Moscow Bomb Blast : રશિયન જનરલ ઇગોર કિરિલોવનું મોત, રશિયાએ પશ્ચિમી દેશોનું કાવતરું ગણાવ્યું

મોસ્કોમાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં રશિયાના જનરલ ઇગોર કિરિલોવનું મોત થયું છે. રશિયાએ આ ઘટના માટે પશ્ચિમી દેશોને જવાબદાર ગણાવ્યા છે. કિરિલોવ રેડિયેશન, કેમિકલ અને બાયોલોજિકલ ડિફેન્સ ટ્રુપ્સના ચીફ હતા. આ ઘટનાને આયોજિત હત્યા ગણાવીને રશિયાએ તપાસ શરૂ કરી છે. યુક્રેન સાથેના યુદ્ધ સમયે રશિયા માટે આ ઘટના મોટો ફટકા સમાન છે.

Moscow Bomb Blast : રશિયન જનરલ ઇગોર કિરિલોવનું મોત, રશિયાએ પશ્ચિમી દેશોનું કાવતરું ગણાવ્યું
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 17, 2024 | 2:41 PM

રશિયાની રાજધાની મોસ્કો એક પ્રચંડ બોમ્બ બ્લાસ્ટથી હચમચી ઉઠ્યું હતું. આ વિસ્ફોટમાં રશિયન સેનાના એક ઉચ્ચ રેન્કિંગ જનરલ અને તેમના સહાયકનું મોત થયું છે. ઉચ્ચ કક્ષાના અધિકારીના મૃત્યુને રશિયા માટે યુક્રેન સાથેના યુદ્ધ સમયે મોટી ખોટ તરીકે જોવામાં આવી રહ્યું છે.

રશિયાની તપાસ સમિતિએ જણાવ્યું કે, ન્યુક્લિયર, બાયોલોજિકલ, કેમિકલ ડિફેન્સ ફોર્સ (NBC)ના ચીફ લેફ્ટનન્ટ જનરલ ઇગોર કિરિલોવ મંગળવારે સવારે નિવાસસ્થાનમાંથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે સ્કૂટરમાં છુપાયેલો બોમ્બ વિસ્ફોટ થયો હતો, જેમાં તેમનું મોત થયું હતું.

વિસ્ફોટ બાદ લેવામાં આવેલી તસવીરોમાં ઈમારતનો દરવાજો ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત જોઈ શકાય છે. આ ઉપરાંત આજુબાજુની બારીઓના કાચ પણ તૂટી ગયા હતા અને બે બોડી બેગ પણ રાખવામાં આવી હતી.

ટીંડોળા ખાવાના પણ છે ગજબના ફાયદા, જાણીને આજે જ ખાવાનું કરી દેશો શરુ
હોટલના રૂમમાં સફેદ બેડશીટ (ચાદર) જ શા માટે હોય છે? રંગબેરંગી કેમ નહીં?
આજનું રાશિફળ તારીખ : 17-12-2024
ટીમ ઈન્ડિયા 13 વર્ષ પછી જોશે આ દિવસ ! ગાબા ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાં
Photos : મલાઈકા અરોરાએ તડકામાં કર્યા યોગ, આ તસવીરે ખેંચ્યું લોકોનું ધ્યાન
Vastu Tips : ઓશીકા નીચે કપૂર રાખીને સુવાના ચોંકાવનારા ફાયદા વિશે જાણો

જનરલ પર લાદવામાં આવ્યા હતા પ્રતિબંધો

બ્રિટને ઓક્ટોબરમાં કિરિલોવ પર પ્રતિબંધો લાદ્યા હતા. યુક્રેનમાં રાસાયણિક શસ્ત્રોના ઉપયોગ પર નજર રાખી હતી અને ક્રેમલિન પ્રચાર માટે એક મહત્વપૂર્ણ મુખપત્ર તરીકે કામ કર્યું હોવાનું કહીને બ્રિટને પ્રતિબંધો લાદ્યા હતા. સોમવારે યુક્રેનની ગુપ્તચર એજન્સી SBUએ પણ તેના પર આરોપ લગાવ્યો અને ટેલિગ્રામ પર કહ્યું કે તે પ્રતિબંધિત રાસાયણિક હથિયારોના મોટા પાયે ઉપયોગ માટે જવાબદાર છે.

કેવી રીતે થયો હુમલો?

મોસ્કો પોલીસ અને તપાસકર્તાઓએ આ ઘટનાને આયોજનબદ્ધ હત્યા ગણાવી છે. મોસ્કોના દક્ષિણ-પૂર્વમાં રહેણાંક વિસ્તારમાં વિસ્ફોટ થયો હતો. આ બોમ્બ ઇલેક્ટ્રિક સ્કૂટરમાં મૂકવામાં આવ્યો હતો, જેમાં લગભગ 200 ગ્રામ TNTનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વિસ્ફોટમાં જનરલ કિરિલોવ અને તેમના સહાયકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. રશિયન તપાસ સમિતિએ આ ઘટના અંગે હત્યાનો કેસ નોંધ્યો છે અને તપાસ ઝડપી ગતિએ ચાલી રહી છે. પોલીસે કેમેરાના ફૂટેજ કબજે કરી શકમંદોની શોધખોળ હાથ ધરી છે.

જનરલ ઇગોર કિરીલોવ કોણ હતા?

લેફ્ટનન્ટ જનરલ ઇગોર કિરીલોવ 54 વર્ષના હતા. તેઓ રશિયાના રેડિયેશન, કેમિકલ અને બાયોલોજિકલ ડિફેન્સ ટ્રુપ્સના ચીફ હતા. તેઓ એક નીડર અને હિંમતવાન સૈન્ય અધિકારી તરીકે જાણીતા હતા, જેમણે અમેરિકા અને પશ્ચિમી દેશોના કથિત જૈવિક અને રાસાયણિક શસ્ત્રો પરિયોજના સામે ઘણા સનસનાટીભર્યા ખુલાસા કર્યા છે. આ સિવાય તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે વિવાદાસ્પદ પરંતુ પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા હતા.

BZ કૌભાંડ કેસમાં શાળાઓમાં ચોક્કસ નામના વ્યક્તિની શોધખોળ હાથ ધરી
BZ કૌભાંડ કેસમાં શાળાઓમાં ચોક્કસ નામના વ્યક્તિની શોધખોળ હાથ ધરી
ઊંઝા APMCની ચૂંટણીમાં ખેડૂત પેનલમાં દિનેશ પટેલની જીત
ઊંઝા APMCની ચૂંટણીમાં ખેડૂત પેનલમાં દિનેશ પટેલની જીત
બેંક ખાતામાંથી રુપિયા ટ્રાન્સફર કરી સાયબર ક્રાઇમ કરતી ટોળકી ઝડપાઇ
બેંક ખાતામાંથી રુપિયા ટ્રાન્સફર કરી સાયબર ક્રાઇમ કરતી ટોળકી ઝડપાઇ
નિકોલ પાસેના ભુવાલડી ગામમાં હથિયારો સાથે ધીંગાણુ, 5 લોકોની અટકાયત
નિકોલ પાસેના ભુવાલડી ગામમાં હથિયારો સાથે ધીંગાણુ, 5 લોકોની અટકાયત
ખાનગી બસ અને ડમ્પર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, 6 લોકોના મોત
ખાનગી બસ અને ડમ્પર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, 6 લોકોના મોત
નદી કાંઠા વિસ્તારના 800 જેટલા મકાનોનું મનપા દ્વારા ડિમોલિશન કરાશે
નદી કાંઠા વિસ્તારના 800 જેટલા મકાનોનું મનપા દ્વારા ડિમોલિશન કરાશે
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
જૂનાગઢમાં દુષ્કર્મ કેસના આરોપીએ કરી આત્મહત્યા
જૂનાગઢમાં દુષ્કર્મ કેસના આરોપીએ કરી આત્મહત્યા
અમરેલીમાં લોકોપાયલટની સતર્કતાથી 8 સિહોનો બચ્ચો જીવ- Video
અમરેલીમાં લોકોપાયલટની સતર્કતાથી 8 સિહોનો બચ્ચો જીવ- Video
અમદાવાદ મનપામાં શાસક અને વિપક્ષ કચરા પર
અમદાવાદ મનપામાં શાસક અને વિપક્ષ કચરા પર
g clip-path="url(#clip0_868_265)">