Valsad: આદિવાસીઓની વર્ષોની સમસ્યાનો આવશે અંત, દૂધની જળાશય પર 72 કરોડના ખર્ચે બનશે બ્રિજ

|

Dec 25, 2022 | 10:48 PM

Valsad: કપરાડા અને દાદરા નગર હવેલીના 30 જેટલા ગામોના આદિવાસીઓની વર્ષોની સમસ્યાનો અંત આવશે. આઝાદીના 75 વર્ષ બાદ આ વિસ્તારના ગામોને જોડતો બ્રિજ બનવા જઈ રહ્યો છે જેનાથી તેમની વર્ષોની અવરજવરની સમસ્યાનો અંત આવશે.

Valsad:  આદિવાસીઓની વર્ષોની સમસ્યાનો આવશે અંત, દૂધની જળાશય પર 72 કરોડના ખર્ચે બનશે બ્રિજ
આદિવાસીઓની સમસ્યાનો આવશે અંત

Follow us on

વલસાડના કપરાડા અને દાદરાનગર હવેલીના આદિવાસીઓની વર્ષોની સમસ્યાનો અંત આવશે. દાદરા નગર હવેલીમાં આવેલા દૂધનીમાં વહેતી દમણગંગાના કારણે બે ભાગમાં વહેંચાઈ ગયેલા 30થી વધુ ગામોના લોકો દાયકાઓથી બ્રિજ વીના અવરજવર કરવામાં પારાવાર હાલાકી વેઠતા હતા. જો કે હવે અહીં બની રહેલા બ્રિજને કારણે આ અંતર દૂર થશે. જે ડેમના પાણીને લીધે બંને વિસ્તારો વિખૂટા પડતા હતા, ત્યાં હવે સંબંધોનો સેતુ રચતો બ્રિજ આકાર લઈ રહ્યો છે. આઝાદીના 75 વર્ષ બાદ અહીં આ બ્રિજ બની રહ્યો છે. પ્રથમ દ્રષ્ટિએ આ બ્રિજ સામાન્ય લાગે છે, પરંતુ રાજ્યના અંતરિયાળ વિસ્તારમાં વસતા આદિવાસીઓ માટે આ બ્રિજ આઝાદી બાદની સૌથી મોટી ભેટ સમાન છે. વલસાડના કપરાડા અને દૂધની વિસ્તારના આદિવાસીઓને મન આ ફક્ત પુલ નથી પણ સંબંધોનો એવો સેતુ છે જે આઝાદી બાદ પ્રથમ વખત રચાયો છે.

દૂધની વિસ્તારના આદિવાસીઓને આઝાદી બાદ બ્રિજ સ્વરૂપે સૌથી મોટી ભેટ

મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારમાં દૂધની જળાશય આવેલું આ છે. પાણીથી છલોછલ આ જળાશયની એક તરફ દાદરા નગર હવેલીના ગામો છે તો બીજી તરફ કપરાડાના ગામોની હદ છે. બંને તરફ મળીને કુલ 30 જેટલા ગામ છે. જેના લોકો સામાજિક રીતે એકબીજા સાથે જોડાયેલા છે તો રોટી-બેટીનો વ્યવહાર પણ છે, પરંતુ બંને વિસ્તારો વચ્ચે આ પાણી હોવાથી લોકોએ અવરજવર માટે 70 કિલોમીટર લાંબુ ચક્કર મારવું પડે છે. જો કે લોકોની સુવિધા માટે સરકારે દૂધની જળાશય પર બોટની સુવિધા ઉભી કરી છે. જેમાં લોકો પોતાના વાહનો સાથે બંને તરફ અવરજવર કરે છે, પરંતુ તેના માટે કલાકો સુધી રાહ જોવી પડતી હોવાથી ઈમરજન્સી વખતે લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડતી હતી.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

72 કરોડના ખર્ચે તૈયાર થશે બ્રિજ

આઝાદી કાળથી અવરજવરની સમસ્યાઓ વેઠી રહેલા આદિવાસીઓની રાહનો આખરે અંત આવ્યો. સરકાર દ્વારા અહીં 72 કરોડના ખર્ચે બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. 1.5 કિલોમીટર લાંબો અને 7.5 મીટર પહોળાઈ ધરાવતા આ બ્રિજની બંને તરફ ફૂટપાથ પણ બનાવવામાં આવ્યો છે. અગાઉ પાણી માર્ગે બંને તરફ અવરજવર કરવા એકમાત્ર બોટનો જ સહારો હતો. પરંતુ હવે આ પુલ બની જવાથી બંને તરફના લોકો ઝડપથી અને સરળતાથી આવ-જા કરી શકશે.

દૂધની તરફના 10 ગામો અને કપરાડાના 15થી વધુ જેટલા ગામો આમ તો દાયકાઓથી સામાજિક અને આર્થિક રીતે જોડાયેલા છે. પરંતુ હવે ટૂંક સમયમાં આ બ્રિજ બની જવાથી બંને તરફના વિસ્તારોનું ભૌગોલિક અંતર પણ પૂરાઇ જશે. જેના કારણે આદિવાસીઓના હૈયે ખરા અર્થમાં હરખની હેલી ઉમટી છે.

ઈનપુટ ક્રેડિટ- સચિન કુલકર્ણી- વલસાડ

Published On - 10:46 pm, Sun, 25 December 22

Next Article