીયો વાયરલ થયો હતો. પંજાબ અને હરિયાણાના સાત યુવાનોના સમૂહે વિડીયો દ્વારા મદદ માટે અપીલ કરી હતી. આ યુવાનોને રશિયાના લશ્કરી દળમાં રહી યુદ્ધમાં જબરદસ્તી ઉતારવામાં આવ્યા હતા અને યુક્રેન સંઘર્ષમાં લડવા માટે મોકલવામાં આવ્યા હતા. ગગનદીપ સિંહ (24), લવપ્રીત સિંહ (24), નારાયણ સિંહ (22), ગુરપ્રીત સિંહ (21), ગુરપ્રીત સિંહ (23), હર્ષ કુમાર (20) અને અભિષેક કુમાર (21) તરીકે વીડિયોમાં ઓળખાતા આ યુવકો પંજાબ અને હરિયાણાના છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં આ યુવકો ઝાંખા પ્રકાશવાળા રૂમમાં જોઈ શકાતા હતા. આ વીડિયોમાં તેમણે લશ્કરી જવાનોનું જેકેટ અને માથા પર ટોપી પહેરી છે.

બેલારુસ ફરવાના બહાને લઈ જઈ વિઝા ન હોવાના બહાને તેમની ધરપકડ કરી કેટલાક દસ્તાવેજો પર સહી કરવા દબાણ કરવામાં આવ્યું હતું. હવે તેમને યુક્રેન સામેના યુદ્ધમાં લડવાની ફરજ પડી રહી છે. હર્ષકુમારના પરિવારે ખુલાસો કર્યો હતો કે તે વિદેશ જઈને નોકરી કરવા માંગતો હતો. તેને એજન્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું કે રશિયામાંથી પસાર થવાથી અન્ય દેશમાં સ્થળાંતર કરવાનું સરળ બનશે. ગુરપ્રીત સિંઘના ભાઈ અમૃત સિંઘે જણાવ્યું હતું કે આ યુવાનોને લશ્કરી સેવામાં ફરજ પાડવામાં આવી હતી કારણ કે તેઓએ જે દસ્તાવેજો પર હસ્તાક્ષર કર્યા હતા તે રશિયનમાં હતા. આ યુવાનોને 10 વર્ષની કેદ અથવા રશિયન સેનામાં જોડાવાનો વિકલ્પ આપવામાં આવ્યો હતો.

ઓવૈસીએ દુબઈથી રેકેટ ઓપરેટ થતું હોવાના આક્ષેપ કર્યા

ઓવૈસી આ મામલે સરકાર સમક્ષ જરૂરી કાર્યવાહીની માંગ કરી છે તેમણે કહ્યું છે કે, તેલંગાણા, કર્ણાટક, ગુજરાત, જમ્મુ-કાશ્મીર અને ઉત્તર પ્રદેશના બેરોજગાર યુવાનોને કામ આપવાના બહાને લઈ જવામાં આવ્યા હતા પરંતુ તેમને છેતરીને યુદ્ધના મેદાનમાં મોકલવામાં આવ્યા હતા. હું ગયા વર્ષે ડિસેમ્બરમાં આ લોકોના પરિવારોને મળ્યો હતો જેમણે મારી મદદ માંગી હતી. મેં વિદેશ મંત્રી અને રશિયામાં ભારતના રાજદૂતને પત્ર લખ્યો છે કે તેઓને પાછા લાવવા કારણ કે તેમના પરિવારો ચિંતિત છે, ઓવૈસીએ ઉમેર્યું હતું કે, “દુબઈમાં રહેલા ફૈસલ ખાનસહિતના લોકોની ભૂમિકા સામે પ્રશ્ન ઉઠાવ્યો હતો.

મેનપાવર એજન્ટ ફૈસલ ખાન કોણ છે?

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં ગુજરાતી યુવાનના મોત બાદ એક ફ્રોડ રેકેટ સામે આવ્યું છે જેમાં યુટ્યૂબર ફૈસલ ખાનનું નામ ચર્ચામાં આવ્યું છે. ફૈઝલ ખાન ત્યારે વિવાદમાં આવ્યો જયારે તેણે ભારતીયોને સારી નોકરી અને સુવિધાઓની લાલચ આપી દીવાસ્વપ્નો બતાવ્યા હતા. ઘણા પીડિત યુવાન એજન્ટ મારફતે મોકલાયા હતા જેમને રશિય મોકલી બાદમાં સેનામાં ભરતી કરી દેવાયા હતા. પહેલા એવું કહેવામાં આવતું હતું કે તેમને હેલ્પર તરીકે જ નોકરી કરવાની રહેશે પરંતુ આર્મી હેલ્પર તરીકે યુદ્ધમાં ધકેલી દેવામાં આવ્યા હતા. ફૈસલ ​​ખાનનું પૂરું નામ ફૈસલ અબ્દુલ મુતાબિલ ખાન છે. ફૈસલ બાબા વ્લોગના નામથી યુટ્યુબ ચેનલ ચલાવે છે . ફૈસલના કુલ 3 લાખ આસપાસ સબ્સ્ક્રાઇબર્સ પણ છે. તે યુટ્યુબ દ્વારા જ યુવાનોને નોકરી અપાવવાનું કહેતો હતો. 30 વર્ષનો ફૈઝલ મેનપાવર એજન્સી ચલાવે છે જે નોકરી વાંચ્છુકોને અલગ-અલગ દેશોમાં મોકલવાનું કામ કરે છે.

રશિયાનું વેગનર ગ્રુપ લડાકુઓની ભરતી કરે છે

તમને જણાવી દઈએ કે વેગનર ગ્રુપ ભાડૂતી સૈનિકોની એક ખાનગી સેના કંપની છે જે રશિયન સેના સાથે યુક્રેન સામે યુદ્ધ લડી રહી હતી. એવો અંદાજ છે કે હજારો વેગનર સૈનિકોએ રશિયા વતી યુક્રેન સામેના યુદ્ધમાં ભાગ લીધો છે. વેગનર ગ્રુપ પોતાને એક ખાનગી લશ્કરી કંપની તરીકે ઓળખાવે છે. આ ગ્રુપ ત્યારે સામે આવ્યું જયારે સૌપ્રથમ વર્ષ 2014માં તેની ભૂમિકા સામે આવી હતી. આ ગ્રુપના લડાકુઓ યુક્રેનમાં રશિયા તરફી અલગતાવાદી દળોને સમર્થન આપી રહ્યા હતા.

રશિયાનું વેગનર ગ્રુપ શું છે?

એક અંદાજ મુજબ વેગનર ગ્રુપમાં લગભગ 5,000 ભાડૂતી સૈનિક છે. તેમની સંખ્યા સતત વધી રહી છે. બ્રિટનના સંરક્ષણ મંત્રાલયે જાન્યુઆરીમાં કહ્યું હતું કે વેગનર ગ્રુપ હવે યુક્રેનમાં 50,000 સૈનિકોની કમાન્ડિંગ કરી રહ્યું છે. બ્રિટને કહ્યું કે રશિયાને સેના માટે લોકો શોધવામાં મુશ્કેલી પડી રહી હોવાને કારણે વેગનર ગ્રુપે 2022માં મોટી સંખ્યામાં ભરતી શરૂ કરી હતી. યુએસ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલે 2023 ની શરૂઆતમાં કહ્યું હતું કે યુક્રેનમાં વેગનરના લગભગ 80 ટકા સૈનિકોને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. રશિયામાં ભાડૂતી દળોના ગેરકાયદેસર હોવાને કારણે વેગનર ગ્રૂપે 2022 માં પોતાની કંપની તરીકે નોંધણી કરાવી છે. સેન્ટ પીટર્સબર્ગમાં નવું હેડક્વાર્ટર પણ ખોલ્યું છે.

વેગનર આર્મી કયા ક્યા દેશમાં છે?

વેગનર એ એક રશિયન ખાનગી લશ્કરી કંપની છે જે સીરિયા, લિબિયા, સેન્ટ્રલ રિપબ્લિક આફ્રિકન અને યુક્રેન સહિતના ઘણા દેશોમાં સક્રિય હોવાનું કહેવાય છે. રશિયાના સેન્ટ પીટર્સબર્ગ ઉપરાંત આર્જેન્ટિના, બેલારુસ, સાયપ્રસ, હોંગકોંગ, મોઝામ્બિક, સુદાન અને વેનેઝુએલામાં પણ તેના સૈનિકો છે. એવું કહેવાય છે કે વેગનર લડવૈયાઓ સામાન્ય રીતે ભૂતપૂર્વ રશિયન લશ્કરી કર્મચારીઓ છે પરંતુ તેમાં અન્ય દેશોના ભાડૂતી સૈનિકોનો પણ સમાવેશ થાય છે. દુબઈના એજન્ટની મદદથી ભારતીય યુવાનોને રશિયા લઈ જઈ હવે યુદ્ધ ભૂમિમાં ધકેલી દેવાયા છે.

વેગનર ગ્રુપના લડવૈયાઓ કોણ હોય છે?

વેગનર ગ્રૂપના એક ભૂતપૂર્વ સૈનિકે જણાવ્યું કે જૂથમાં જોડાનારા લોકો એવી જગ્યાઓથી આવે છે જ્યાં નોકરીની અછત હોય છે. તેથી જ તેઓ કમાણી કરવા માટે આ ગ્રુપમાં જોડાય છે. એક રિપોર્ટ અનુસાર વેગનર ગ્રુપમાં કામ કરતા લડવૈયાઓને અંદાજે 1500 ડોલર એટલે કે 1.22 લાખ રૂપિયા પ્રતિ માસનો પગાર મળે છે. જો જૂથનો કોઈપણ ફાઇટર યુદ્ધના મેદાનમાં જાય છે તો તેનો પગાર વધારીને 2 હજાર ડોલર એટલે કે અંદાજે 1.6 લાખ રૂપિયા કરવામાં આવે છે. જો કે આ લડવૈયાઓનો પગાર છે તે અનુભવના આધારે વધુ વધે છે.

નોકરી વાંચ્છુકોને ભાડાના સૈનિક બનાવી દેવાય છે!

અહીં ભાડાના સૈનિકોની સેના તૈયાર કરાઈ છે. આ એ લોકોની સેના છે જે પૈસાની જરીર પુરી કરવા જીવ જોખમમાં મૂકી યુદ્ધમાં ભાગ લે છે. આવા સૈનિકો કોઈપણ સૈન્ય અથવા દેશ માટે લડે છે અને સામે ફી તરીકે મોટી રકમ લે છે. જિનીવા સંમેલનો અનુસાર ભાડૂતી સૈનિક સામાન્ય સૈનિકોની જેમ કાયદેસર લડવૈયા તરીકે માન્યતા આપવામાં આવતી નથી અને તેમને સશસ્ત્ર દળોના કબજા હેઠળના સેવા કર્મચારીઓની જેમ જ કાનૂની રક્ષણ પૂરું પાડવાની જરૂર નથી. વિશ્વના ઘણા દેશોએ ભાડૂતી માટે ખૂબ જ કડક કાયદા બનાવ્યા છે જે તેમના નાગરિકોને મેસન્સ એટલેકે ભાડાના સૈનિક બનતા અટકાવે છે.

કોલ્ડપ્લે કોન્સર્ટને જિલ્લા બાળ સુરક્ષા આયોગે ફટકારી નોટિસ
કોલ્ડપ્લે કોન્સર્ટને જિલ્લા બાળ સુરક્ષા આયોગે ફટકારી નોટિસ
ભુજના કંડેરાઈ ગામમાં 18 વર્ષની યુવતી બોરવેલમાં ખાબકી
ભુજના કંડેરાઈ ગામમાં 18 વર્ષની યુવતી બોરવેલમાં ખાબકી
HMPV વાયરસ મુદ્દે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલનું મોટું નિવેદન
HMPV વાયરસ મુદ્દે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલનું મોટું નિવેદન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉતર્યા બાસ્કેટ બોલના મેદાનમાં
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉતર્યા બાસ્કેટ બોલના મેદાનમાં
અમદાવાદની શાળામાં બાળકો નહીં વડીલો પરીક્ષા આપવા પહોંચ્યા
અમદાવાદની શાળામાં બાળકો નહીં વડીલો પરીક્ષા આપવા પહોંચ્યા
ઝાલાની વૈભવી જિંદગીથી આકર્ષાયેલી મહિલાઓ પ્રેમના રોકાણમાં છેતરાઈ !
ઝાલાની વૈભવી જિંદગીથી આકર્ષાયેલી મહિલાઓ પ્રેમના રોકાણમાં છેતરાઈ !
Surat : સાયલન્ટ ઝોનમાંથી 2500 કરોડનું કૌભાંડ ઝડપાયું
Surat : સાયલન્ટ ઝોનમાંથી 2500 કરોડનું કૌભાંડ ઝડપાયું
મહાનગરપાલિકા બનતા સિરામિક ઉદ્યોગકારોમાં આનંદનો માહોલ
મહાનગરપાલિકા બનતા સિરામિક ઉદ્યોગકારોમાં આનંદનો માહોલ
રાષ્ટ્રીય કક્ષાના સમુદ્ધત્સવનું આયોજન, 11 રાજ્યોના સ્પર્ધકોએ લીધો ભાગ
રાષ્ટ્રીય કક્ષાના સમુદ્ધત્સવનું આયોજન, 11 રાજ્યોના સ્પર્ધકોએ લીધો ભાગ
ક્ચ્છ એક્સપ્રેસ ટ્રેનની અડફેટે એક મહિલા સહિત 3 લોકોના મોત
ક્ચ્છ એક્સપ્રેસ ટ્રેનની અડફેટે એક મહિલા સહિત 3 લોકોના મોત
g clip-path="url(#clip0_868_265)">