VADODARA : ગુજરાતમાં સૌ-પ્રથમ એર પ્લેન રેસ્ટોરન્ટ ધમધમશે, દેશની ત્રીજી હોટલ હશે
VADODARA : શહેરમાં એરબસ 320 એરક્રાફ્ટમાં ગુજરાતની સૌ-પ્રથમ રેસ્ટોરન્ટ ધમધમશે, દેશમાં આ પ્રકારની ત્રીજી હોટલ હશે.
VADODARA : શહેરમાં એરબસ 320 એરક્રાફ્ટમાં ગુજરાતની સૌ-પ્રથમ રેસ્ટોરન્ટ ધમધમશે, દેશમાં આ પ્રકારની ત્રીજી હોટલ હશે.
ન્યૂઝીલેન્ડના શહેર ટાઉપો, ઘાનાની રાજધાનીનું શહેર આક્રા, ભારતના પંજાબના લુધિયાણા અને હરિયાણાના મોહરી સહિતના દુનિયાનાં 8 એવાં શહેરો છે. જેમની એક જ વિશેષતા છે. આ તમામ શહેરોમાં એરક્રાફ્ટમાં રેસ્ટોરન્ટ ધમધમે છે. આ યાદીમાં નવમું નામ VADODARAનું ઉમેરાય તેવી શક્યતા છે. કારણ કે, VADODARAમાં રિયલ એરબસ 320માં એક રેસ્ટોરન્ટ શરૂ થવા જઇ રહ્યું છે. ગુજરાતની સૌથી પ્રથમ એરપ્લેન રેસ્ટોરન્ટ VADODARAમાં શરૂ થશે.
આગામી બેથી ત્રણ મહિનામાં આ પ્લેન રેસ્ટોરન્ટ ધમધમતું થઇ જશે. જો વિમાનમાં બેસવાની તક ન મળી હોય અને તેમાં બેસવાની ફીલનો અનુભવ કરવો હોય તો આ રેસ્ટોરન્ટમાં એ મજા માણી શકાશે. આ રેસ્ટોરન્ટ VADODARAના દક્ષિણે આવેલા ધનિયાવી બાયપાસ પાસેની એક હોટેલના ઓનર દ્વારા શરૂ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ આ રેસ્ટોરન્ટમાં 99 વ્યક્તિઓ એક સાથે જમી શકશે.